માત્ર 50 રૂપિયામાં મળશે ATM જેવુ આધાર કાર્ડ, આવી રીતે ઓનલાઈન એપ્લાય કરો

હવે પર્સમાં સમાઈ જાય એવું નાનું આધાર કાર્ડ તમે મેળવી સકો છો.

હવે તમે એકદમ નાનું અને પોર્ટેબલ આધાર કાર્ડ (Portable AADHAR card) મેળી શકો છો.

  • Share this:
ભારતમાં આધાર કાર્ડ (AADHAR Card) મહત્વના ડોક્યુમેન્ટમાંથી એક છે. સરકારી કામ હોય કે પ્રાઈવેટ કામ દરેક સ્થળ પર ઓળખાણ અને એડ્રેસ માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. બેન્કનું કામ હોય કે સરકારી યોજનાનો લાભ લેવાનો હોય, આધાર કાર્ડ સૌથી વધારે જરૂરી છે. મોટાભાગના લોકો પાસે જે આધાર કાર્ડ છે, તે એક કાગળ પર કલર પ્રિન્ટ તરીકે આવે છે. હવે તમે એકદમ નાનું અને પોર્ટેબલ આધાર કાર્ડ (Portable AADHAR card) મેળી શકો છો.

UIDAIએ શું કહ્યું?

જો તમારે ATMની જેમ દેખાતુ આધાર્ડ કાર્ડ જોઈએ છે, તો તમે UIDAIની વેબસાઈટ પર જઈને એપ્લાય કરી શકો છો. UIDAIની નવી અધિસૂચના અનુસાર નવુ આધાર કાર્ડ પોલીવિનાઈલ ક્લોરાઈડ(PVC) કાર્ડ પર રિ-પ્રિન્ટ કરવામાં આવશે. આ આધાર કાર્ડ ATMમા કાર્ડની જેમ દેખાશે અને તેને તમે હંમેશા વૉલેટમાં રાખી શકો છો.

ઘરેબેઠા કરો ઓનલાઈન ઓર્ડર

સાધારણ કાર્ડ ભીના થવાનું, ફાટવાનું અને ધોવાઈ જવાની બીક રહે છે. તમે PVCનું કાર્ડ ઘરે બેઠા કરી મેળવી શકો છો. આ કાર્ડ સ્પીડ પોસ્ટથી તમારા ઘરે ડિલીવર કરવામાં આવશે. આધાર પીવીસી કાર્ડમાં હોલોગ્રામ, Guilloche પેટર્ન, ઘોસ્ટ ઈમેજ અને માઈક્રોસોફ્ટ જેવા સિક્યોરિટી ફીચર્સ પણ જોવા મળે છે. જેનું ક્યુઆર કોડથી તાત્કાલિક ઓફલાઈન વેરિફિકેશન થઈ શકે છે. આ કાર્ડ માટે તમારે રૂ. 50 ચૂકવવાના રહેશે.

આધાર PVC કાર્ડ માટે કેવી રીતે એપ્લાય કરવું?

  •  આ માટે તમારે UIDAIની અધિકૃત વેબસાઈટ uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html પર જાઓ.

  • સ્ક્રોલ ડાઉન કરીને નીચે જાવ અને ‘Order Aadhaar PVC Card’ ઓપ્શન પર ક્લિક કરો.

  • તમારે 12 આંકડાનો આધાર નંબર અને સિક્યોરિટી કોડ એન્ટર કરવાનો રહેશે.

  • સેન્ડ OTP ઓપ્શન પર ક્લિક કરો.

  • તમારા મોબાઈલ નંબર પર જે OTP આવે તેને એન્ટર કરો અને Submit બટન પર ક્લિક કરો.

  • આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ તમારી ડિટેઈલ્સ ચેક કરી લો, ત્યાર બાદ Payment કરવાનું રહેશે.

  • તમે UPI, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી શકો છો

  • Payment થયા બાદ તમને એક સ્લીપ મળશે. થોડાક દિવસમાં સ્પીડ પોસ્ટથી કાર્ડ મળી જશે.

First published: