Home /News /business /ધનતેરસ પર 99.99 ટકા શુદ્ધ સોનું ખરીદો, આ એપ્સ અને વેબસાઈટ થશે ઉપયોગી
ધનતેરસ પર 99.99 ટકા શુદ્ધ સોનું ખરીદો, આ એપ્સ અને વેબસાઈટ થશે ઉપયોગી
ધનતેરસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે.
ધનતેરસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. ધનતેરસે સોના, ચાંદી અથવા તો નવા વાસણો ખરીદવાથી ઘરમાં લક્ષ્મીની કૃપા થાય છે. હવે ધનતેરસના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. લોકો સોનાની ખરીદી માટે પ્લાનિંગ કરી રહ્યા છે. પણ ક્યારેક સોનાની ખરીદી સમયે સોનાની શુદ્ધતા સહિતના પ્રશ્નો રહે છે.
મુંબઈઃ ધનતેરસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. ધનતેરસે સોના, ચાંદી અથવા તો નવા વાસણો ખરીદવાથી ઘરમાં લક્ષ્મીની કૃપા થાય છે. હવે ધનતેરસના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. લોકો સોનાની ખરીદી માટે પ્લાનિંગ કરી રહ્યા છે. પણ ક્યારેક સોનાની ખરીદી સમયે સોનાની શુદ્ધતા સહિતના પ્રશ્નો રહે છે.
આવી સ્થિતિમાં શુદ્ધતાનો પ્રશ્નો નડે નહીં તે માટે કેટલાક વિકલ્પો ઉપલબ્ધ છે. ખાસ કરીને ડિજિટલ ગોલ્ડ. જેના 99.99 ટકા શુદ્ધતાની ખાતરી આપવામાં આવે છે. આ સોનું જે તે કંપનીના વોલ્ટમાં સચવાયેલું રહે છે અને ગ્રાહક ઈચ્છે ત્યારે તે મેળવી પણ શકે છે.
જો કે, ડિજિટલ ગોલ્ડની ખરીદી પર 3 ટકા જીએસટી લાગે છે. આ ઉપરાંત સ્ટોરેજ અવધિ અને ડિલિવરી સંબંધિત નિયમો અને શરતોને સંપૂર્ણપણે વાંચવા પણ જરૂરી બની જાય છે.
અહીં કેટલીક વિશ્વસનીય એપ્લિકેશનો અને વેબસાઇટ્સ અંગે જાણકારી આપવામાં આવી છે. આ સોર્સનો ઉપયોગ કરીને તમે ધનતેરસ પર ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો.
PhonePe
ફોનપે શુદ્ધ 24 કેરેટના સોનાની ખરીદી અને વેચાણ માટેનું બજાર બની ગયું છે. પ્લેટફોર્મે 99.99 ટકા શુદ્ધ સોનું પ્રદાન કરવા માટે એમએમટીસી-પીએએમપી સાથે ભાગીદારી કરી છે. 99.50 ટકા શુદ્ધ સોના માટે સેફગોલ્ડ આપે છે. ફોનપે એપ્લિકેશન પર દર 5 મિનિટમાં સોનાના દર પણ અપડેટ કરવામાં થાય છે.
Paytm
પેટીએમ પણ સોનાની ખરીદી માટે લોકપ્રિય એપ છે. પેટીએમ થકી તમે ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો. આ એપ ટ્રાન્ઝેક્શન વખતે સોનાનો લાઇવ રેટ બતાવે છે અને ગ્રાહકો પેટીએમ ગોલ્ડ સેક્શનના લોકર આઇકોન પર જઇને ખરીદેલા સોનાની રકમને ટ્રેક કરી શકે છે. પેટીએમ પર સોનાના ફીઝીક્લ રૂપાંતરણ માટે ગ્રાહકોએ મેકિંગ ચાર્જ અને ડિલિવરી માટે પેમેન્ટ કરવાનું રહે છે.
5Paisa
5Paisa ડિજિટલ ગોલ્ડ સહિતના તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો માટેની ફિનટેક પ્લેટફોર્મ છે. 5Paisa 99.99 ટકા શુદ્ધતા સાથે 24 કેરેટ સોનું આપે છે. કંપની ગોલ્ડ વોલ્ટ સર્વિસ પણ ઓફર કરે છે. તેણે સેફગોલ્ડ દ્વારા જાળવવામાં આવે છે અને તેમાં ગ્રાહકે ખરીદેલું સોનું હોય છે.
5Paisaમાં સિક્કામાં ડિલિવરી માટે ચાર્જ લાગે છે. આ ચાર્જમાં ટંકશાળ, પેકેજિંગ, વીમો, એસે સર્ટિફિકેશન અને ડિલિવરી ખર્ચને આવરી લેવામાં આવે છે.
SafeGold
સેફગોલ્ડ 24K ફિઝિકલ ગોલ્ડની ડિલિવરી ખરીદવા, વેચવા માટેનું ડિજિટલ પ્લેટફોર્મ છે. સેફગોલ્ડ ઝીરો કિંમતે ફીઝીક્લ ડિલિવરી અથવા સ્ટોરેજ આપે છે. આ પ્લેટફોર્મ પર ખરીદવામાં આવેલું ડિજિટલ સોનું સિક્યોર બ્રિન્ક્સ વોલ્ટમાં સંગ્રહિત કરવામાં આવે છે અને તેને સેબીના રેગ્યુલેટેડ ટ્રસ્ટી દ્વારા સુરક્ષિત રાખવામાં આવે છે
Tanishq
તનિષ્ક ભારતમાં સૌથી વધુ વિશ્વસનીય જ્વેલર્સ પૈકીના એક ગણાય છે. તનિષ્કના ઓનલાઇન પ્લેટફોર્મ પર ડિજિટલ ગોલ્ડની ખરીદી પણ કરી શકાય છે. ટાટા અને સેફગોલ્ડના ભરોસે ગ્રાહકો 24 કેરેટ શુદ્ધ સોનાની ખરીદી કરી શકે છે. ગ્રાહકોને તેમના ડિજિટલ ગોલ્ડને Tanishq.co.in પર અથવા સમગ્ર ભારતમાં 350+ તનિષ્ક સ્ટોર્સ પર કોઈ પણ તબક્કે વિનિમય કરવા અથવા તેમના સોનાને જ્વેલરીમાં રૂપાંતરિત કરવાનો વિશિષ્ટ વિકલ્પ પણ મળે છે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર