Home /News /business /

PM Kisan: આપના ખાતામાં પણ આવશે 4000 રૂપિયા, આજે કરો આટલું કામ, જાણી લો શું છે પ્રોસેસ

PM Kisan: આપના ખાતામાં પણ આવશે 4000 રૂપિયા, આજે કરો આટલું કામ, જાણી લો શું છે પ્રોસેસ

PM Kisan: ખેડૂતો માટે 4000 રૂપિયા મેળવવાનો આજે અંતિમ દિવસ, ભૂલ્યા વગર ફટાફટ કરો આ કામ

PM Kisan: ખેડૂતો માટે 4000 રૂપિયા મેળવવાનો આજે અંતિમ દિવસ, ભૂલ્યા વગર ફટાફટ કરો આ કામ

નવી દિલ્હી. ખેડૂતો (Farmers) પાસે 4000 રૂપિયા મેળવવાની આજે છેલ્લી તક છે. મોદી સરકાર (Modi Government) દ્વારા નાના અને સીમાંત ખેડૂતો માટે શરુ કરવામાં આવેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme)નો આઠમો હપ્તો હજી સુધી ખેડૂતોને નથી મળ્યો. ત્યારે તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો, તો આજે જ રજીસ્ટ્રેશન કરાવી લો. જો તમે 30 જૂન પહેલા રજીસ્ટ્રેશન કરાવો છો, તો તમારા ખાતામાં પીએમ કિસાન યોજના (PM Kisan Scheme) અંતર્ગત પૈસા જમા કરવામાં આવશે.

કેવી રીતે મળશે 4000 રૂપિયાનો ફાયદો?

ઘણા એવા ખેડૂતો છે, જેને 2000 રૂપિયાની આ રકમ નથી મળી, કારણ કે તેમણે આ યોજનામાં રજીસ્ટ્રેશન નહોતું કરાવ્યું. જોકે, રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતો પાસે હજી આજના દિવસ માટે તક છે, એટલે કે રજીસ્ટ્રેશન માટે 30 જૂન છેલ્લી તારીખ છે. જો તેને મંજૂરી મળી જશે, તો એપ્રિલ-જુલાઈવાળો હપ્તો તમને જુલાઈમાં મળી જશે અને ઓગસ્ટનો નવો હપ્તો પણ તમને બેન્ક અકાઉન્ટમાં મળી જશે. એટલે કે તમને બે હપ્તાનો લાભ મળી જશે.

આ પણ વાંચો, પાકિસ્તાનની સિક્રેટ મિની સબમરીનની જોવા મળી પહેલી તસવીર, ભારત માટે છે મોટો ખતરો

કેવી રીતે કરી શકો છો રજીસ્ટ્રેશન?

1. રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ pmkisan.gov.in વેબસાઈટ પર જાઓ.
2. Farmers Corner ઓપ્શન પર ક્લિક કરો.
3. હવે New Farmer Registration પર ક્લિક કરો.
4. હવે નવી ટેબ ઓપન થશે, જેમાં આધાર નંબર અને કેપ્ચા કોડ ભરો.
5. હવે તમે પોતાની જાણકારી અને જમીનની વિગતો ભરો.
6. બધી જ જાણકારી ભરીને સબમિટ પર ક્લિક કરી દો.

આ પણ વાંચો, Tata Tiagoનું નવું વેરિયન્ટ લૉન્ચ થયું, જાણો શું છે કિંમત અને લેટેસ્ટ ફીચર્સ

જાણો, કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂરત

તમારા પાસે આ માટે ખેતીની જમીનના કાગળિયા હોવા જરૂરી છે. સાથે જ આધાર કાર્ડ, અપડેટેડ બેન્ક એકાઉન્ટ, એડ્રેસ પ્રુફ, જમીન સંબંધિત જાણકારી અને પાસપોર્ટ સાઈઝ ફોટોની જરૂર પડશે.
First published:

Tags: Business news, PM Kisan Samman Nidhi Scheme, PM Kisan Scheme, ખેડૂતો, ભારત, મોદી સરકાર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन