Home /News /business /હવે WhatsApp દ્વારા ચેક કરી શકાશે તમારું બેંક બેલેન્સ, આ રહી સંપૂર્ણ પ્રક્રિયા
હવે WhatsApp દ્વારા ચેક કરી શકાશે તમારું બેંક બેલેન્સ, આ રહી સંપૂર્ણ પ્રક્રિયા
વ્હોટસએપ દ્વારા ચેક કરો બેંક બેલેન્સ
વ્હોટ્સએપ તેના યૂઝર્સને ઘણા પ્રકારની સુવિધાઓ પ્રદાન કરે છે. જેમાંથી એક સર્વિસ છે, વ્હોટ્સએપ પેમેન્ટની. તેના દ્વારા તમે કોઈને પણ રૂપિયા ટ્રાન્સફર કરવાની સાથે-સાથે તમારા બેંક એકાઉન્ટના બેલેન્સને પણ ચેક કરી શકો છો.
નવી દિલ્હીઃ આજકાલ દરેક વ્યક્તિ વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે. તેને મુખ્ય રૂપથી ચેટિંગ કરવા માટે ઉપયોગ કરવામા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે, ચેટ કરવા ઉપરાંત પણ તેના ઘણા ઉપયોગ છે. વ્હોટ્સએપ તેના યૂઝર્સને ઘણા પ્રકારની સુવિધાઓ પ્રદાન કરે છે. જેમાંથી એક સર્વિસ છે, વ્હોટ્સએપ પેમેન્ટની. તેના દ્વારા તમે કોઈને પણ રૂપિયા ટ્રાન્સફર કરવાની સાથે-સાથે તમારા બેંક એકાઉન્ટના બેલેન્સને પણ ચેક કરી શકો છો.
જાણકારી અનુસાર, વ્હોટ્સએપ તેના યૂઝર્સને યૂપીઆઈ દ્વારા પેમેન્ટ કરવાની સુવિધા પ્રદાન કરે છે. તેના દ્વારા તમે તમારા બેંક એકાઉન્ટથી કોઈ અન્યના એકાઉન્ટમાં યૂપીઆઈની મદદથી રૂપિયા ટ્રાન્સફર કરવાની સાથે બેલેન્સની જાણકારી પણ મેળવી શકો છો. આવો જાણીએ, વ્હોટ્સએપ પેમેન્ટને કેવી રીતે એક્ટિવેટ કરી શકાય છે.
વ્હોટ્સએપ પેમેન્ટ યૂપીઆઈ પર આધારિત બાકી પેમેન્ટ એપની જેમ જ કામ કરે છે. તમારા ફોનમાં વ્હોટ્સએપ પેમેન્ટ ચાલુ કરવા માટે વ્હોટ્સએપને ઓપન કરો અને સ્ક્રીનની ઉપર ડાબી બાજુએ આપેલા થ્રી ડોટ્સ પર ક્લિક કરો. ત્યારબાદ ‘પેમેન્ટ’નો વિકલ્પ પસંદ કરો. અહીં ‘Add Payment Method’ પર ક્લિક કરો. ત્યારબાદ બેંક તમારા મોબાઈલ નંબરને વેરિફાઈ કરશે. અહીં તમારી સામે બેંકોની યાદી આવસે. આમાંથી તમારું બેંક એકાઉન્ટ પસંદ કરો અને ‘Done’પર ક્લિક કરી દો. હવે તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે.
વ્હોટ્સએપ દ્વારા તમારા બેંક એકાઉન્ટમાં ઉપલબ્ધ રકમને ચેક કરવા માટે વ્હોટ્સએપ ઓપન કર્યા પછી સેટિંગ્સમાં જઈને વધારે ઓપ્શન પર ટેપ કરો. અહીં ચૂકવણીની પસંદગી કરી અને બેંક એકાઉન્ટ પર ક્લિક કરો. ત્યારબાદ બેલેન્સ જુઓ ઓપ્શન પર ક્લિક કરો અને તમારો યૂપીઆઈ પિન દાખલ કરો. ત્યારબાદ તમારી મોબાઈલ સ્ક્રીન પર તમારા એકાઉન્ટમાં ઉપલબ્ધ રકમ આવી જશે.
WhatsApp Payments માં આ વાતોનું ધ્યાન રાખો
વ્હોટ્સએપ તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલા મોબાઈલ નંબર દ્વારા તમને પેમેન્ટની સુવિધા આપે છે. પ્રાઈમરી બેંક સેટઅપ દરમિયાન યૂઝર્સને માત્ર ચૂકવણી શર્તો અને ગોપનીયતી નીતિને એક્સેપ્ટ કરવા માટે કહેવામાં આવે છે. જો વ્હોટ્સએપ લિસ્ટમાં કોઈ બેંકનું નામ આવતું નથી, તો એવું બની શકે કે તમારી બેંક હજુ સુધી આમાં ન જોડાઈ હોય. આ ઉપરાંત તમારે સુરક્ષા માટે હંમેશા વ્હોટ્સએપના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરવો જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર