Home /News /business /દેશના 6108 રેલવે સ્ટેશનો પર ફ્રી Wi-Fi સુવિધા, ખુબજ આસાનીથી હાઈ સ્પીડ ઈન્ટરનેટનો આનંદ માણી શકાશે
દેશના 6108 રેલવે સ્ટેશનો પર ફ્રી Wi-Fi સુવિધા, ખુબજ આસાનીથી હાઈ સ્પીડ ઈન્ટરનેટનો આનંદ માણી શકાશે
સ્માર્ટફોન/ડિવાઈસને રિસ્ટાર્ટ કરો
જો તમે તમારા વાઈફાઈને સ્પીડ વધારવા ઈચ્છો છો, તો તમે તમારા ફોનને થોડા સમય માટે બંધ કરી શકો છો, પછી તેને રીસ્ટાર્ટ કરી શકો છો, આવી સ્થિતિમાં તમારી વાઈફાઈની સ્પીડની સમસ્યા દૂર થઈ જશે, આ સિવાય તમારું વાઈફાઈ રાઉટર બંધ કરો અને પછી ચાલુ કરો. પાછુ બંધ કરો અને પછી ફરીથી ચાલુ કરો.
Indian Railway Free WiFi: ભારતીય રેલ મુસાફરો માટે ફ્રી વાઈફાઈની સુવિધા આપી રહી છે. તેના યુસેજ માટે તમારે રેલવે સ્ટેશન પર મોબાઈલ વડે ચોક્કસ પ્રક્રિયા કરવાની રહેશે. તો ચાલો જાણીએ કે કઈ રીતે મળે છે આ લાભ.
દેશના કરોડો રેલવે મુસાફરો માટે સારા સમાચાર છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં લોકસભામાં જણાવ્યું હતું કે ડિજિટલ ઈન્ડિયા પહેલને મજબૂત કરવા, ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા માટે અત્યાર સુધીમાં 6,108 સ્ટેશનો પર મફત હાઇ-સ્પીડ Wi-Fi સેવા પ્રદાન કરી છે.
તેમણે કહ્યું કે સ્ટેશનો પર વાઈ-ફાઈની જોગવાઈ મૂળભૂત ઈન્ફ્રા જેવી કે ઓપ્ટિકલ ફાઈબર કેબલ અને અન્ય સંસાધનોની ઉપલબ્ધતા પર આધારિત છે. ઉત્તર પ્રદેશમાં 768 સ્ટેશન, મહારાષ્ટ્રમાં 566 સ્ટેશન, પશ્ચિમ બંગાળમાં 510 સ્ટેશન, આંધ્ર પ્રદેશમાં 509 સ્ટેશન અને રાજસ્થાનમાં 463 સ્ટેશનો પર ફ્રી વાઇ-ફાઇ ઉપલબ્ધ છે.
>> તમે રેલ્વે સ્ટેશન પર Wi-Fi નો ઉપયોગ કરી શકશો કે જ્યાં RailTel ફ્રી Wi-Fi સેવા ઉપલબ્ધ છે.
>> RailTel અથવા Railwire નેટવર્કને કનેક્ટ કર્યા બાદ યુઝરનો મોબાઈલ નંબર પૂછવામાં આવે છે.
>> મોબાઈલ નંબર નાખ્યા બાદ યુઝરના ફોન પર એક OTP આવે છે.
>> OTP દાખલ કર્યા પછી, વપરાશકર્તાઓ ઉપકરણને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી શકશે.
>> યુઝરને પ્રથમ 30 મિનિટ માટે ફ્રી ઈન્ટરનેટ સેવા મળશે. આ પછી ચાર્જ ચૂકવવો પડશે.
30 મિનિટથી વધુ સમય માટે Wi-Fi નો ઉપયોગ કરવા માટે ચાર્જ ચૂકવો પડશે
વાઈ-ફાઈથી સજ્જ રેલવે સ્ટેશનો પર આવનારા મુસાફરો 30 મિનિટ માટે ફ્રી હાઈ-સ્પીડ વાઈ-ફાઈનો લાભ લઈ શકશે. 30 મિનિટ પછી, મુસાફરો રેલટેલને નજીવી ફી ચૂકવીને વધુ સમય માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. તમે Railtel Wi-Fi સુવિધા માટે તમારી પસંદગીનો પ્લાન પસંદ કરી શકો છો. રેલ્વે સ્ટેશન પર આવતા મુસાફરોને રેલટેલ અનેક પ્રકારના પ્લાન ઓફર કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર