Home /News /business /અહીં પૈસા લગાવનારનો એક રૂપિયો પણ નહીં ડૂબે, મળશે વધારે ફાયદો

અહીં પૈસા લગાવનારનો એક રૂપિયો પણ નહીં ડૂબે, મળશે વધારે ફાયદો

જો તમે પોતાના તરફથી રોકાણ કરેલી આખી રકમ 100 ટકા સુરક્ષિત રાખવા માંગો છો તો આના માટે અમે કેટલીક રીતો બતાવીશું.

જો તમે પોતાના તરફથી રોકાણ કરેલી આખી રકમ 100 ટકા સુરક્ષિત રાખવા માંગો છો તો આના માટે અમે કેટલીક રીતો બતાવીશું.

    ન્યૂઝ18ગુજરાતીઃ પંજાબ અને મહારાષ્ટ્ર કૉ. ઑપરેટીવ બેન્ક (PMC Bank) સંકટ પછી દરેક લોકોને એ ચિંતા સતાવી રહે એ સ્વાભાવીક છે કે, તેમની બેન્ક પણ ડૂબી જશે તો તેમના મહેનતનું સેવિંગનું શું થશે. જોકે, બેન્કના દરેક ખાતામાં એક લાખ રૂપિયા સુધી ડિપૉજિટ ઇન્શ્યોરન્સ (Deposit Insurance)છે. દેશના ઇતિહાસમાં એવું ક્યારેય થયું નથી કે કોઈ કૉમર્શિયલ બેન્ક (Commercial Bank) ડૂબી ગઇ હોય.

    કેટલાક એવા કિસ્સાઓ જરૂર આવ્યા છે કે કેટલીક કફોડી હાલતમાં રહેલી બેન્કોની સાથે બીજી બેન્કોનું વિલય થયું હોય. જેથી કરીને ડિપોજિટરના પૈસા ન ડૂબે. અત્યારના સમયમાં ડિપૉજિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કૉર્પોરેશન સ્કીમ (DICGC અંતર્ગત બેન્કોમાં સેવિંગ અકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, રિકરિંગ ડિપૉજિટ, બેન્ક ફિક્સ્ડ ડિપોજીટ ઉપર એક લાખ રૂપિયા સુધી ઇન્શ્યોરન્સ હોય છે. જેમાં મૂળ રાશી અને તેના ઉપર મળનારા વ્યાજનો પણ સમાવેશ થાય છે.

    જો તમે પોતાના તરફથી રોકાણ કરેલી આખી રકમ 100 ટકા સુરક્ષિત રાખવા માંગો છો તો આના માટે અમે કેટલીક રીતો બતાવીશું.

    આ પ ણ વાંચોઃ-પત્ની પોતાના પતિ પાસેથી આ 8 બાબતોની હંમેશા ઇચ્છા રાખે છે

    1- સરકારી સેવિંગ બોન્ડ (Government Savings Bond)
    કેન્દ્ર સરકાર 7 વર્ષો માટે 7.5 ટકા સેવિંગ બોન્ડ રજૂ કરે છે. વર્તમાન બેન્કોના એફડી રેટ (Interest Rates on FD) ઓછો થતા રહે છે. આવામાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવતા બોન્ડ લાંબા સમયગાળા સુધી રોકાણના સારા વિકલ્પ આપે છે. આ બોન્ડ્સ ઉપર તમને છ મહિના ઉપર અથવા મેચ્યોરિટીના સમય પછી વ્યાજ મળે છ. આ રકમ ટેક્સેબલ હોય છે. મેચ્યોરિટી ઉપર વ્યાજ લેવાવાળા વિકલ્પ અંતર્ગત 10 લાખ રૂપિયાના રોકાણ ઉપર સાત વર્ષમાં તમને 17.03 લાખ રૂપિયા મળશે.

    આ પણ વાંચોઃ-કરવાચોથ ઉપર પતીએ પત્નીની ડિમાન્ડ પુરી ન કરી, પત્નીએ દોડાવી દોડાવીને માર્યો

    2- પોસ્ટ ઑફિસ સ્કીમ્સ (Post Office Schemes)
    આ વર્ષે જાન્યુઆરીથી લઇને અત્યાર સુધી ભારતીય રિઝર્વ બેન્ક (Reserve Bank of India) નીતિગત વ્યાજદરોમાં (Policy Rates) 135 આધાર અંકોનો કાપ મૂક્યો છે. આવનારા દિવસોમાં પણ વધારે કાપ થવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ આ બધા વચ્ચે સારી બાબત એ છે કે ડિસેમ્બર ત્રિમાસિક માટે સરકારે પોસ્ટ ઑફિસ સેવિંગ્સ સ્કીમ્સ ઉપર મળનારા વ્યાજમાં કોઇ ફેરફાર કર્યો નથી. આવામાં રોકાણકાર તરીકે તમારી પાસે વિકલ્પ છે કે તમે લાંબા સમય સુધી રોકાણ કરો. ઇન્ડિય પોસ્ટ મોબાઇલ બેન્કિંગની પણ સુવિધા આપે છે.

    આ પણ વાંચોઃ-ભાઈને થયો સગી બહેન સાથે પ્રેમ, પત્ની બનાવી, બંને ઘરેથી ભાગી ગયા અને....

    પોસ્ટ ઑપિસમાં ટાઇમ ડિપોજિટ (PO Time Deposit) ઉપર 1, 2 અને 3 વર્ષો માટે 6.9 ટકા દરથી વ્યાજ મળી રહ્યું છે. 5 વર્ષો માટે 7.7 ટકા છે. સિનિયર સિટીજનને 5 વર્ષો માટે 8.6 ટકા છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ઉપર વ્યાજ 7.9 ટકા છે. પોસ્ટ ઑફિસ સ્કીમ અંતર્ગત રોકાણકારોને તેમની રમક ઉપર સૌથી વધારે સુવિધા મળે છે.
    First published:

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો