Home /News /business /અહીં રોકાણ કરીને તમે બચાવી શકો છો 46,800 સુધીનો ટેક્સ, આ બેંકો આપી રહી છે 6.75 ટકા સુધી વ્યાજ

અહીં રોકાણ કરીને તમે બચાવી શકો છો 46,800 સુધીનો ટેક્સ, આ બેંકો આપી રહી છે 6.75 ટકા સુધી વ્યાજ

આમાં રોકાણ કરીને 45000 સુધીનો તમારો કપાત ટેક્સ બચાવો

Investment Plan: ટેક્સ સેવિંગ ફિસ્ક ડિપોઝિટમાં કરવામાં આવેલુ રોકાણ સુરક્ષિત તો હોય જ છે, સાથે જ તેના પર સારુ વળતર પણ મળે છે. ટેક્સ સેવિંગ એફડીનો લોકઈન સમયગાળો પાંચ વર્ષનો છે. જેનો અર્થ છે કે, આમાં લગાવવામાં આવેલા રૂપિયા તમે પાંચ વર્ષ સુધી નીકાળી શકશો નહિ

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ જો તમે જોખમ ઉઠાવ્યા વગર ગેરંટીવાળા વળતરની શોધમાં છો, તો તમે ટેક્સ સેવિંગ એફડીમાં રોકાણ કરી શકો છો. આ એફડીમાં તમે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરીને આવકવેરા અધિનિયમની કલમ 80c હેઠળ આવરવેરા કપાતનો દાવો કરી શકો છો. જો તમારી કુલ વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી વધારે છે, તો તમે આવરવેરા બચતને 46,800 સુધી વધારી શકો છો. ટેક્સ સેવિંગ એફડીનો લોકઈન સમયગાળો પાંચ વર્ષનો છે. જેનો અર્થ છે કે, આમાં લગાવવામાં આવેલા રૂપિયા તમે પાંચ વર્ષ સુધી નીકાળી શકશો નહિ.

    ટેક્સ સેવિંગ એફડીમાં સારુ વ્યાજ મળે છે


    લાઈવ મિન્ટની એક રિપોર્ટ અનુસાર, બેંક બજાર ડોટ કોમના સીઈઓ આદિત્ય શેટ્ટીનું કહેવું છે કે, ટેક્સ સેવિંગ FD માં રોકાણ કરવામાં આવેલા ફંડથી થનારી ટેક્સ બચત ટેક્સ બ્રેકેટના આધાર પર અલગ-અલગ હશે. 30 ટકા આવકવેરાના ક્ષેત્રમાં આવનારો વ્યક્તિ 46,800ના ટેક્સ કપાતનો દાવો કરી શકે છે. આ રીતે 20 ટકા આવકવેરો આપનારો વ્યક્તિ જો 150,000 રૂપિયા ટેક્સ સેવિંગ એફડીમાં રોકાણ કરે છે, તો તે દરેક વર્ષે 31,200 રૂપિયા ટેક્સ બચાવી શકે છો. ટેક્સ સેવિંગ એફડીમાં સારુ વ્યાજ મળે છે. આવો જાણીએ કે, મુખ્ય બેંકો કેટલુ વ્યાજ આપી રહી છે.

    આ પણ વાંચોઃ  માત્ર ત્રણ જ વર્ષમાં 10 લાખ કમાવવા શેમાં રોકાણ કરવું? જાણો કયો છે સૌથી સુરક્ષિત અને લાભદાયી વિકલ્પ

    કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે


    ઈન્ડસઈન્ડ બેંકઃ ટેક્સ સેવિંગ એફડી પર ઈન્ડસઈન્ડ બેંક હાલમાં 6.75 ટકા વ્યાજ આપી રહી છે. યસ બેંક પણ ટેક્સ સેવિંગ એફડીપર 6.75 ટકા વ્યાજ આપી રહી છે.

    ડીસીબી બેંકઃ ખાનગી ક્ષેત્રની બેંક જીસીવી પણ ટેક્સ સેવિંગ પર સારું વળતર આપી રહી છે. વર્તમાનમાં બેંક આ એફડી પર 6.60 ટકાના દરે વ્યાજ આપી રહી છે.

    આરબીએલ બેંકઃ આરબીએલ બેંક ટેક્સ સેવિંગ એફડી પર ગ્રાહકોને 6.55 ટકા વ્યાજ આપી રહી છે. આ રીતે આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં જો તમે ટેક્સ સેવિંગ એફડી કરાવો છો, તો તમને 6.50 ટકા વ્યાજ મળશે.

    આ પણ વાંચોઃ એક્સપર્ટ વિનય રાજાણીએ કહ્યું - 'ભારતીય માર્કેટ અંગે બહુ ચિંતા કરવાની જરુર નથી, દુનિયામાં સૌથી વધુ સ્ટ્રોન્ગ' 

    ઈન્ડિયન ઓવરસીઝ બેંકઃ જાહેર ક્ષેત્રની ઈન્ડિયન ઓવરસીઝ બેંક, યૂનિયન બેંકમાં જો તમે ટેક્સ સેવિંગ ફિક્સ ડિપોઝિટ કરાવો છો તો તમને 5.75 ટકાના દરે વ્યાજ મળશે.

    કેનરા બેંકઃ કેનરા બેંક તેના ગ્રાહકોને ટેક્સ સેવિંગ એફડી પર 5.75 ટકાના દરથી વ્યાજ આપી રહી છે. પંજાબ નેશનલ બેંક પણ ટેક્સ સેવિંગ એફડી પર 5.75 ટકા વ્યાજ આપી રહી છે.

    યૂનિયન બેંકઃ સાર્વજનિક ક્ષેત્રની મુખ્ય બેંક, યૂનિયન બેંકમાં જો તમે ટેક્સ સેવિંગ ફિક્સ ડિપોઝિટ કરાવો છો તો, તમને 5,75 ટકાના દરે વ્યાજ મળશે. આ જ રીતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને ટેક્સ સેવિંગ એફડી પર 5.65 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.



    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Fixed Deposit, Interest rates, Tax Savings

    विज्ञापन
    विज्ञापन