અમેરિકાની ક્લે મેથેમેટિક્સ ઈન્સ્ટિટ્યૂટે વર્ષ 2000માં મિલેનિયમ પુરસ્કાર માટે વણઉકેલાયેલા સાત ગણિત પ્રશ્નોની જાહેરાત કરી હતી. સંસ્થાએ આ પ્રોબ્લેમ ઉકેલનાર વ્યક્તિ માટે એક મોટી ઈનામી રકમની પણ જાહેરાત કરી છે. આ પ્રશ્નો સાઇન્ટિફિક એડવાઝરી બોર્ડ દ્વાર પસંદ કરવામાં આવ્યા છે. બોર્ડના જણાવ્યા અનુસાર, આ સમીકરણો ઘણા વર્ષોથી નથી ઉકેલાયા. અમારે તમને કહેવાની જરૂર નથી કે આ સમીકરણો અઘરા છે અને એટલે જ તેને પસંદ કરવામાં આવ્યા છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે આ સમીકરણોને ઉકેલી શકાય નહીં.
તેમાંથી એક સમીકરણ વર્ષ 2006માં ગણિતશાસ્ત્રી ગ્રિગોરી પેરેલમેન દ્વારા ઉકેલવામાં આવ્યું હતું. જોકે હજુ પણ તેમાંથી 6 વણઉકેલાયેલા છે. સંશોધકો અને વૈજ્ઞાનિકોને વિશ્વાસ છે કે આ તમામ સમીકરણોને કોઈ ઉકેલીને પુરસ્કારની રકમ જીતશે. દરેક સમીકરણ ઉકેલવા પર $1 મિલિયન (7.4 કરોડ) રૂપિયા ઈનામ મળી શકે છે. જોકે, એકમાત્ર શરત એ છે કે ઉકેલ સમીક્ષા કરેલો અને અઘરો હોવો જોઇએ.
જો તમે પણ હોંશિયાર છો અને ગણિતમાં તમારી આવડત છે તો તમે પણ આ સમીકરણો પર તમારો હાથ અજમાવીને મિલિયન ડોલરના ઈનામ તમારા નામે કરી શકો છો.
આવો જોઇએ તે 6 વણઉકેલાયેલા સમીકરણો જેના પર છે મોટું ઇનામ
નેવિયર-સ્ટોક્સ સમીકરણઃ આ સમીકરણ પાણી અને હવા જેવા તરલ પદાર્થોના પ્રવાહને નિયંત્રિત કરે છે. જોકે 'શું તેનો ઉકેલ છે?' અથવા 'શું તે અલગ છે?' જેવા સવાલોનું સમીકરણ કોઇ પૂરાવો આપતું નથી. ગણિત અને ભૌતિકવિદોનું માનવું છે કે, જો કોઇ નેવિયર-સ્ટોક્સ સમજે તો આ સમીકરણનો ઉકેલ લાવી શકે છે.
યાંગ-મિલ્સ એન્ડ માસ ગેપઃ ભૂતકાળમાં ઘણા પ્રયોગો અને કમ્પ્યૂટર સિમ્યૂલેશને માસ ગેપના અસ્તિત્વનો ખ્યાલ આપ્યો છે. ભૌતિકવિદો અનુસાર, ભલે ક્લાસિક તરંગો પ્રકાશની ગતિથી યાત્રા કરે છે, પરંતુ ક્વાંટમ કણોમાં સકારાત્મક દ્રવ્યમાન હોય છે. જોકે હજુ સુધી તેને સૈદ્ધાંતિક સ્વરૂપે સમજી શકાયું નથી.
ધ રીમેન હાઈપોથીસિસઃ આ વણઉકેલાયેલું સમીકરણ અવિભાજ્ય અંકોના વિતરણના પરિણામો દર્શાવે છે.
ધ બિર્ચ એન્ડ સ્વિનર્ટન-ડાયર કન્જેક્ચર: તેને સૌથી કઠીન ગાણિતીક સમીકરણોમાંથી એક માનવામાં આવે છે. તે નંબર થિઅરી સાથે સંબંધિત છે.
હોજ કન્જેક્ચર: આ સમીકરણ બીજગણિત ભૂમિતિ સંબંધિત છે. જે નોન સિંગ્યુલર જટિલ બીજગણિત પ્રકારના બીજગાણિતિક ટોપોલોજી સાથે સંબંધિત છે. P vs NP: આ સમીકરણ કમ્પ્યૂટર સાયન્સ સાથે સંકળાયેલ છે અને તે એ નિયમ સાથે ચાલે છે કે, જો કોઇ સમસ્યાનું સમાધાન શુદ્ધતા માટે તપાસવું સરળ છે, તો સમસ્યા હલ કરવી સરળ છે. જેમાં P અપેક્ષિત સરળ સમસ્યાઓનો એક સેટ છે અને NP ખૂબ કઠીન સમીકરણોનો સેટ છે. તો P=NPનો અર્થ થશે કઠીન સમસ્યાઓનું અપેક્ષિત સરળ સમાધાન.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર