પેટ્રોલ-ડીઝલ ઉપર GST ઉપરાંત લાગશે આ ટેક્સ, તો પણ મળશે 20 % સસ્તું

ફાઇલ તસવીર

તમને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં રાહત મળશે. જો સરકાર પેટ્રોલ-ડીઝલને જીએસટી અંતર્ગત લાવવાનો નિર્ણય કરશે તો તમને પેટ્રોલ-ડીઝલ 20 ટકા જેટલું સસ્તું મળશે.

  • Share this:
    તમને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં રાહત મળશે. જો સરકાર પેટ્રોલ-ડીઝલને જીએસટી અંતર્ગત લાવવાનો નિર્ણય કરશે તો પણ તમને પેટ્રોલ-ડીઝલ 20 ટકા જેટલું સસ્તુ મળશે. પરંતુ જીએસટી અંતર્ગત આવ્યા બાદ પણ પેટ્રોલ-ડીઝલ ઉપર વધુ એક ટેક્સ લાગી શકે છે. પેટ્રોલ-ડીઝલ ઉપર જીએસટી ઉપરાંત વેટ પણ લાગશે. આવી સ્થિતિમાં તમારે બે ટેક્સ ચુકવવા પડશે તો પણ તમે ફાયદામાં રહેશે.

    જીએસટી સાથે સંકળાયેલા એક અધિકારી પ્રમાણે પેટ્રોલ-ડીઝલને 28 ટકાથી ઉપરના સ્લેબમાં રાખવામાં આવી શકે છે. અધિકારીના જણાવ્યા પ્રમાણે પેટ્રોલ-ડીઝલને જીએસટી અંતર્ગત લાવતા પહેલા કેન્દ્ર સરકારને વિચારવું પડશે કે, આના પર ઇનપુટ કરીને ક્રેડિટનો લાભ ન આપવાથી થઇ રહેલા 20,000 કરોડ રૂપિયાના રાજસ્વ લાભને છોડવા માટે તૈયાર છે. પેટ્રોલ-ડીઝલ, પ્રાકૃતિક ગેસ અને ક્રૂડ ઓઇલને જીએસટીની બહાર રાખવાથી આના પર ઇનપુટ ટેક્સની ક્રેડિટ નથી મળતી.

    જીએસટી એક જુલાઇ 2017થી લાગુ થઇ છે. જીએસટી સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, દુનિયામાં પેટ્રોલ, ડીઝલ ઉપર શુદ્ધ જીએસટી નથી લાગતો. ભારતમાં પણ જીએસટી સાથે વેટ લગાવવામાં આવશે. તેમણે વધું જણાવ્યું હતું કે, પેટ્રોલિયન પેદાશોને જીએસટીમાં સામેલ કરવાનો રાજકીય નિર્ણય થશે. કેન્દ્ર અને રાજ્યને સામૂહિક રૂપથી આના પર નિર્ણય કરવાનો રહેશે.

    અત્યારે કેન્દ્ર તરફથી પેટ્રોલ ઉપર 19.48 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ઉપર 15.33 રૂપિયા પ્રતિ લિટર ઉત્પાદ કર લગાવવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યો દ્વારા વેટ લાગગવામાં આવે છે. જેમાં સૌથી ઓછો કર અંદમાન નિકોબાર ટાપુઓમાં છે. બંને ટાપુઓ ઉપર છ ટકા વેચાણ કર લગાવવામાં આવ્યો છે. મુંબઇમાં સૌથી વધારે 39.12 ટકા વેટ લગાવવામાં આવ્યો છે. ડીઝલ ઉપર સૌથી વધારે 26 ટકા વેટ તેલંગાણામાં લગાવવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ ઉપર વેટનો દર 27 ટકા અને ડીઝલ ઉપર 17.24 ટકા છે. પેટ્રોલ ઉપર કુલ 45થી 50 ટકા અને ડીઝલ ઉપર 35થી 40 ટકા કર લાગે છે.
    Published by:Ankit Patel
    First published: