વર્તમાન સમયે લોકો પૈસા કમાવાના અલગ અલગ રસ્તા શોધી રહ્યા છે. તમે પણ કોઈ વ્યવસાય-બિઝનેસ (Start Business) કરવાનું વિચારી રહ્યા હોય તો કૃષિ સેક્ટર (Agri Sector)માં ઝંપલાવી આવી શકો છો. આ ક્ષેત્રમાં ઘણા વિકલ્પો છે, જેના કારણે સારું વળતર મળી શકે છે.
વ્યવસાય માટે મરઘા ઉછેરનો વિકલ્પ પણ સારો છે. આ વ્યવસાય રૂપિયા 5થી 9 લાખની રકમમાં પણ શરૂ થઈ શકે છે. જો તમે નાના પાયે એટલે કે 1500 મરઘાંથી શરૂઆત કરો તો પણ દર મહિને રૂ. 50 હજારથી 1 લાખ જેટલી રકમ કમાઇ શકો છો.
ખર્ચો કેટલો થશે?
આ વ્યવસાય માટે જગ્યા, પિંજરા અને ઇક્વિપમેન્ટ પર લગભગ પાંચથી છ લાખનો ખર્ચ થશે. ક્યારેક બીમારીઓના કારણે મરઘાં મોતને ભેટે છે. જેથી 1500 મરઘાના ટાર્ગેટથી કામ શરૂ કરવું હોય તો 10 ટકા વધુ બચ્ચાં ખરીદવા પડશે.
કોરોના મહામારીની બીજી લહેર બાદ ઈંડાના ભાવ વધવા લાગ્યા છે. હાલ એક ઈંડુ રૂ. 7 માં વેચાય છે. આ સાથે મરઘી પણ ઊંચી કિંમતે મળે છે.
મરઘાં ખરીદવા રૂ. 50 હજારનું બજેટ
એક લેયર પેરેન્ટ બર્થની કિંમત રૂ. 30થી 35 જેટલી હોય છે. એટલે કે મરઘી ખરીદવા માટે રૂપિયા 50 હજારનું બજેટ ફાળવવું પડશે. તેના ઉછેર માટે અલગ અલગ પ્રકારનું ખાવાનું આપવું પડે છે. આ ઉપરાંત મેડીકેશન પાછળ પણ ખર્ચો થાય છે.
સતત 20 અઠવાડિયા સુધી મરઘીઓને ખવડાવવા પાછળ રૂપિયા દોઢ લાખ જેટલો ખર્ચ થઇ જશે. એક લેયર પેરેન્ટ બર્ડ એક વર્ષમાં 300 જેટલા ઈંડા આપે છે. 20 અઠવાડિયા બાદ મરઘી ઈંડા આપવાનું શરૂ કરે છે અને આખું વર્ષ ઈંડા આપે છે. 20 અઠવાડિયા બાદ તેમના ખાવા પીવા પાછળ રૂ. 3થી 4 લાખનો ખર્ચ થાય છે. જેથી 1500 મરઘીએ એક વર્ષમાં 290 ઈંડાની સરેરાશથી 4,35,000 ઈંડા આપી શકે છે. ખરાબ થયા બાદ પણ જો 4 લાખ ઈંડા બચી જાય. ત્યારે જથ્થાબંધ ભાવે 5-7 રૂપિયાનું એક ઈંડુ વેચાય છે. પરિણામે આખું વર્ષ ઈંડા વેચી સારી કમાણી કરી શકાય છે. સરકાર કરશે મદદ
મરઘાં ઉછેર ફાર્મના વ્યવસાયની લોન પર 25 ટકા જેટલી સબસીડી મળે છે. SC-ST વર્ગને પ્રોત્સાહન આપવા માટે સબસીડી 35 ટકા જેટલી હોઈ શકે છે. આ વ્યવસાયમાં અમુક રકમ તમારે પણ લગાવવી પડે છે, બાકીની રકમ માટે બેંકની લોન પણ મળી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર