Home /News /business /Business Idea: માત્ર રૂ. 25,000માં શરૂ કરો બિઝનેસ, દર મહિને થશે લાખો રૂપિયાની કમાણી

Business Idea: માત્ર રૂ. 25,000માં શરૂ કરો બિઝનેસ, દર મહિને થશે લાખો રૂપિયાની કમાણી

પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ તમારે રો મટીરિયલ લેવાનું રહેશે.

Poha manufacturing unit: પૌંઆ મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવવામાં રૂ. 2.43 લાખનો ખર્ચ થાય છે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમને 90 ટકા સુધી લોન મળી શકે છે. પૌંઆ મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવા માટે તમારે માત્ર રૂ. 25,000ની વ્યવસ્થા કરવાની રહેશે.

વધુ જુઓ ...
    જો તમે કોઈ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો અમે તમને ખૂબ જ શાનદાર આઈડિયા આપવા જઈ રહ્યા છીએ. તમે ખૂબ જ ઓછા રોકાણ સાથે આ બિઝનેસ શરૂ કરી શકો છો. આ એક એવો બિઝનેસ છે, જેના વગર લોકોનો સવારનો નાશ્તો અધૂરો રહે છે. અમે તમને પૌંઆ બનાવવાના યૂનિટ વિશે જાણકારી આપી રહ્યા છીએ. આ એક ખૂબ જ સારો બિઝનેસ છે. કોઈ પણ ઋતુ હોય લોકો પૌંઆ ખાવાનું ભૂલતા નથી.

    પૌંઆને પોષકતત્વથી ભરપૂર આહાર માનવામાં આવે છે. લોકો મોટાભાગે નાશ્તા તરીકે પૌંઆનું સેવન કરે છે, પૌંઆ સરળતાથી બનાવી શકાય છે અને પચવામાં પણ કોઈ મુશ્કેલી થતી નથી. આ કારણોસર ખૂબ જ ઝડપથી પૌંઆનું માર્કેટ વિસ્તરી રહ્યું છે. આ પરિસ્થિતિમાં તમે પૌંઆ મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવીને બિઝનેસ શરૂ કરી શકો છો.

    ખર્ચ

    ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશન (Khadi and Village Industries Commission, KVIC) ના એક પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર પૌંઆ મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવવામાં રૂ. 2.43 લાખનો ખર્ચ થાય છે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમને 90 ટકા સુધી લોન મળી શકે છે. પૌંઆ મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવા માટે તમારે માત્ર રૂ. 25,000ની વ્યવસ્થા કરવાની રહેશે.

    આ પણ વાંચો- 6 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યું સોનું, શું તમારે ખરીદવું જોઇએ?

    પૌંઆ મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે સામાનની જરૂરિયાત

    આ બિઝનેસ શરૂ કરવા માટે 500 વર્ગફૂટ જગ્યાની જરૂરિયાત રહેશે. એક પૌંઆ મશીન, ભટ્ઠી, પેકિંગ મશીન અને ડ્રમ સહિત નાના મોટા સામાનની જરૂરિયાત રહેશે. KVICના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ બિઝનેસની શરૂઆતમાં કાચો માલ લાવવાનો રહેશે, ત્યારબાદ ધીમે ધીમે આ જથ્થામાં વધારો કરવાનો રહેશે. જેનાથી તમને એક સારો અનુભવ મળશે અને બિઝનેસ પણ આગળ વધશે.

    લોન

    KVIC રિપોર્ટ અનુસાર, જો તમે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરો અને ગ્રામોદ્યોગ રોજગાર યોજના હેઠળ લોન માટે અરજી કરવામાં આવે તો 90 ટકા સુધી લોન મળી શકે છે. KVIC દ્વારા દર વર્ષે વિલેજ ઈન્ડસ્ટ્રીને પ્રમોટ કરવા માટે લોન આપવામાં આવે છે. તમે પણ આ યોજનાનો લાભ મેળવી શકો છો.

    આ પણ વાંચો- પેટ્રોલ 3 રૂપિયા સસ્તું થાય તેવી શક્યતા, જાણો તમારા શહેરનો ભાવ શું હશે

    કેટલી કમાણી થશે?

    પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ તમારે રો મટીરિયલ લેવાનું રહેશે, જેના પર રૂ. 6 લાખનો ખર્ચ થશે, ઉપરાંત તમારે રૂ. 50 હજારનો ખર્ચ કરવાનો રહેશે. આ પ્રકારે રોકાણ કરવાથી તમે 1,000 ક્વિન્ટલ પૌંઆનું ઉત્પાદન કરશો. ઉત્પાદન ખર્ચ રૂ. 8.60 લાખ થશે. તમે 1,000 ક્વિન્ટલ પૌંઆ રૂ. 10 લાખમાં વેચી શકો છો. જેથી તમને રૂ. 1.40 લાખની કમાણી થઈ શકે છે.
    First published:

    Tags: Business idea, Business investment, Business news, Business News રોજગાર

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन