દર મહિને મેળવો 60 હજાર રુપિયાનું પેન્શન, આ છે સ્કીમ

18 થી 60 વર્ષની ઉમર વચ્ચે કોઈપણ નેશનલ પેન્શન સિસ્ટમ સાથે જોડાઇ શકે છે.

ખૂબ નાની ઉમરે રોકાણ કરવાનો મોટો ફાયદો હોય છે. આ માટે, તમારે એવી યોજના પસંદ કરવી જોઈએ, જે આગામી દિવસોમાં તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવી શકે.

 • Share this:
  ખૂબ નાની ઉમરે રોકાણ કરવાનો મોટા ફાયદો હોય છે. આ માટે, તમારે એવી યોજના પસંદ કરવી જોઈએ, જે આગામી દિવસોમાં તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવી શકે. આવી સ્થિતિમાં, સરકાર દ્વારા સંચાલિત નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તમારે મહિનામાં વધારે રોકાણ કરવાની પણ જરૂર નથી. આમાં, તમે દર મહિને ફક્ત 5000 રૂપિયા રોકાણ કરીને નિવૃત્તિ પછી મહિને 60,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. સાથે તમને 23 લાખ રૂપિયા પણ મળશે.

  કોણ લઈ શકે છે NPSનો લાભ

  18 થી 60 વર્ષની ઉમર વચ્ચે કોઈપણ વેતનકર્તા નેશનલ પેન્શન સિસ્ટમ સાથે જોડાઇ શકે છે. આ પહેલા તે ફક્ત સરકારી કર્મચારીઓ માટે જ હતી, પરંતુ 2009 થી ખાનગી ક્ષેત્રમાં નોકરી કરવા માટે આ યોજના ખોલી દેવામાં આવી છે.

  આ પણ વાંચો: RBIની મોટી જાહેરાત! RTGS અને NEFTથી પૈસા ટ્રાન્સફર કરવા પર ચાર્જ હટાવ્યો

  કોણ સંભાળે છે રોકાણની જવાબદારી

  નેશનલ પેન્શન સિસ્ટમમાં જમા કરેલા પૈસા પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી(PFRDA)) દ્વારા રજિસ્ટર્ડ પેન્શન ફંડ મેનેજરોને આપવામાં આવે છે. આ ફંડ મેનેજર્સ તમારા પૈસાની ઇક્વિટીઝ, સરકારી સિક્યોરિટીઝ અને નોન-સરકારી સિક્યોરિટીઝ ઉપરાંત ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે. સબ્સ્ક્રાઇબર્સ આમાંથી પસંદ કરી અથવા તેમાં ફેરફાર કરી શકે છે.  કેવી રીતે મળશે 60 હજારનું મહિનાનું પેન્શન

  જો તમે યોજનામાં 25 વર્ષની ઉંમરે જોડાઓ છો તો 60 વર્ષની વયે 35 વર્ષ સુધી તમારે દર મહિને 5000 રુપિયા જમા કરાવવા પડશે. તમારા દ્વારા કરવામાં આવેલું રોકાણ 21 લાખ રુપિયા હશે, NPSમાં કુલ રોકાણ પર જો રોકાણ 8 ટકા છે તો કુલ ભંડોળ 1.15 કરોડ હશે. આમાંથી 80 ટકા રકમ એન્યુટી ખરીદે છે તો તે રકમ 93 લાખ રુપિયા હશે. લમ્પ સમ મૂલ્ય પણ 23 લાખ રુપિયા હશે. વાર્ષિક રકમ 8 ટકા હોય તો 60ની ઉમર બાદ દર મહિને 61 હજાર રુપિયાનું પેન્શન મળશે, સાથે જ અલગથી 23 લાખ રુપિયાનો ફંડ પણ મળશે.

  કેવી રીતે ખોલવું એકાઉન્ટ

  સરકારની NPS યોજના માટે સરકારી અને ખાનગી બેન્કોના પોઈન્ટ ઓફ પ્રેઝન્સ બનાવ્યાં છે. તમે કોઇપણ નજીકની બેંક બ્રાન્ચમાં જઇને એકાઉન્ટ ખોલી શકો છો. તેના માટે તમારે બર્થ પ્રમાણપત્ર, 10 મા ની ડિગ્રી, એડ્રેસ પ્રુફ અને આઇ કાર્ડની જરુર હોય છે. નોંધણી ફોર્મ બેંક પાસેથી મળે છે.

  2 પ્રકારના હોય છે એકાઉન્ટ્સ

  યોજના હેઠળ બે પ્રકારના ટિયર -I અને ટિયર-II એકાઉન્ટ્સ હોય છે. જ્યારે ટિયર I એકાઉન્ટ ખોલવું જરુરી છે. જ્યારે ટિયર II એકાઉન્ટ કોઇપણ ટિયર I એકાઉન્ટ ખોલનારા શરુ કરી શકે શકે છે. એકાઉન્ટથી 60 વર્ષની ઉમરે પહેલા સંપૂર્ણ ફંડ નીકળી શકતુ નથી. જ્યારે ટિયર I એકાઉન્ટમાં ઇચ્છા પ્રમાણે રોકાણ કરી શકો છો અથવા ફંડ નીકાળી શકો છો.
  Published by:Bhoomi Koyani
  First published: