કોઇ પણ ડોક્યૂમેન્ટ વગર પણ તમે મેળવી શકો છો આધાર કાર્ડ, જાણો કઇ રીતે?

કોઇ પણ ડોક્યૂમેન્ટ વગર પણ તમે મેળવી શકો છો આધાર કાર્ડ, જાણો કઇ રીતે?
પ્રતિકાત્મક તસવીર

તમારું કોઇ પણ સરકારી કામ આધાર કાર્ડ વગર આજે લગભગ શક્ય બનતું નથી. લગભગ તમામ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે પણ તમારી પાસે આધાર કાર્ડ હોવું ખાસ જરૂર છે

  • Share this:
નવી દિલ્હી : આજે ભારતના દરેક નાગરિક માટે આધાર કાર્ડ સૌથી વિશ્વસનીય અને મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ બની ગયું છે. તમારું કોઇ પણ સરકારી કામ આધાર કાર્ડ વગર આજે લગભગ શક્ય બનતું નથી. લગભગ તમામ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે પણ તમારી પાસે આધાર કાર્ડ હોવું ખાસ જરૂર છે. ભારત સરકાર દ્વારા દેશના નાગરિક માટે આ કાર્ડ ખાસ બનાવ્યું છે. આજે આધાર કાર્ડ તમારા ભારતીય હોવાના સૌથી મોટા પુરાવાઓ પૈકીના એક તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે દેશમાં હજુ પણ ઘણા લોકો આધારકાર્ડથી વંચિત છે.

તેવામાં જો કોઇ પહેલી વખત આધારકાર્ડ બનાવી રહ્યું હોય તો, તેના માટે આઇડી અને એડ્રેસ પ્રૂફની જરૂર રહેતી હતી. જો તમારી પાસે કોઇ પણ આઇડી નથી, છતા પણ આધાર કાર્ડ બનાવી શકો છો. તો આવો જાણીએ કઇ રીતે?આ પણ વાંચોપતિએ સોશિયલ મીડિયામાં પત્નીને અન્ય યુવાન સાથે લગ્ન કરતા જોઈ, ખુલ્યું - 3.14 લાખ ડોલરનું લગ્ન કૌભાંડ

કોઇ પણ ડોક્યૂમેન્ટ વગર આ રીતે બનશે આધારકાર્ડ

કોઇ પણ ડોક્યૂમેન્ટ વગર તમારે આધાર કાર્ડ બનાવવા માટે તમારી નજીકના આધાર સેવા કેન્દ્રમાં જવું પડશે. ત્યાં ઇન્ટ્રોડ્યૂસરની મદદથી તમારું આધાર કાર્ડ સરળતાથી બની જશે. ઇન્ટ્રોડ્યૂસરને UIDAIના ક્ષેત્રીય કાર્યાલય દ્વારા નિમવામાં આવે છે. જોકે, ઇન્ટ્રોડ્યૂસરની પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આધાર સેન્ટર પર સામાન્ય પ્રક્રિયા દ્વારા આધાર બની જશે અને 90 દિવસની અંદર તમે આપેલા સરનામા પર પોસ્ટ દ્વારા આધાર કાર્ડ તમારી ઘરે પહોંચી જશે.

આ પણ વાંચોખેડા : બે યુવાનોને કાળ ભરખી ગયો, બમ્પ આવતા બાઈક ધીમુ પાડ્યું, તો પાછળથી લક્ઝરીએ કચડી નાખ્યા

જાણો, શું હોય છે ઇન્ટ્રોડ્યૂસર?

ઇન્ટ્રોડ્યૂસર આવેદકની ઓળખ અને એડ્રેસ કન્ફર્મ કરવાનું કામ કરે છે. સાથે જ એનરોલમેન્ટ ફોર્મ સાઇન કરવાનું પણ કામ કરે છે. યુઆઇડીએઆઇની ગાઇડલાઇન્સ અનુસાર ઇન્ટ્રોડ્યૂસરને આવેદન કરનારના નામે સર્ટિફીકેટ જાહેર કરવાનું હોય છે, જે ત્રણ મહીના માટે વેલિડ હોય છે. આધાર કાર્ડ બનવાની પ્રક્રિયા દરમિયાન ઇન્ટ્રોડ્યૂસરનું ત્યાં ઉપસ્થિત રહેવું પણ જરૂરી છે.
Published by:News18 Gujarati
First published:June 05, 2021, 18:48 pm