ઊંઘતા-ઊંઘતા બનો લખપતિ! ભારતની આ કંપની 9 કલાક ઊંઘવાના આપે છે રૂ. 10 લાખ, ઊંઘ સાથે પ્રેમ હોય તો કરો અરજી

પ્રતિકાત્મક તસવીર

આ સ્લીપ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ છે, જેમાં પસંદગીના સ્લીપ ઇન્ટર્નને લાખોમાં કમાવવાની તક મળે છે. તો જોઈએ તેના વિશેની વિગતો...

 • Share this:
  નવી દિલ્હી : પૈસા કમાવવાનું ભલે કોને નથી ગમતું? તે પણ એવી રીતે જેના બદલામાં કંઈ ખાસ કરવાનું ન હોય. કમાવવા માટે માત્ર ઊંઘવાનું કહેવામાં આવે. એટલે કે, જો તમારે માત્ર ઊંડી ઊંઘ લેવાથી કમાણી કરવાની તક મળે, તો આનાથી વધુ સારું બીજું શું હોઈ શકે. જો તમને પણ ઊંઘવાનું પ્રિય છે તો લાખોમાં કમાણી કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, બેંગ્લોર સ્થિત સ્લીપ એન્ડ હાઉસ સોલ્યુશન્સ કંપની વેકફિટ દર વર્ષે એક પ્રોગ્રામ લઈને આવે છે, જેમાં લોકોને સારી રીતે ઊંઘવા માટે હાયર કરવામાં આવે છે અને બદલામાં 10 લાખ રૂપિયા મળી જાય છે. તમને જણાવી દઈએ કે, આ સ્લીપ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ છે, જેમાં પસંદગીના સ્લીપ ઇન્ટર્નને લાખોમાં કમાવવાની તક મળે છે. તો જોઈએ તેના વિશેની વિગતો...

  હજારો લોકોએ અરજી કરી

  કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, કંપનીના આ વાર્ષિક સ્લીપ ઇન્ટર્નશિપ પ્રોગ્રામની બીજી સીઝન માટે અત્યાર સુધીમાં 60,000થી વધુ લોકોએ અરજી કરી છે. આમાં વિજેતાને 10 લાખ રૂપિયા મળશે. ત્યારે, જે ઉમેદવારની ઇન્ટર્નમાં પસંદગી કરવામાં આવશે તેને 1 લાખ રૂપિયા મળશે. તમને જણાવી દઈએ કે, 10 લાખ રૂપિયા સાથેના ગ્રાન્ડ પ્રાઇઝ વિજેતાને ભારતની સ્લીપ ચેમ્પિયનનો ખિતાબ મળશે.

  આ પણ વાંચોNew Business Idea: રૂ. 30,000થી પણ ઓછામાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે રૂ. 3 લાખની કમાણી, સરકાર આપશે 50% સબસીડી

  કંપનીની આ શરત પૂરી કરવી પડશે

  તમને જણાવી દઈએ કે, 10 લાખ મેળવવા માટે, તમારે સતત 100 રાત માટે 9 કલાકની ઊંઘ લેવી પડશે. આ કામ દરરોજ રાત્રે કરવું પડશે અને આજ તેમની જોબ હશે. જ્યાં તેમણે રોજે-રોજ સમયથી સૂઈ જવું પડશે. ઉમેદવારોને ઊંઘવા માટે વેકફિટ ગાદલું અને શાનદાર સ્લીપ ટ્રેકર આપવામાં આવશે. કંપની તમારી ઊંઘને ટ્રેક કરશે. ઊંઘ ઊંડી હોવી જોઈએ. આ માટે કંપની તરફથી તમામ સુવિધાઓ આપવામાં આવશે.

  આ પણ વાંચોશેરબજારમાં રોકાણકારોએ કરી જબરદસ્ત કમાણી, 3 મહિનામાં રૂ.25.46 લાખ કરોડની કરી કમાણી

  જાણો કેમ કંપની આવું કરે છે?

  વેકફિટના સહ-સ્થાપક અનુસાર, વર્તમાનમાં લોકોની દૈનિક દિનચર્યા બદલાઈ ગઈ છે. ઊંઘની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. વર્ષ 2020માં કોરોના રોગચાળાને કારણે, તણાવ અને ઘરેથી કામ કરવાને કારણે, મોડા ઊઘવાનું મોડી, ઊંઘની સમસ્યા, અને ઓછી ઊંઘની સમસ્યા જોવા મળી રહી છે. આ કારણે શાંતિપૂર્ણ ઊંઘ માટે કંપની આવા કાર્યક્રમો ચલાવે છે.
  Published by:kiran mehta
  First published: