Home /News /business /Credit Score: હવે તમે જાતે જ WhatsApp પર તમારો CIBIL ક્રેડિટ સ્કોર મફતમાં ચેક કરી શકશો, સમજો સ્ટેપ બાય સ્ટેપ

Credit Score: હવે તમે જાતે જ WhatsApp પર તમારો CIBIL ક્રેડિટ સ્કોર મફતમાં ચેક કરી શકશો, સમજો સ્ટેપ બાય સ્ટેપ

હવે સરળતાથી WhatsApp પર તમારો CIBIL ક્રેડિટ સ્કોર મફતમાં ચેક કરી શકો છો

Credit Score: ડેટા એનાલિટિક્સ અને ક્રેડિટ સ્કોર પ્રદાતા એક્સપિરિયન ઇન્ડિયાએ WhatsApp દ્વારા ક્રેડિટ સ્કોર પ્રદાન કરવાની સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. હવે તમે તમારો ક્રેડિટ સ્કોર જાતેજ કોઈ પણ સમયે આસાનીથી જાણી શકો છો.

    How to Check Credit Score: જો તમારે બેંક માંથી લોન જોવે છે અથવા ક્રેડિટ કાર્ડ લેવું છે તો તમારી પાસે તમારો સિબિલ સ્કોર હોવો જોઈએ. જો સ્કોર સારો હશે તો તમને આરામથી લોન અથવા ક્રેડિટ કાર્ડ મળી જશે. પરંતુ ઘણા લોકો જાણતા નથી કે તે કઈ રીતે જાણી શકાય. જે હવે તમે WhatsApp ના માધ્યમથી જાણી શકો છો. ડેટા એનાલિટિક્સ અને ક્રેડિટ સ્કોર આપનારી કંપની એક્ક્ષપીરીયન ઇંડિયને નવી સર્વિસ લોન્ચ કરી છે. જેમાં તમે વોટ્સએપના માધ્યમથી ફ્રીમાં જોઈ શકશો.

    આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્લાન્ટ ધરાવતી આ કેમિકલ કંપનીના શેરમાં તિજોરી છલકાઈ શકે, બ્રોકરેજ ફર્મે કહ્યું 'બસ મંડી પડો ખરીદવા'

    જાણાવી દઈએ કે, એક્ક્ષપીરીયન ઇંડિયનને ક્રેડિટ ઇન્ફોરમેશન કંપની રેગ્યુલેશન એક્ટ 2005 અંતર્ગત લાઇસન્સ મળેલું છે. ભારતમાં પ્રકારે લાઇસન્સ પ્રાપ્ત પ્રથમ કંપની છે. કંપનીએ જણાવ્યું છે કે, ગ્રાહક પોતાની જાતેજ ક્રેડિટ રિપોર્ટ જોઈ શકશે.

    આ પણ વાંચો: ટેક્સ રોકાણ માટે માર્ચ સુધી રાહ જોવાની જરૂર નથી, આ ફંડમાં રોકાણ કરીને ટેક્સ બચાવો

     દેશના કોઈ પણ ખૂણેથી જોઈ શકાશે


    કંપનીએ કહ્યું કે નવી પોલિસી અનુસાર ક્રેડિટ રિપોર્ટ વ્યક્તિ કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએથી જોઈ શકશે. ઓનલાઇન ચેક કરવા માટેની પ્રક્રિયા એકદમ સરળ અને સુરક્ષિત પણ છે. તેઓ રિપોર્ટમાં સંપૂર્ણ માહિતી મેળવી શકે છે અને કોઈ પણ પ્રકારની અનિયમિતતા અંગે પણ જાણી શકે છે. તેમજ કોઈ પણ પ્રકારની છેતરપિંડી અને માહિતગાર થઇ શકે છે. એટલુંજ નહિ પણ પોતાના ક્રેડિટ સ્કોરને સુધારવા માટેના ઉપાય પણ કરી શકે છે. દુનિયામાં વ્હોટ્સએપ યુઝરની સંખ્યા સૌથી વધુ ભારતમાં છે. અંદાજ મુજબ તે સંખ્યા 48 કરોડ છે અને વોટ્સએપ તેની જિંદગીનો એક હિસ્સોજ છે.


    વોટ્સએપમાં કઈ રીતે ચેક કરવું


    - સૌથી પહેલા એક્સપેરિયન ઇન્ડિયાના વ્હોટ્સએપ નંબર +91-9920035444 પર Hey નો મેસેજ કરવો. અથવા બારકોડનો પણ ઉપીયોગ કરી શકો છો.

    - ત્યાબાદ પોતાનું નામ, ઈમેલ આઈડી અને ફોન નંબર મોકલવાનો રહેશે.

    - પછી તરતજ તમને એક્સપીરિયન ક્રેડિટ સ્કોર મોકલવામાં આવશે.

    - રિપોર્ટની પાસવર્ડ સુરક્ષા માટે તમે રિકવેસ્ટ કરી શકશો, જે તમને ઇમેઇલ આઈડી પર મોકલવામાં આવશે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Bank, Credit card interest rate, WhatsApp News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन