અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે કેન્દ્ર સરકારે ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card) યોજના શરૂ કરી છે. તેનો ઉદ્દેશ્ય ગરીબોના જીવનધોરણ (Standard of living) ને સુધારવાનો છે. આ યોજના હેઠળ ગરીબ મજૂરોને માસિક ભથ્થું, 2 લાખ રૂપિયાનું મફત વીમા કવચ અને અન્ય ઘણા લાભો મળે છે. જો તમે પણ ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card) બનાવ્યું છે અથવા તો તેના માટે અરજી કરી છે કે પછી હવે તમે આ સ્કીમ હેઠળ કાર્ડ બનાવવા જઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ મદદરૂપ છે. જો તમે અરજી કરતી વખતે કોઈ ભૂલ કરી હોય તો તમારું રજીસ્ટ્રેશન રદ થઈ શકે છે. તમારું કાર્ડ પણ રદ થઈ શકે છે.
ઈ-શ્રમ કાર્ડ માટે આપો સંપૂર્ણ અને સચોટ માહિતી
ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરતી કરેલી અમુક ભૂલોને કારણે લોકો આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. જો તમે અરજી કરતી વખતે સંપૂર્ણ માહિતી આપી નથી અથવા માહિતીને છુપાવી કે ગેરમાર્ગે દોરે તે રીતે આપી છે, તો તમારું કાર્ડ રદ થઈ શકે છે. તેથી ઈ-શ્રમ કાર્ડ માટે અરજી કરતી વખતે તમારી સંપૂર્ણ માહિતી યોગ્ય રીતે ભરો. આમાં ભૂલ ન કરો. બધી માહિતી ભર્યા પછી, તેને ફરીથી તપાસી અને ખાતરી કરો.
KYC પણ છે ખૂબ જ જરૂરી, આટલું ધ્યાન રાખો
ઈ-શ્રમ કાર્ડ માટે બેંક ખાતું અને કેવાયસી (KYC) હોવું જરૂરી છે. જો તમારા બેંક ખાતામાં કેવાયસી નથી થયું, તો ચોક્કસથી કરાવો. બેંકમાં ખાતું હોય ત્યાં જઈને તમે સરળતાથી કેવાયસી કરી શકો છો. આ માટે બેંકમાં પાન કાર્ડ અને આધાર કાર્ડની ફોટોકોપી આપવાની રહેશે.
ઉલ્લેખનિય છે કે, યોજના માટે પાત્ર લોકોના બેંક ખાતામાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જેમણે સંપૂર્ણ માહિતી આપી નથી તેમને તેમના ખાતામાં બીજો હપ્તો નહીં મળે. ઈ-શ્રમ કાર્ડ યોજના હેઠળ અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ વર્કર કાર્ડ બનાવવામાં આવ્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર