જુલાઈમાં IPOની મદદથી તમે કરી શકો છો મોટી કમાણી અને બની શકો છો લખપતિ
જુલાઈમાં IPOની મદદથી તમે કરી શકો છો મોટી કમાણી અને બની શકો છો લખપતિ
પ્રતીકાત્મક તસવીર
How to Earn Money: ઝોમેટો, આદિત્ય બિરલા સન લાઈફ, AMC અને રોલેક્સ રિંગ સહિત ઓછામાં ઓછી 20 કંપનીઓએ IPO બહાર પાડવા માટે માર્કેટ રેગ્યુલેટર પાસે જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે
નવી દિલ્હી. જુલાઈ મહિના (July 2021)ની શરૂઆત થઈ ગઈ છે. આ મહિને બેન્કિંગ સર્વિસીઝ (Banking Services)થી લઈને રસોઈ ગેસ (LPG Cylinder)ના ભાવ વધી ગયા છે. બીજી તરફ આ મહિને કમાણી કરવાની તક (How To Earn Money) પણ મળશે. આ મહિને અંદાજે 10 કંપનીઓ IPO બહાર પાડશે. તમે IPOમાં પૈસાનું રોકાણ કરીને મોટી કમાણી કરી શકો છો. વર્ષના પહેલા છ મહિનામાં સારુ પ્રદર્શન કર્યા બાદ પ્રાઈમરી માર્કેટમાં જુલાઈ અને વર્ષના બાકી રહેલ સમયગાળામાં હલ્લો રહેશે. માર્કેટમાંથી ફંડ મેળવવાની યોજના બનાવનાર કંપનીઓને ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO)નો વિકલ્પ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
39 કંપનીઓએ રૂ. 60,000 કરોડ એકત્ર કર્યા
છેલ્લા એક વર્ષમાં 39 કંપનીઓએ પ્રાઈમરી માર્કેટમાંથી લગભગ રૂ. 60,000 કરોડ એકત્ર કર્યા છે. કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતા પ્રાઈમરી માર્કેટ પર ખૂબ વિપરીત અસર થઈ હતી. આ વર્ષે પહેલા 6 મહિનામાં 24 કંપનીઓએ IPOની મદદથી રૂ. 39,000 કરોડ એકત્ર કર્યા છે. કોરોનાની સ્થિતિ ખૂબ જ ગંભીર થતા બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં પણ એપ્રિલ-મે મહિના દરમિયાન કોન્સોલિડેશન રહ્યું હતું. જૂનમાં પ્રાઈમરી અને સેકન્ડરી બંને માર્કેટ સાથે બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં પણ રિકવરી થઈ હતી તથા સેન્સેક્સ અને નિફ્ટી પણ ઉચ્ચ સ્તર પર પહોંચ્યા હતા.
ઝોમેટો, આદિત્ય બિરલા સન લાઈફ, AMC અને રોલેક્સ રિંગ સહિત ઓછામાં ઓછી 20 કંપનીઓએ IPO બહાર પાડવા માટે માર્કેટ રેગ્યુલેટર પાસે જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે. આ તમામ કંપનીઓના IPO આ વર્ષે જ બહાર પડશે તેવું લાગી રહ્યું છે. કંપનીઓ રૂ. 40,000 કરોડથી અધિક રકમ એકત્ર કરવાની યોજના કરી રહ્યું છે. આ કંપનીઓમાંથી GR Infra, ક્લીન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગ્લેનમાર્ક સાઈફ સાયન્સેઝ, ઉત્કર્ષ, સ્મોલ ફાયનાન્સ બેન્ક, વિજયા ડાયગ્નોસ્ટિક સેન્ટર, નુવોકો વિસ્ટાસ કોર્પોરેશન, આધાર હાઉસિંગ ફાયનાન્સ, શ્રીરામ પ્રોપર્ટીઝ, સેવન આઈસલેન્ડ શિપિંગ અને એમી ઓર્ગેનિક્સના IPO જુલાઈમાં બહાર આવશે.