Home /News /business /સ્ટેશન પર ફક્ત 40 રૂ.માં મળે છે આલીશાન રૂમ, રેલવેની આ સુવિધા વિશે ખબર છે કે નહિ?
સ્ટેશન પર ફક્ત 40 રૂ.માં મળે છે આલીશાન રૂમ, રેલવેની આ સુવિધા વિશે ખબર છે કે નહિ?
રેલવે સ્ટેશન પર માત્ર 40 રૂ.માં મેળવો A/C રૂમ
જો ટ્રેન મોડી પડે તો આવી સ્થિતિમાં તમે રેલ્વેના રિટાયરિંગ રૂમનો લાભ લઈ શકો છો. અહીં તમે 48 કલાક સુધી રહી શકો છો અને સૌથી ખાસ વાત એ છે કે, અહીં તમારે ખૂબ ઓછો ચાર્જ આપવો પડે છે. અહીં તમારી પાસેથી માત્ર 20 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવશે
નવી દિલ્હીઃ ભારતીય રેલવેની એક ખાસ સર્વિસનો ફાયદો ઉઠાવીને તમે હજારો રૂપિયાની બચત કરી શકો છો. ઘણી વાર કુદરતી કે કૃત્રિમ કારણોસર ટ્રેનો કલાકો મોડી દોડતી હોય છે, પરિણામે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તમે પણ આવી સ્થિતિનો ભોગ ન બનો તે માટે અહીં રેલવેની સુવિધા અંગે જાણકારી આપવામાં આવી છે. જેમાં તમે 20થી 40 રૂપિયામાં આલીશાન રૂમ લઈ શકો છો. આ માટે તમારે ફક્ત PNR નંબરની જરૂર હોય છે.
ટ્રેન મોડી પડે તો લઈ શકો છો લાભ
શિયાળાની ઋતુમાં ગાઢ ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે. આવી સ્થિતિમાં મુસાફરને ઘણી મુશ્કેલી પડે છે. રેલવે સ્ટેશન પર હજારો મુસાફરો પરેશાન છે. લોકોને 2, 4 કે 8 કલાક જેટલી મોડી પડેલી ટ્રેનના કારણે પારાવાર મુશ્કેલી પડી શકે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો મોંઘી હોટલોમાં જાય છે, પરંતુ મોટાભાગના લોકોને સ્ટેશન પર ઠંડા પવનનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમે રેલ્વેના રિટાયરિંગ રૂમનો લાભ લઈ શકો છો. અહીં તમે 48 કલાક સુધી રહી શકો છો અને સૌથી ખાસ વાત એ છે કે, અહીં તમારે ખૂબ ઓછો ચાર્જ આપવો પડે છે. અહીં તમારી પાસેથી માત્ર 20 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવશે.
મોટાભાગના મુસાફરોને પ્રશ્ન થાય છે કે, રિટાયરિંગ રૂમ કેવી રીતે બુક કરાવવો, ક્યાં બુકિંગ કરાવવું? આ માટે તમારે PNR નંબરની જરૂર પડશે કારણ કે રિટાયરિંગ રૂમનું બુકિંગ PNR નંબરથી થાય છે, મોટાભાગના મોટા સ્ટેશનો પર તમને એસી અને નોન-એસી (AC/ Non AC) રૂમ મળશે. તમે આ રૂમ વેબસાઇટ પર બુક કરાવી શકો છો. તમારે https://www.rr.irctctourism.com/#/home વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ સુવિધા ટિકિટ કન્ફર્મ (Confirm Ticket) અથવા આરએસી (RAC) હોય તો મળે છે.
જો તમે 500 કિમીથી વધુની મુસાફરી કરવા જઈ રહ્યા હોવ તો જનરલ ટિકિટ પર પણ આ સુવિધાનો લાભ લઈ શકાય છે. PNR નંબરથી માત્ર એક જ રૂમ રજિસ્ટર થઈ શકશે. અહીં બુકિંગ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવે છે. ધ્યાન રહે કે ઓનલાઈન બુકિંગ કરાવ્યા બાદ તમારી પાસે આધાર કાર્ડ કે પાન કાર્ડ જેવા સરકારી દસ્તાવેજ માંગવામાં આવશે. આ સુવિધા દેશના મોટા રેલવે સ્ટેશનો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ પર ઉપલબ્ધ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર