Home /News /business /આ રીતે 'ગોલ સેટ' કરીને રોકાણ કરશો તો લક્ઝરી બંગલો અને કાર ખરીદવા સહેલા થઈ જશે

આ રીતે 'ગોલ સેટ' કરીને રોકાણ કરશો તો લક્ઝરી બંગલો અને કાર ખરીદવા સહેલા થઈ જશે

મોંઘો બંગલો લેવો હોય કે મોંઘી કાર કે પછી વિદેશમાં વેકેશન આ રીતે રુપિયાનું પ્લાનિંગ કરશો તો સપના ચોક્કસ પૂરા થશે.

Goal Based Investment: જો તમે ગોલ આધારીત નાણાકીય રોકાણ કરવાનું શરું કરો છો તો તમારી ઈચ્છાઓ અને ઉધાર બંનેના સ્ટ્રેસથી મુક્ત થઈને લક્ઝુરિયસ જીવન જીવવું સહેલું બની જશે. પછી તમે માર્કી EV કાર ખરીદવા માગતા હોવ કે પછી આઈલેન્ડમાં વેકેશન ગાળવા માગતા હોવ કે પછી કોઈ સપનાનો લક્ઝુરિયસ બંગલો ખરીદવા માગતા હોવ આ રીતે ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરીને રોકાણ કરશો તો ધીરે ધીરે બધા જ તમારા સપના પૂરા થતા દેખાશે.

વધુ જુઓ ...
મુંબઈઃ તમારી પાસે ખૂબ જ સુંદર ઘર છે અને પ્રેમાળ પરિવાર છે, તમારી નોકરી અથવા તો વેપાર પણ ખૂબ જ સારી રીતે ચાલે છે એટલે બધું જ પરપેક્ટ છે છતાં પણ સતત કંઈક ખૂંટતું હોય તેવું લાગે છે જે તમારા મનને કોરી ખાય છે. જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તેમ અનુભવો છો કે યોગ્ય ફાઈનાન્સિયલ પ્લાનિંગ વગર તમારી લક્ઝુરિયસ લાઈફ જીવવાની ઈચ્છાઓ અધૂરી છૂટી રહી છે. તમારી વધતી ઉંમર સાથે તમારી કેપેસિટી પણ ઘટી રહી છે જે તમારા ખર્ચા ઉઠાવવા સાથે લક્ઝુરિયસ લાઈફના સપના પણ પૂરા કરે.

મહત્વનું છે કે હકીકતમાં કોઈ આવું જીવન જીવવા માગતું નથી કે જેમાં પાછળથી અફસોસ થાય, મે પૂરતું પ્લાનિંગ કર્યું હોત તો અત્યારે વાંધો ન આવત, પરંતુ અમે તમને જણાવી દઈએ કે થોડું સમજી વિચારીને કરેલું નાનકડું ફાઈનાન્સિયલ પ્લાનિંગ પણ તમને આગળ જતા સ્ટ્રેસ ફ્રી ખુશાલ જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે. અહીં કેટલીક એવી ટિપ્સ છે જેને રિયલ લાઈફમાં લોકોએ અમલમાં મૂકી છે અને પોતાના સપના પૂરા કર્યા છે. આ ફાઈનાન્સિયલ પ્લાનિંગ દ્વારા તમે તમારા મોટા લક્ઝુરિયસ સપના પૂરા કરી શકો છો.

ધીરજનું ફળ મીઠુંઃ અમદાવાદની આ કંપનીના શેરમાં ફક્ત પાંચ વર્ષમાં રુ.1 લાખના રુ.46 લાખ થયા

ગોલ બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ એટલે શું?

ગોલ બેઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ એટલે એક નિશ્ચિત લક્ષ્ય સાથે કરવામાં આવતું રોકાણ. આ વાતને આપણે એ રીતે સમજીએ કે જ્યારે તમારે કોઈ વેકેશન પ્લાન કરવું હોય ત્યારે સૌથી પહેલા શું કરો છો? તમે પહેલા ટિકિટ બુક કરો છો કે પહેલા ક્યાં કેવી રીતે અને કેટલા દિવસ ફરશો, તમારા આવવા જવાનો સમય સહિતનો પ્લાન તૈયાર કરો છો? કે પછી પહેલા જ પેકિંગ કરી લો છો? જોકે હકીકત એ છે કે આ બધું જ તમે ધીરે ધીરે તબક્કાવાર કરો છો પરંતુ સૌથી પહેલા તમારે વેકેશન માટે ક્યાં જવું છે તે ડેસ્ટિનેશન એટલે કે જગ્યા પસંદ કરો છો.

તેવી જ વાત રોકાણ માટે પણ છે. સૌથી પહેલા તમારે તમારા રુપિયા માટે એક ગોલ નક્કી કરવો પડે છે કે કઈ વાત માટે તમારે રુપિયા સેવ કરવા છે અને જોઈએ છે. કોઈ નિશ્ચિત ગોલ વગર રુપિયાનું રોકાણ કરવું એટલે એક પ્રકારનો જુગાર રમવા બરાબર છે. જે લાંબાગાળા માટે નહીં ચાલે અને જ્યારે પણ તમને કોઈ ઈમર્જન્સી જેવી જરુરિયાત જણાશે ત્યારે તમે નિશ્ચિત ધ્યેય વગરના રોકાણને અટકાવી દેશો જેનાથી તમારા વળતર પર અસર પડશે. તેથી ગોલ સાથે રોકાણની શરુઆત કરો પછી તે ધ્યેય નાનું હોય કે મોટું તેનાથી કોઈ ફરક પડતો નથી.

LICમાં આ ખાસ પ્લાનમાં કરો રુ.1 લાખનું રોકાણ અને એક સાથે રુ.20 લાખ મળવાની છે ગેરંટી!

શા માટે તમારે રોકાણ કરતા પહેલા ગોલ નક્કી કરવો જોઈએ?

જો તમે ગોલ નક્કી કરીને રોકાણ કરો છો તો તમારી ઈચ્છા દિવસે દિવસે વધુ મજબૂત થતી જાય છે. પરંતુ તમે ધ્યેય વગરના ફાઈનાન્સિયલ પ્લાનિંગ સાથે તેને કઈ રીતે પૂરી કરશો? અહીં કેટલાક ઉદાહરણ છે જેથી તમને સમજાશે કે શા માટે ગોલ બેઝ્ડ રોકાણ કરવું જોઈએ.

તમને શું જોઈએ છે તે ખબર હોય તો રોકાણ સમજી વિચારીને કરશો

ગોલ બેઝ્ડ ફાઈનાન્સિયલ પ્લાનિંગ તમે તમારા ધ્યેય માટે એક સ્પષ્ટ ઈમેજને ધ્યાને રાખીને ચિત્ર દર્શાવે છે. જેમ કે જો આજે તમે વિદેશ પ્રવાસના તમારા સપનાને પડતા મૂકીને પોતાનું ઘર ખરીદવા માટે રોકાણ કરી રહ્યા છો તો તમને વેકેશન ન મનાવવાનો અફસોસ નહીં રહે અને તમે અનુભવશો કે તમે સાચા રસ્તે છો. જે સાથે તમે એક ફોકસથી રોકાણ કરશો અને તમારામાં રોકાણ માટેની એક શિસ્તતા આવશે. જે તમને એક પ્રબુદ્ધ રોકાણકાર બનાવશે. તમને એ વાતની ખબર પડશે કે ક્યારે અને કેટલા રુપિયા તમારા ધ્યેય માટે જરુર પડશે તેથી તમે એ પ્રકારે રોકાણ કરશો.

1 સપ્ટેમ્બરથી બદલાઇ રહ્યા છે બેંકિંગને લગતા આ નિયમો, તમારા ખિસ્સા પર વધશે ભારણ

સાહસ ખેડવાની વૃત્તિ અને વળતર માટેની ભૂખ ઉઘડશે

હવે રોકાણ કરવું જ પૂરતું નથી, જો મોંઘવારીનો દર તમારા રોકાણ પર મળતા વળતર કરતા વધારે હોય તો પછી તમે ક્યારેય રોકાણ માટે રુપિયા બચાવી શકશો નહીં. તેથી તમારે એવી યોગ્ય જગ્યાએ રુપિયા રોકવા પડશે જ્યાં થોડા વર્ષોમાં તમારી મૂડી ડબલ થાય. રોકાણનો બેઝિક કોન્સેપ્ટ પણ એજ છે કે થોડા વર્ષોમાં મૂડી ડબલ અથવા હોય તેના કરતા અનેકગણી થવી જોઈએ. તમે આ માટે SIP, ULIP, જીવન વીમા પોલિસી જેવા જુદા જુદા ઓપ્શનમાં રોકાણ કરશો. જે તમારી વળતરની જરુરિયાત પર નિર્ભર કરે છે. તમે આ કોઈ એક સાધનની જગ્યાએ તમારા રુપિયા થોડા થોડા કરીને આ તમામ સાધનમાં પણ મૂકી શકો છો.

આર્થિક રીતે સુરક્ષિત

ગોલ બેઝ્ડ રોકાણ કરીને તમે પોતાની જાતને ઉધાર અને ઈચ્છાઓના વિષચક્રમાંથી મુક્ત કરી શકો છો અને આર્થિક રીતે પગભર મુક્ત જીવન જીવી શકો છો. જ્યારે તમારું ગોલ કાર હોય કે ઘર કે વિદેશમાં વેકેશન, તમે ડેસ્ટિનેશન વેડિંગ, બાળકોના અભ્યાસ અને બીજા પણ અનેક સપના પૂરાં કરવા માટે તમારે લોન કે ઉધાર લેવા પડે છે જે યોગ્ય પ્લાનિંગ સાથે રોકાણ કરવાથી લેવા નથી પડતા જેના કારણે તમે વ્યાજ ચૂકવવાના ચક્કરથી મુક્ત રહીને પોતાના સપના પૂરા કરી તેનો આનંદ માણી શકો છો.

આ બિઝનેસ શરૂ કરવા સરકાર આપશે 75 ટકાની લોન, મહિને કરી શકશો રૂ. 75 હજારની બંપર કમાણી

તમારા ગોલ માટે બેબી સ્ટેપ ઉઠાવો

ગોલ બેઝ્ડ રોકાણ કરવા માટે પહેલા તો તમારે ગોલ નક્કી કરવાનું પગલું ભરવું પડશે. જોકે આ ગોલ કેવો હોવો જોઈએ એ સમજી લેવું પણ મહત્વનું છે. તમારો ગોલ SMART એટલે કે — Specific (ચોક્કસ), Measurable (કેટલા સમયમાં મેળવી શકાય તેવો), Attainable (વાસ્તવવાદી), Relevant (સંબંધિત), and Time-bound (સમય મર્યાદિત) હોવો જોઈએ. એકવાર તમારો ગોલ નક્કી થઈ જાય એટલે તમે તેને આગળ ટૂંકાગાળા, મધ્યમગાળા અને લાંબાગાળામાં અલગ અલગ પૃથ્થકરણ કરી શકો છો.

જોકે આટલાથી પૂરું થતું નથી તમારો ગોલ નક્કી થયા પછી ભવિષ્યની મોંઘવારીનો અંદાજ રાખીને તેને પૂર્ણ કરવા માટે તમારે કેટલી મૂડીની જરુર પડશે તેના આધારે રોકાણ પ્લાન બનાવો. આ રીતે તમે ટેન્શન ફ્રી લાઈફ જીવી શકશો.

(આ લેખ અમારા સહયોગી CNBC TV18 માટે Aviva Indiaના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર અખિલેશ ગુપ્તાએ લખ્યો છે.)

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Expert opinion, Financial planning, Investment tips

विज्ञापन