Home /News /business /Expert Advice: તમને પણ લલચાવી રહ્યુ છે શેરબજાર અને કરવી છે રોકાણની શરૂઆત તો સૌથી પહેલા ક્યાં લગાવવા જોઈએ રૂપિયા?

Expert Advice: તમને પણ લલચાવી રહ્યુ છે શેરબજાર અને કરવી છે રોકાણની શરૂઆત તો સૌથી પહેલા ક્યાં લગાવવા જોઈએ રૂપિયા?

શેરબજારમાં કરો રોકાણની શરૂઆત

Investment Tips: નિફ્ટી 50 ઈટીએફમાં રોકાણ કરીને તમે ઓછું જોખમ ઉઠાવીને બજારની તેજીનો લાભ લઈ શકો છો. તેનાથી તમારી જોખમ લેવાની ક્ષમતા પર પણ વધારે અસર પડતી નથી. એકંદરે નવા રોકાણકાર તરીકે તમે નિફ્ટી 50 ઈટીએફથી શેર બજારના સફરની શરૂઆત કરી શકો છો.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ શેરબજારમાં હાલ જોરદાર તેજી જોવા મળી રહી છે અને સેન્સેક્સ એક વાર ફરીછી 62 હજારની તરફ જઈ રહ્યો છે. એવામાં રોકાણકારોના મનમાં પણ સવાલ થાય છે કે, વધતા બજારમાં કેમ રોકાણ ન કરવું. હવે મુશ્કેલી એ થાય છે કે, તેની શરૂઆત કેવી રીતે કરવામાં આવે. નિફ્ટી 50 ઈટીએફ તમારી આ સમસ્યાનો લાવી શકે છે ઉકેલ.

  કેવી રીતે શરૂઆત કરવી


  ઘણા રોકાણકારો જેમને ઈક્વિટી વિશે પૂરતી સમજણ નથી, તેઓ હંમેશા આ વાત પર મુશ્કેલીમાં મૂકાઈ જાય છે કે રોકાણની સારી તક આવવા પર શરૂઆત કેવી રીતે કરવી. સામાન્ય રીતે, લોકો ઈક્વિટી તરફ એટલા માટે આકર્ષિક થાય છે, કારણે કે આમાં લાંબા ગાળે વધારે વળતર મળે છે. જો તમે ઈક્વિટીમાં નવા છો અને સીધા જ શેરોની સાથે શરૂઆત કરવા માંગો છો, તો રોકાણ કરવા માટે યોગ્ય કંપની પર નિર્ણય લેવો સરળ નથી. અહીં નિફ્ટી 50 ઘણો મદદગાર થશે. ઈટીએફ વિશિષ્ટ સૂચકાંકને ટ્રેક કરે છે, તેનાથી એક્સચેન્જો પર સ્ટોકની રીતે ટ્રેડિંગ કરવામાં આવે છે, પરંતુ તેને એક મ્યુચ્યુઅલ ફંડ હાઉસ દ્વારા ઓફર કરવામાં આવે છે.

  આ પણ વાંચોઃ રિટાયરમેન્ટ પછી તમારી પાસે હશે અઢળક રૂપિયા, બસ આ મ્યુચ્યુઅલ ફંડમાં લગાવો રૂપિયા; આપશે તગડું વળતર

  કેવી રીતે કામ કરે છે નિફ્ટીનો ઈટીએફ


  આવા રોકાણકારો માટે નિફ્ટી 50 બહુ જ ઓછી રકમમાં એક્સપોઝર આપશે. ઈટીએફના એક યૂનિટને ઘણા ઓછા રૂપિયામાં ખરીદી શકાય છે. ઉદાહરણ માટે, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયવ નિફ્ટી 50 ઈટીએફ પર 185 રૂપિયાની કિંમત પર ટ્રેડ કરે છે. આ રીતે તમે 500-1000 રૂપિયામાં રોકાણ કરી શકો છો અને એક્સચેન્જથી નિફ્ટી 50 ઈટીએફનું એક યૂનિટ ખરીદી શકો છો. ICICI પ્રૂડેન્શિયલ નિફ્ટી 50 ઈટીએફનું ટ્રેકિંગ એરર 0.03 ટકા છે, જે નિફ્ટી 50 ઈટીએફ યૂનિવર્સમાં સૌથી નીચો છે. સીધા શબ્દોમાં કહીએ તો, આ સંખ્યા જેટલી હશે, તેટલું જ સારુ વળતર મળશે.

  આમાં મોટી કંપનીઓ પણ સામેલ


  નિફ્ટી 50 ઈન્ડેક્સમાં બજાર કેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ સૌથી મોટી ભારતીય કંપનીઓને સમાવેશે થાય છે. એટલા માટે, નિફ્ટી 50 ઈટીએફમાં રોકાણ એક રોકાણકાર માટે શેર અને સેક્ટર્સમાં મોટું ડાઈવર્સિફિકેશન આપે છે, કારણ કે, તે સૂચકાંક પર આધારિત હોય છે. તમે બજારમાં ટ્રેડિંગ સમય દરમિયાન એક્સચેન્જોથી ઈટીએફના યૂનિટ્સ ખરીદી શકો છો અને વેચી શકો છો. આ સંબંધમાં નિફ્ટી 50 ઈટીએફ પહેલી વાર શેર રોકાણકારો માટે અને સામાન્ય રૂપથી તમારી ઈક્વિટી યાત્રા શરૂ કરવા માટે ઉત્તમ પ્રારંભિક બિંદુ આપે છે.

  આ પણ વાંચોઃ ઉતાર-ચડાવ સાથે બજારનું ફ્લેટ ઓપનિંગ, Paytm, Nykaa, Bajaj Autoના શેર ફોકસમાં

  ઓછા જોખમે મોટી કિંમતનું રોકાણ


  નિફ્ટી 50 ઈટીએફમાં રોકાણ પ્રમાણમાં સસ્તુ છે. જો કે, ઈટીએફ નિફ્ટી 50 ઈન્ડેક્સનો નિષ્ક્રિય રૂપથી ટ્રેક કરે છે અને સૂચકાંકોની કિંમત ઓછી થાય છે. એક્સપેન્સ રેશિયો કે બીજા શબ્દોમાં, જે ફંડ હાઉસ ચાર્જ કરે છે, તે માત્ર 2થી 5 આધાર અંક છે. ઈક્વિટી અને શેરમાં નવા રોકાણકાર તરીકે તમને કેટલીક કંપનીઓના શેરોની કિંમતો મોંઘી લાગી શકે છે. નિફ્ટી બાસ્કેટમાં એવા શેર છે જે, 15,000 રૂપિયાથી લઈને 30,000 રૂપિયા પ્રતિ શેરની વચ્ચે ટ્રેડ કરે છે. આ શેર ખરીદવા માટે તમારે મોટી કિંમતનું રોકાણ કરવુ પડશે, પરંતુ ઈટીએફ દ્વારા આપણે ઓછા રૂપિયામાં આ શેરોના વળતર લાભ મેળવી શકીએ છીએ.


  નિફ્ટી 50 ઈટીએફમાં રોકાણ કરીને તમે ઓછું જોખમ ઉઠાવીને બજારની તેજીનો લાભ લઈ શકો છો. તેનાથી તમારી જોખમ લેવાની ક્ષમતા પર પણ વધારે અસર પડતી નથી. એકંદરે નવા રોકાણકાર તરીકે તમે નિફ્ટી 50 ઈટીએફથી શેર બજારના સફરની શરૂઆત કરી શકો છો.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Investment tips, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन