આ ફંડમાં 9 જુલાઈ સુધી લગાવી શકો છો પૈસા, માત્ર 5000 લગાવીને બનો લખપતિ

પ્રતિકાત્મક તસવીર

આ ફંડ હાઉસે અત્યાર સુધીમાં રોકાણકારો માટે બજારમાં 12 મુખ્ય પ્રવાહના રોકાણ ઉત્પાદનો લોન્ચ કર્યા છે. એએમસીને એક મોટા નાણાકીય સમૂહનું સમર્થન મળેલું છે.

  • Share this:
નવી દિલ્હી : રોકાણની યોજના બનાવતા લોકો માટે એક સારો પ્લાન લોન્ચ થયો છે. જેમાં તમે ઓછા રોકાણમાં મોટો નફો રળી શકો છો. આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે એપ્રિલ 2019માં તેનું પરિચાલન શરુ કર્યું હતું. આ ફંડ હાઉસે અત્યાર સુધીમાં રોકાણકારો માટે બજારમાં 12 મુખ્ય પ્રવાહના રોકાણ ઉત્પાદનો લોન્ચ કર્યા છે. એએમસીને એક મોટા નાણાકીય સમૂહનું સમર્થન મળેલું છે. તેના રોકાણકારોને સરળ રોકાણના લાંબા ગાળાના અનુભવ આપવા માટે જૂથે ટૂંકા ગાળામાં સુનિશ્ચિત કર્યું છે કે એએમસીમાં ઓપરેટિંગ સિસ્ટમ્સ, લોકો, પ્રક્રિયાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારી રીતે સ્થાપિત હોય.

9 જુલાઈ સુધી કરી શકાશે રોકાણ

આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ એનએફઓ શરૂ કરી રહ્યું છે. આઇટીઆઈ ડાયનેમિક બોન્ડ ફંડ લોન્ચ કરી રહ્યું છે અને એનએફઓ 25 જૂને ખુલીને 9 જુલાઈ 2021ના ​​રોજ બંધ થશે. લઘુત્તમ એપ્લિકેશન રકમ 5000 રૂપિયા છે અને ત્યાર બાદ 1 રૂપિયાનો ગુણક છે. બોન્ડ ફંડનું બેંચમાર્ક ઇન્ડેક્સ ક્રિસિલ ડાયનેમિક ડેટ ઇન્ડેક્સ છે.

જાણો ફંડનો ઉદ્દેશ્ય

ફંડનો ઉદ્દેશ પોર્ટફોલિયોના સક્રિય સંચાલન દ્વારા ઊંચું રિટર્ન આપવાનો છે. જેમાં ડેબિટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો સમાવેશ થાય છે. આ ફંડ એક એવી રણનીતિ અપનાવશે, જે રોકાણકારોને સંપત્તિ ફાળવણી અને સક્રિય કાર્યકાળના સંચાલન દ્વારા ગતિશીલ ફંડના સંચાલન માટેના ફાયદા આપી શકાય.

આ પણ વાંચો - કઈ રીતે પક્ષીઓ દિશા શોધી શકે છે, પક્ષી Earth Magnetic Fieldનો ઉપયોગ કેવી રીતે કરે છે

શું કહેવું છે જાણકારોનું

નવા NFOના લોન્ચ પર આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડના મુખ્ય કાર્યકારી અધિકારી અને મુખ્ય રોકાણ અધિકારી જ્યોર્જ હેબર જોસેફે કહ્યું કે, તેઓ પોતાની યોજનાઓ અને ફંડના માધ્યમથી રોકાણકારોને એક રોકાણનો સારો અનુભવ આપવા માંગીએ છીએ. આઈટીઆઈ ડાયનેમિક બોન્ડ ફંડ સાથે અમે એવા રોકાણકારોની જરૂરત પૂરી કરવા માંગીએ છીએ, જે એક એલ સીઝન પ્રોડક્ટની શોધમાં છે અને જેનો ઉદ્દેશ્ય ડેબિટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરીને સ્થિર રિટર્ન મેળવવાનો છે. તેમણે જણાવ્યું કે, સમગ્ર ભારતમાં અમારા પાર્ટનરો સાથે અમારા પારદર્શી સંચાર અને લગાવે બજારમાં પોતાને સ્થાપિત કરવાની મદદ કરી છે.

આ પણ વાંચો - ગુજરાતમાં લગાવો ઇ-ચાર્જિંગ સ્ટેશન, થશે શાનદાર કમાણી, સરકાર આપી રહી 10 લાખ રૂપિયાની સબસિડી, જાણો બધુ જ

12 યોજનાઓ શરુ કરી ચૂક્યું છે આ ફંડ

આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ અત્યાર સુધીમાં 12 યોજનાઓ શરુ કરી ચૂક્યું છે. આ યોજનાઓમાં આઈટીઆઈ મલ્ટી કેપ ફંડ, આઈટીઆઈ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ(ઇએલએસએસ- ટેક્સ સેવિંગ ફંડ), આઈટીઆઈ ઓર્બિટ્રેઝ ફંડ, આઈટીઆઈ લિક્વિડ ફંડ, આઈટીઆઈ ઓવરનાઇટ ફંડ, આઈટીઆઈ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ, આઈટીઆઈ સ્મોલ કેપ ફંડ, આઈટીઆઈ બેંકિંગ અને પીએસયુ ડેબિટ ફંડ, આઈટીઆઈ લાર્જ કેપ ફંડ, આઈટીઆઈ મિડ કેપ ફંડ, આઈટીઆઈ અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ અને આઈટીઆઈ વેલ્યુ ફંડ શામેલ છે. આઈટીઆઈ ડાયનેમિક બોન્ડ ફંડ 13મો NFO છે, જેને ફંડ હાઉસ લોન્ચ કરી રહ્યું છે. ફંડ હાઉસના છેલ્લા NFOને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
Published by:kiran mehta
First published: