કારની જેમ હવે ખેતીના કામ માટે પણ ટ્રેકટર કરી શકશો બૂક, સરકારે લૉન્ચ કરી એપ

News18 Gujarati
Updated: September 13, 2019, 10:52 AM IST
કારની જેમ હવે ખેતીના કામ માટે પણ ટ્રેકટર કરી શકશો બૂક, સરકારે લૉન્ચ કરી એપ
કારની જેમ હવે ખેતીના કામ માટે પણ ટ્રેકટર કરી શકશો બૂક

અત્યાર સુધી તમે એપ્લિકેશનમાંથી કેબ્સ મંગાવતા હતા, પરંતુ હવે તમે સરકારી એપ્લિકેશનથી ટ્રેક્ટર સહિતના ખેતી માટે ઉપયોગી એવી અનેક ચીજો મંગાવી શકો છો. આ સરકારી એપ્લિકેશન ઓલા અને ઉબેરની જેમ જ કાર્ય કરે છે.

  • Share this:
અત્યાર સુધી તમે એપ્લિકેશનમાંથી કેબ્સ મંગાવતા હતા, પરંતુ હવે તમે સરકારી એપ્લિકેશનથી ટ્રેક્ટર સહિતના ખેતી માટે ઉપયોગી એવી અનેક ચીજો મંગાવી શકો છો. આ સરકારી એપ્લિકેશન ઓલા અને ઉબેરની જેમ જ કાર્ય કરે છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા ટ્રેક્ટર લાવવાની સરકારી એપ્લિકેશન લૉન્ચ કરી છે.

આ એપ પર ખેડૂતોને કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ (સીએચસી) દ્વારા ખેતી મશીનો પૂરા પાડવામાં આવશે. આ માટે દેશભરમાં 35 હજાર કસ્ટમ હાયરિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે, જેમાં વાર્ષિક 2.5 લાખ ખેતીના સાધનો ભાડે લેવાની ક્ષમતા છે. કૃષિ મંત્રાલયે તેનું નામ CHC Farm Machinery રાખ્યું છે.

દેશભરમાં 35 હજાર કસ્ટમ હાયરિંગ સેન્ટર


આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ સહિત 12 ભાષાઓમાં છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમારે ભાષા પસંદ કરવી પડશે. પછી તમે CHC સર્વિસ પ્રોવાઇડર અને ખૂડૂતો / યૂઝર્સ જોઇ શકશો.
First published: September 13, 2019
વધુ વાંચો
अगली ख़बर