Home /News /business /જો તમારી પાસે 786 નંબરવાળી કોઈ પણ નોટ છે તો કમાઈ શકો છો 3 લાખ રૂપિયા, જાણો કઈ રીતે
જો તમારી પાસે 786 નંબરવાળી કોઈ પણ નોટ છે તો કમાઈ શકો છો 3 લાખ રૂપિયા, જાણો કઈ રીતે
(પ્રતીકાત્મક તસવીર)
How to Earn Money from Home: જો તમારી પાસે 10, 20,50, 100 રૂપિયા જેવી કોઈ પણ નોટમાં આ ખાસ નંબર આપેલો હશે તો ઘરે બેઠા રાતોરાત લાખો રૂપિયાની કમાણી કરી શકો છો
નવી દિલ્હી. જો તમારી પાસે 10, 20,50, 100 રૂપિયા જેવી કોઇ પણ નોટ (Indian Currency Notes) હોય અને તેમાં આ ખાસ નંબર અપાયેલ હોય તો તમે ઘરે બેઠા રાતોરાત લાખો રૂપિયા કમાઇ (Earn Money From Home) શકો છો. જણાવી દઇએ કે ઘણા લોકોને નોટોના કલેક્શનનો શોખ હોય છે અને તેઓ જૂની નોટ એકઠી કરવાનું પસંદ કરે છે. પરંતુ તમને આ જૂની નોટોની કિંમત શું હોય તેનો જરા પણ અંદાજો નહીં હોય. કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ સત્ય છે કે ઘણી વેબસાઇટ આ નોટો મેળવવા માટે હજારો, લાખો રૂપિયા આપે છે.
ચાલો જાણીએ નોટોમાં શું હોવી જોઇએ ખાસિયત
તમારી પાસે 1, 2, 5, 10, 20, 50, 100, 200, 500 કે 2000 રૂપિયાની કોઇપણ નોટ 786 નંબરવાળી (786 Series Currency Notes) હોવી જોઇએ. જો તમને આવી નોટ તમારા ગલ્લામાં કે પર્સમાંથી મળી ગઇ તો સમજો કે તમારી તો લોટરી લાગી ગઈ. તમે આ નોટને ઈ-બે (Ebay) વેબસાઇટ પર વેચી શકો છો.
તમને જણાવી દઇએ કે ઈ-બે વેબસાઇટ પર રેર નોટોની બોલી (Auction) લગાવવામાં આવે છે. તેમાં કોઇ પણ સામાન્ય માણસ ભાગ લઇ શકે છે. જો તમારી પાસે કોઇ નોટમાં 786 આંકડાઓ છે તો તેની બોલી લગાવી શકો છો. જેમાં તમને 3 લાખ સુધીની રકમ સરળતાથી મળી જશે. હકીકતમાં ઘણા લોકો 786 નંબરને શુભ માને છે. તેવામાં ઘણા લોકો આવી નોટો મેળવવા માટે મોટી રકમ લગાવવા પણ તૈયાર થઇ જાય છે.
- સૌથી પહેલા www.ebay.com પર લોગીન કરો - હોમપેજ પર રજીસ્ટ્રેશન પર ક્લિક કરો અને પોતાને એક વેચાણકર્તા તરીકે રજીસ્ટર કરો. - તમારી નોટનો એક ફોટો ક્લિક કરો અને તેને પ્લેટફોર્મ પર અપલોડ કરો. ઈ-બે તમારી જાહેરાતને તે લોકોને દેખાડશે, જે જૂની નોટો અને સિક્કાઓ ખરીદવા માટે પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. - નોટ ખરીદવા ઇચ્છુક લોકો તમારી જાહેરાત જોઇને તમારો સંપર્ક કરશે અથવા તમે તેનો સંપર્ક કરી શકો છો અને નોટ વેચી શકો છો.
(નોંધ- આ ન્યૂઝ વેબસાઈટ પરથી મળેલી જાણકારીના આધાર પર બનાવવામાં આવ્યા છે. ન્યૂઝ18 ગુજરાતી આ બાબતની પુષ્ટિ કરતું નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર