નવી દિલ્હીઃ આજકાલ ક્લીન ફૂડ (Clean food) તરફ લોકોનો ઝુકાવ વધી રહ્યો છે. લોકો એવા ઉત્પાદનોનું સેવન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં કેમિકલ ઉત્પાદનોનો ઉપયોગ ઓછો કરવામાં આવ્યો હોય. ત્યારે ખેતીમાં રાસાયણિક ખાતરને બદલે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરીને પાક ઉગાડવામાં આવે તો લોકો તેને હાથવગી કરી લેશે. આપણો આજનો વિચાર પણ ખેતી અને જૈવિક ખાતર (Organic Fertilizer) સાથે સંબંધિત છે.
ઘણીવાર લોકો કેળાની ડાળીને નકામી માને છે અને તેને કાપીને ફેંકી દે છે. પરંતુ જો કેળાની આ દાંડી તમારી આવકનો સ્ત્રોત બની જાય તો? ઉલ્લેખનીય છે કે, તમે કેળાના દાંડીમાંથી જૈવિક ખાતર બનાવી શકો છો. જેને માર્કેટમાં વેચીને સારો નફો મેળવી શકાય છે. કેળાનો પાક ઉગાડતા ખેડૂતો સામાન્ય રીતે તેના ડાળાને ફેંકી દે છે, જે પર્યાવરણ અને જમીન બંને પર પ્રતિકૂળ અસર કરે છે. આનાથી જમીનની ફળદ્રુપતા ઓછી થાય છે. પરંતુ આ દાંડીને ઓર્ગેનિક ખાતરમાં ફેરવવાથી તમને નફો મળી શકે છે.
કેવી રીતે બનાવવું ખાતર?
સૌ પ્રથમ તમારે એક ખાડો ખોદવો પડશે, જેમાં કેળાની દાંડી નાંખો. ત્યાર બાદ ડાળની સાથે ખાડામાં ગાયનું છાણ અને નીંદણ નાખવામાં આવે છે. આ સાથે ડીકમ્પોઝરનો પણ છંટકાવ કરવામાં આવે છે. આ દાંડી અને અન્ય સામગ્રી ઓર્ગેનિક ખાતરમાં વિઘટિત થાય છે.
જેનો ઉપયોગ ખેડૂતો તેમના ખેતરોમાં સારો પાક ઉગાડવા માટે કરી શકે છે. તમે તેને બજારમાં લઈને વેચી શકો છો અને મોટો નફો કમાઈ શકો છો. આજકાલ સરકાર રાસાયણિક ખાતરોની જગ્યાએ જૈવિક ખાતરના ઉપયોગને પણ પ્રોત્સાહન આપી રહી છે. ઓર્ગેનિક ખાતર બનાવવામાં બહુ ખર્ચ થતો નથી. તેથી, તેમાંથી કમાણી અને ચોખ્ખો નફો લગભગ સમાન હોઈ શકે છે.
સરકાર ઓર્ગેનિક ખાતર માટે જાગૃત કરી રહી છે
કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકોને ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. ખેડૂતોને તેના ફાયદાઓ વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ અંગે ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવે છે. જૈવિક ખાતરના ઉપયોગથી જમીનની ફળદ્રુપ શક્તિ તો જળવાઈ રહે છે, સાથે કેમિકલ મુક્ત શાકભાજી અને અનાજ મેળવીને લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર