Home /News /business /Explainer: પેની સ્ટોકમાં રોકાણ કરવું કેટલું યોગ્ય? આટલી બાબતોનું ધ્યાન રાખશો તો કમાણીની શક્યતા વધી જશે

Explainer: પેની સ્ટોકમાં રોકાણ કરવું કેટલું યોગ્ય? આટલી બાબતોનું ધ્યાન રાખશો તો કમાણીની શક્યતા વધી જશે

Explainer: પેની સ્ટોકમાં રોકાણ કરવું કેટલું યોગ્ય? પૈસાનું રોકાણ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

Should you invest in Penny Stocks: પેની સ્ટોક્સ રોકાણકારોને એટલા માટે આકર્ષિત કરે છે કેમ કે તેની કિંમત ખૂબ જ ઓછી હોય છે. તેમાંથી કેટલાક શેર તો 1 રુપિયાથી પણ સસ્તામાં મળે છે. તેવામાં જો આ શેરમાં રેલી આવે તો રોકાણકારોને રાતોરાત લાખોપતિ અને કરોડોપતિ બનાવી શકે છે. જોકે સાવધ ન રહેનારા લોકો પાયમાલ પણ થયા છે.

વધુ જુઓ ...
શેરબજારમાં ઘણીવાર ઓછી કિંમતના શેરો વધુ નફો મેળવવાની તક આપે છે. દરેક વ્યક્તિ શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કરતાની સાથે જ વધુમાં વધુ પૈસા કમાવવા માંગે છે. આવી સ્થિતિમાં તેમની પ્રથમ નજર પેની સ્ટોક (Penny Stocks) પર પડે છે. રોકાણકારો વધુ શેર રાખવા માટે તેમાં નાણાંનું રોકાણ કરે છે. પરંતુ શું પેની સ્ટોક્સમાં રોકાણ કરવું યોગ્ય છે?

કિંમત ઓછી હોવાના કારણે પેની શેરો રોકાણકારોને આકર્ષે છે. આમાંથી કેટલાક શેર એક રૂપિયાથી પણ ઓછા ભાવે ઉપલબ્ધ હોય છે. તેથી જ આ શેરોને “ચવન્ની શેર” પણ કહેવામાં આવે છે. કેટલીક વાર આ શેર લોકોને અમીર બનાવે છે, જ્યારે કેટલાક શેર રોકાણકારોને બરબાદ પણ કરે છે.

આ પણ વાંચોઃ બીજા જ દિવસે પૂરો સબ્સ્ક્રાઈબ થયો IPO, રિટેલ રોકાણકારોએ લગાવી 1.75 ગણી વધારે બોલી

પેની સ્ટોક્સ શું છે?


શેરબજારમાં લિસ્ટેડ નાની કંપનીઓના શેરની કિંમત ઓછી હોય છે. આ શેરોને પેની સ્ટોક કહેવામાં આવે છે. આ શેરની કિંમત તમામ સ્ટોક એક્સચેન્જમાં અલગ અલગ હોય છે. સામાન્ય રીતે તેમની કિંમત 10 રૂપિયાથી ઓછી હોય છે. આ શેરોમાં લિકીવીડિટી ઘણી ઓછી હોય છે કારણ કે નીચી કિંમતને કારણે લોકો થોડી રકમમાં ઘણા બધા શેર ખરીદે છે.

રોકાણ કરતી વખતે લોકો કઈ ભૂલો કરે છે?


શેરબજારમાં મોટાભાગના લોકો કંપનીના શેરની કિંમત અને તેના વળતરને જોયા પછી જ નાણાંનું રોકાણ કરે છે. ઘણી વખત આવું કરવાથી મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. પેની સ્ટોકમાં રોકાણ કરવું ખૂબ જોખમી છે. જો કોઈ સ્ટોક માર્કેટમાં ચાલી જાય છે તો તે સારું વળતર આપી શકે છે. પરંતુ તેમાં તમારા પૈસા ડૂબી જવાની શક્યતાઓ પણ એટલી જ વધુ છે.

આ પણ વાંચોઃ મોટા ખુશખબર! પીએફ એકાઉન્ટમાં ક્રેડિટ થયા વ્યાજના રુપિયા, તમે પણ ચેક કરો બેલેન્સ

શું પેની સ્ટોકમાં પૈસાનું રોકાણ કરવું યોગ્ય છે?


કોઈપણ પેની સ્ટોકમાં રોકાણ કરવા માટે તમારે ફક્ત શેરની કિંમત અથવા તેના વળતરને ન જોવું જોઈએ. તમે કોઈપણ પેની સ્ટોકમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો પહેલા કંપનીનુ પૂરું બેઝિક એનાલિસિસ કરવું. કંપનીના બિઝનેસ અને મેનેજમેન્ટ વિશેની વિગતો જાણો. આ સિવાય એ પણ જોવું જરૂરી છે કે તે કંપની પર કોઈ દેવું તો નથી ને. તે કંપનીની ભવિષ્ય માટે શું યોજનાઓ છે? તે પણ જોવું જોઈએ. આ બધી બાબતો જોયા પછી કોઈપણ પેની સ્ટોકમાં પૈસા રોકવા જોઈએ.

સસ્તા હોવાને કારણે, કિંમતમાં વધ-ઘટ કરવી છે આસાન


કોઈ કંપનીના શેરનું વેચાણ અટકે અથવા ઘટે છે, ત્યારે કેટલીકવાર કંપનીના પ્રમોટરો મોટી માત્રામાં શેર ખરીદવાનું શરૂ કરે છે. જેના કારણે તે શેરની કિંમત ઝડપથી વધવા લાગે છે અને લોકો સમજે છે કે શેરની કિંમત વધી રહી છે. જ્યારે તેની કિંમતમાં ખોટી રીતે વધારો કરવામાં આવી રહ્યો હોય છે. આ રીતે પેની સ્ટોક ચલાવવામાં સરળ છે, જેથી તેમા રહેલું જોખમ વધે છે.

આ પણ વાંચોઃ આ ખેતી છે સોનાની ખાણ, ગુજ્જુ ખેડૂતને 7 વીઘા જમીનમાં 18 લાખની કમાણી

પેની સ્ટોકમાં રોકાણ કરતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ?


પેની સ્ટોક્સમાં રોકાણ કરતી વખતે તમારે વધુ સાવચેત રહેવાની જરૂર છે. વારંવાર અપર અથવા લોઅર સર્કિટ સર્જાતી હોય તેવા પેની સ્ટોક્સમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ.તે શેરોને જોઈને તમને લાગશે કે આ શેર તમને સારું વળતર આપી શકે છે પરંતુ આ સર્કિટના કારણે તમે તે શેર વેચી શકશો નહીં અને તમારે નુકસાન સહન કરવું પડશે. કોઈપણ પેની સ્ટોકમાં નાણાંનું રોકાણ કરતા પહેલા, વિશ્લેષણ કરો અને ટાર્ગેટ કિંમત નક્કી કરો અને તે પ્રાપ્ત થાય કે તરત જ તમારું રોકાણ કાઢી લો. આમાં વધુ પડતો લોભ તમને લાભને બદલે નુકસાન પહોંચાડી શકે છે.(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Penny stock, Share market, Stock market Tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन