નવી દિલ્હી : જો તમે ઓછા પૈસા લગાવીને કોઇ વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો આજે અમે તમને એક ખાસ બિઝનેસ આઇડિયા વિશે જણાવવા જઇ રહ્યા છે. આ બિઝનેસને તમે 30 હજારથી પણ ઓછી રકમમાં શરૂ કરી શકો છો અને સારી કમાણી કરી શકો છો. તેમાં ખાસ વાત એ છે કે, આ વેપાર માટે તમને સરકાર દ્વારા 50 ટકા સુધીની સબસીડી પણ મળશે. જેમ કે આપણે જાણીએ છીએ કે, આજકાલ મોતીની ખેતી પર લોકોનું ફોકસ ઝડપથી વધી રહ્યું છે. તેની ખેતી કરીને ઘણા લોકો લાખોપતિ બની ગયા છે.
મોતીની ખેતી માટે કઇ વસ્તુની જરૂર પડશે?
મોતીની ખેતી માટે એક તળાવ, સીપ(જેનાથી મોતી તૈયાર થાય છે) અને ટ્રેનિંગ, આ ત્રણ વસ્તુઓની જરૂર પડશે. તળાવ તમે ઇચ્છો તો તમારા ખર્ચે ખોદાવી શકો છો અથવા સરકાર 50 ટકા સબસિડી આપે છે, તેનો પણ લાભ લઇ શકો છો. સીપ ભારતના ઘણા રાજ્યોમાં મળે છે. જોકે દક્ષિણ ભારત અને બિહારના દરભંગાના સીપની ગુણવત્તા સારી હોય છે. તેની ટ્રેનિંગ માટે પણ દેશમાં ઘણી સંસ્થા છે. મધ્યપ્રદેશના હોશંગાબાદ અને મુંબઇથી મોતીની ખેતીની ટ્રોનિંગ લઇ શકાય છે.
સૌથી પહેલા સીપોને એક જાળમાં બાંધીને 10થી 15 દિવસ માટે તળાવમાં નાંખી દેવામાં આવે છે, જેથી તે પોતાની રીતે પોતાનું વાતાવરણ સર્જી શકે. ત્યાર બાદ તેને બહાર કાઢી તેની સર્જરી કરવામાં આવે છે. સર્જરી એટલે કે સીપની અંદર એક પાર્ટિકલ કે સાંચો નાખવામાં આવે છે. આ સાંચા પર કોટિંગ બાદ સીપ લેયર બનાવે છે, જે આગળ જઇને મોતી બની જાય છે.
એક સીપને તૈયાર થવામાં 25થી 35 રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે તૈયાર થયા બાદ એક સીપમાંથી બે મોતી નીકળે છે અને એક મોતી ઓછામાં ઓછો 120 રૂપિયામાં વહેંચાય છે. જો ક્વોલીટી સારી હશે તો 200 રૂપિયાથી પણ વધુ કિંમત મળી શકે છે. જો તમે એક એકરના તળાવમાં 25 હજાર સીપલા નાખો તો તેના પર લગભગ 8 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે. માની લો કે તૈયાર થવાની પ્રક્રિયા દરમિયાન અમુક સીપ બગડી પણ જાય તો પણ 50 ટકાથી વધુ સીપ સુરક્ષિત નીકળે છે. તેનાથી સરળતાથી વાર્ષિક 30 લાખની કમાણી થઇ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર