Home /News /business /કોઈપણ બેંકમાં એકાઉન્ટ હોય તો આ રીતે ફ્રીમાં રુ.2 લાખ સુધીનો ફાયદો મળી શકે, બસ આટલું કામ કરવાનું

કોઈપણ બેંકમાં એકાઉન્ટ હોય તો આ રીતે ફ્રીમાં રુ.2 લાખ સુધીનો ફાયદો મળી શકે, બસ આટલું કામ કરવાનું

જો તમારું પણ આ પ્રકારનું બેંક એકાઉન્ટ છે તો મફતમાં મળતો આ લાભ લેવાનું ચૂકવા જેવું નથી.

How to Get rs. 2 Lakh benefits: જો તમારું પણ કોઈ બેંકમાં એકાઉન્ટ છે તો તમને આ રીતે ફ્રીમાં રુ. 2 લાખ સુધીનો ફાયદો મળી શકે છે. આ ફાયદો મેળવવા તમારે બસ આટલું કામ કરવું પડશે. જોકે મોટાભાગના બેંકના ગ્રાહકોને આ વાતની ખબર જ નથી હોતી.

નવી દિલ્હીઃ જો તમારું પણ કોઈ બેંકમાં એકાઉન્ટ છે અને તમે પણ ફ્રીમાં 2 લાખ રુપિયા સુધીનો ફાયદો લેવા માગો છો તો આટલું જાણી લેવું ખૂબ જ જરુરી છે. ચોંકી જતા નહીં ખરેખર તમને આ રુ. 2 લાખ સુધીની સુવિધા ફ્રીમાં મળતી હોય છે, પરંતુ મોટાભાગના બેંકના ગ્રાહકોને આ સુવિધા અંગે જાણ હોતી નથી. તમને જણાવી દઈએ કે બેંકની તરફથી જનધન એકાઉન્ટ ધરાવતા ગ્રાહકોને આ સુવિધા આપવામાં આવે છે. બેંકો ગ્રાહકોને 2 લાખ રુપિયા સુધીના એક્સિડેન્શિયલ ઈન્શ્યોરન્સ કવરની સુવિધા આપે છે. તો ચાલો જાણીએ બેંકની આ યોજના વિશે તમામ માહિતી.

આ પણ વાંચોઃ Paytm, Nykaa, PB Fintech માં રોકાણ કરવા માંગો છો તો થઈ જાઓ સચેત, મોટાપાયે ગબડી શકે છે શેર

તમને જણાવી દઈએ કે બેંક પોતાના જન ધન ખાતાધારકોને 2 લાખ રૂપિયા સુધીનો લાભ આપી રહી છે. આ યોજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ફાયદાકારક રીતે નાણાકીય સેવાઓ, બેંકિંગ સેવિંગ અને ડિપોઝિટ ખાતા, ક્રેડિટ, વીમા, પેન્શનની સુલભતા સુનિશ્ચિત કરે છે.

આ પણ વાંચોઃ જાપાનની કરન્સીની વેલ્યુ ઘટતાં આ શેરમાં આગામી 3 મહિનામાં તગડી કમાણીની શક્યતા

જન ધન ખાતાના લાભો-



  • 6 મહિના બાદ ઓવરડ્રાફ્ટની સુવિધા

  • 2 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવચ

  • રૂ. 30,000 સુધીનો જીવન વીમો, જે પાત્રતાની શરતોની પરિપૂર્ણતાને આધીન લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ છે.

  • ડિપોઝિટ પર વ્યાજ મળે છે.

  • ખાતા સાથે ફ્રી મોબાઈલ બેંકિંગની સુવિધા પણ આપવામાં આવે છે.

  • જન ધન ખાતું ખોલનારને રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે, જેમાંથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા ખરીદી કરી શકે છે.

  • જન ધન ખાતા દ્વારા વીમા, પેન્શન ઉત્પાદનો ખરીદવા સરળ છે.

  • જો જન ધન ખાતું હશે તો પીએમ કિસાન અને શ્રમયોગી માનધન જેવી યોજનાઓમાં પેન્શન માટે ખાતું ખુલી જશે.

  •  દેશભરમાં મની ટ્રાન્સફરની સુવિધા

  • સરકારી યોજનાઓના લાભના રુપિયા સીધા જ ખાતામાં આવે છે.


આ પણ વાંચોઃ આ 'ખર્ચ વગરની ખેતી' કરીને માલામાલ થઈ રહ્યા છે ગુજરાતના કેટલાક ખેડૂતો, તમે પણ અજમાવો

આ રીતે ખાતું ખોલો


જો તમે નવું જન ધન ખાતું ખોલાવવા માંગો છો તો, તમે નજીકની બેંકમાં જઈને આ કામ સરળતાથી કરી શકો છો. આ માટે તમારે બેંકમાં એક ફોર્મ ભરવાનું રહેશે. તેમાં નામ, મોબાઈલ નંબર, બેંક શાખાનું નામ, અરજદારનું સરનામું, નોમિની, વ્યવસાય/રોજગાર અને વાર્ષિક આવક અને આશ્રિતોની સંખ્યા, એસએસએ કોડ અથવા વોર્ડ નંબર, ગામ કોડ અથવા ટાઉન કોડ વગેરે આપવાનું રહેશે.


ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પણ છે


આ ઉપરાંત તમારા સામાન્ય સેવિંગ્સ એકાઉન્ટને (Transfer Savings Account to Jan Dhan Account) જન ધન યોજના ખાતામાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પણ છે. જેમની પાસે Jan Dhan Accouts છે, તેઓ બેંકમાંથી RuPay PMJDY કાર્ડ મળે છે. 28 ઓગસ્ટ 2018 સુધી ખોલવામાં આવેલા જન ધન ખાતાઓ પર જારી કરાયેલા RuPay PMJDY કાર્ડ માટે વીમાની રકમ 1 લાખ રૂપિયા હશે. 28 ઓગસ્ટ, 2018 પછી જારી કરાયેલા RuPay કાર્ડ પર મફતમાં રૂ. 2 લાખ સુધીના અકસ્માત કવરનો લાભ મળશે. જો તમારે પણ આ લાભ ઉઠાવવો હોય તો માહિતી સ્ટોર કરીને રાખો. તેમજ જો જન ધન એકાઉન્ટ ન હોય તો આ રીતે એપ્લાય કરો.
First published:

Tags: Business news, Earn money, Jan Dhan Account, Personal finance

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો