Home /News /business /Mutual Fund: કરોડપતિ બનાવાની સુવર્ણ તક, માત્ર રોજના 10 રૂપિયા બચાવો; પાકતી મુદ્દતે મળશે પૂરા 1 કરોડ

Mutual Fund: કરોડપતિ બનાવાની સુવર્ણ તક, માત્ર રોજના 10 રૂપિયા બચાવો; પાકતી મુદ્દતે મળશે પૂરા 1 કરોડ

માત્ર 10 રૂપિયા બચાવી તમે કરોડપતિ બની શકો છો.

Highest Return Mutual Fund: ગત કેટલાક વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડ સારુ વળતર આપી રહ્યુ છે. માર્કેટમાં ઘણા એવા ફંડ છે કે જેમણે, 12 ટકાથી લઈને 25 ટકા સુધીનું વળતર આપ્યુ છે. આ હિસાબથી તમે દર મહિને 600 રૂપિયાની મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી લઈ લો તો, 35થી 40 વર્ષમાં 10 કરોડ રૂપિયાનું ફંડ ભેગુ થઈ જશે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ મ્યુચ્યુઅલ ફંડ ઓછા સમયમાં બમ્પર વળતર મેળવવા માટે એક સારો વિકલ્પ છે. એવામાં તમને પરંપરાગત રોકાણ એટલે કે એફડી અને આરડી સિવાય મ્યુચ્યુઅલ ફંડના વિશે વિચારવુ જોઈએ. આમાં રોકાણ કરવુ બહુ જ સરળ છે કારણકે તમે એફડીની જેમ એકસાથે રોકાણ કરી શકો છો અને ઈચ્છો ત્યારે થોડા-થોડા રૂપિયા લગાવી શકો છો. જેમકે માત્ર 10 રૂપિયા. જાણકારી અનુસાર, આમાં જોખમ પણ રહેલું છે. જો કે, ગત કેટલાક વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડે સારુ પ્રદર્શન કર્યુ છે. પરંતુ તમને આમાં રોકાણ કરતા પહેલા અભ્યાસ કરવો જરૂરી છે.

માત્ર રોજના 10 રૂપિયાનું રોકાણ કરો


મોઘવારીના સમયમાં તમે બેંક વ્યાજ જેમ કે એફડી અને બચત ખાતામાંથી સારી કમાણી કરી શકો છો. આ માટે તમારે વ્યવસ્થિત રોકાણ યોજનામાં રોકાણ કરવા વિશે વિચારવું જોઈએ. જો તમે દરરોજ માત્ર 10 રૂપિયાની બચત કરવાનું શરૂ કરી દો, તો તમને થોડા જ વર્ષોમાં શાનદાર વળતર મળી શકે છે. આમાં તમારે રોજના 10 રૂપિયા રોકાણ કરવા પડશે. જેના દ્વારા તમે 1 કરોડથી પણ વધારે રૂપિયા બનાવી શકો છો. એસઆઈપીએ લોકોને 18 ટકાનું વળતર આપ્યુ છે. એટલે જો તમે 35 વર્ષ સુધી 10 રૂપિયા એસઆઈપીમાં રોકાણ કરો છો, તો તમને 35 વર્ષ બાદ 1.1 કરોડ રૂપિયાનું વળતર મળશે.

આ પણ વાંચોઃ સોનું કે ક્રિપ્ટો? શું વધારે યોગ્ય? જાણો ક્યાં રોકાણ કરવાથી થશે વધારે ફાયદો

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પર મળશે શાનદાર વળતર


ગત કેટલાક વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડ સારુ વળતર આપી રહ્યુ છે. માર્કેટમાં ઘણા એવા ફંડ છે કે જેમણે, 12 ટકાથી લઈને 25 ટકા સુધીનું વળતર આપ્યુ છે. આ હિસાબથી તમે દર મહિને 600 રૂપિયાની મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી લઈ લો તો, 35થી 40 વર્ષમાં 10 કરોડ રૂપિયાનું ફંડ ભેગુ થઈ જશે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને તમે તમારું ભવિષ્ય ઉજ્જવળ કરી શકો છો. જાણકારી અનુસાર, શેરબજારમાં વધારો છે કે ઘટાડો, મ્યુચ્યુઅલ ફંડ પર તેની કોઈ જ અસર પડતી નથી. તમે એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. આ રીતે તમે ધીરે ધીરે તમારી પાસે સારું એવુ ભંડોળ જમા થઈ જશે.

આ પણ વાંચોઃ આ દિવાળીએ કેવી રહેશે સોનાની ચમક? રોકાણ કરવાથી યોગ્ય રિટર્ન મળશે? જાણો વિગતવાર


SIP માં રોકાણ કરવાનો આ છે ફાયદો


એસઆઈપીમાં રોકાણથી ઘણા ફાયદા થાય છે, કારણકે તમારા દ્વારા એસઆઈપીમાં જે રકમનું રોકાણ કરવામાં આવે છે. તે રકમને જુદા-જુદા સેક્ટરની મોટી કંપનીઓમાં લગાવવામાં આવે છે. આમાં રોકાણ કરવાથી આ જ ફાયદો થાય છે કે, તમે વધારે નફો મેળવી શકો છો. જો કે, તમારે રોકાણ કરતા પહેલા સેબી અને એએમએફઆઈ દ્વારા જારી નિયમોને ધ્યાનથી વાંચવા જોઈએ.
First published:

Tags: Business news, Investment રોકાણ, Mutual fund