કમાણીની તક: આ કંપનીના શેરમાં રોકો પૈસા, મસમોટું વળતર મળી શકે છે, જુઓ શું કહે છે નિષ્ણાંતો

પ્રતિકાત્મક તસવીર

જો તમે શેરબજારમાં ઊંચું વળતર મેળવવાની ઇચ્છા રાખતા હોવ તો તમારી પાસે સુવર્ણતક આવી છે. જ્યાં તમે રોકાણ કરીને મસમોટું વળતર મેળવી શકો છો.

  • Share this:
નવી દિલ્હી : જો તમે શેરબજારમાં ઊંચું વળતર મેળવવાની ઇચ્છા રાખતા હોવ તો તમારી પાસે સુવર્ણતક આવી છે. જ્યાં તમે રોકાણ કરીને મસમોટું વળતર મેળવી શકો છો. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTCના શેરની કિંમત આજે 2248 સુધી પહોંચી ગઈ છે. તેણે પોતાના ગત રેકોર્ડ 2222ની ટોચની સપાટી તોડી છે. બુધવારે તે 2188ના ક્લોઝિંગ પ્રાઇઝથી 9 રૂપિયા વધુ ખુલ્યો હતો. IRCTCના સ્ટોકે ગત ક્લોઝિંગથી લગભગ 2 ટકાનો વધારો નોંધ્યો છે. ટોચની સપાટી તોડીને નવી ટોચ બનાવી છે.

શેર બજારના જાણકારોના મત મુજબ IRCTCના સ્ટોકની કિંમત વધવા પાછળ કાઉન્ટરના ફંડામેન્ટલ અને ટેક્નિકલ પાસાઓ સકારાત્મક સંકેતો આપી રહ્યા છે.

શેરનો ભાવ 2500 થઇ શકે

મની કંટ્રોલના અહેવાલ અનુસાર ટેક્નિકલ એનાલિસ્ટ પરથી ફલિત થાય છે કે, ટેક્નિકલ ચાર્ટ પર કંપનીના શેરનો ભાવ પોઝિટિવ દેખાઈ રહ્યો છે. તેમાં 2100ના બ્રેક આઉટ પછી ઉપરના સ્તરને બરકરાર રાખ્યું છે. જેથી તેમાં તેજી આવે તેવું શકયતા છે. તે શોર્ટ ટર્મમાં 2500 સુધી જઈ શકે છે. જેથી જે લોકો પાસે આ શેર છે, તેમણે વેચવા ન જોઈએ.

લાંબા ગાળે ફાયદાનો સોદો

લોકડાઉન ખુલવાથી કંપનીનો કારોબાર વધ્યો છે. જેની અસર આ શેર પર જોવા મળી રહી છે. ભારતીય રેલવે નવી ટ્રેન પણ શરૂ કરી રહી છે. કંપની ટૂંકા સમયમાં જ સંપૂર્ણ ક્ષમતા સાથે દોડવા લાગશે. IRCTCનું બિઝનેસ મોડલ ભારતીય રેલવે સાથે જોડાયેલું છે. રેલવેની ગાડી ફરી પાટે ચડવાથી બહોળો ફાયદો થશે. નિષ્ણાંતનું કહેવું છે કે, IRCTC એવો શેર છે જે લાંબા ગાળા માટે પોર્ટફોલિયોમાં રાખી શકાય છે. તે આગામી 12-18 મહિનામાં રૂ. 3200 સુધી પહોંચી શકે છે.
First published: