Yezdi Scrambler બાઈક જલ્દી જ થશે લોન્ચ, આ બાઈક્સ સાથે થશે ટક્કર

Yezdi Scrambler બાઈક જલ્દી જ થશે લોન્ચ, આ બાઈક્સ સાથે થશે ટક્કર
યઝદીના ઑલ ટાઇમ હીટ મૉડૅલની તસવીર

હવે Jawa ફરી એકવાર ભારતમાં તેની સ્પોર્ટી બાઈક Yezdi Scrambler ને લોન્ચ કરવા જઈ રહી છે. આ બાઇકને તાજેતરમાં રોડ પર સ્પોટ કરવામાં આવી

  • Share this:
વર્તમાન સમયમાં Jawaની Yezdi બાઇકને ભારતના રસ્તાઓ પર હંકારવાની મોજ ખૂબ જૂજ લોકો માણી શકે છે. જેણે આ બાઇકને જોઈ હશે, તેને આ બાઇકના એન્જીનનો અવાજ, પાવર અને લૂક આજે પણ યાદ હશે. હવે Jawa ફરી એકવાર ભારતમાં તેની સ્પોર્ટી બાઈક Yezdi Scrambler ને લોન્ચ કરવા જઈ રહી છે. હાલમાં આ બાઇકના જૂના મૉડેલ કેટલાક રસિયાંઓ પાસે છે જોકે, હાલમાં આ બાઇક વિન્ટેજથી સહેજ પણ ઓછી ઉતરે એમ નથી. એક જમાનો હતો જ્યારે યઝદીની આ બાઇક પાછળ યુવકો દિવાના હતા. સોશિયલ મીડિયાની ગેરહાજરીમાં આ બાઇકનું ખાસ્સુ ગ્લેમર હતું ત્યારે હવે ફરીથી ઇતિહાસનું પૂનરાવર્તન થવા જઈ રહ્યુ છે.

આ બાઇકને તાજેતરમાં રોડ પર સ્પોટ કરવામાં આવી હતી, આ દરમિયાન બાઈકનું ટેસ્ટિંગ થઇ રહ્યું હતું. આજે આપણે જાણીશું કે Yezdi Scrambler બાઈકની ટક્કર કઈ કઈ બાઈક્સ સાથે થશે. તેમજ આ બાઈકની કેટલીક વિશેષતાઓ વિષે પણ જાણીશું.



Yezdi Scramblerની એક્સ્ટેરિયર

રસ્તાઓ પર દેખાયેલી Yezdi Scramblerની તસ્વીરને જોતા એવું લાગે છે કે આ બાઈક સ્પોર્ટી અને એડવેન્ચર બાઈકનું કોમ્બિનેશન હશે. આ બાઇકમાં ડ્યુઅલ સપોર્ટ ટાયર, ટાયર હેંગર, શોર્ટ ટેલ, ટોલ હેન્ડલબાર અને ફ્લેટ સીટ મળશે. કહેવાય રહ્યું છે કે, બાઇકને Jawa 2021 ફેસ્ટિવલ સીઝનમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

Yezdi Scramblerનું એન્જીન

Yezdi Scramblerના એન્જીન અંગે હજીસુધી કોઈ પ્રકારની જાણકારી મળી નથી. માનવામાં આવે છે કે, કંપની તેઓ આ બાઇકમાં બીજી બાઈકના એન્જીનનો ઉપયોગ કરી શકે છે. તેમજ જ્યારે પણ આ બાઇકના પ્રોટોટાઇપને જોવામાં આવશે ત્યારે તમને આ બાઈકનું lower casing એન્જીન સ્પોર્ટી દેખાશે .

Yezdi Scramblerનું આ બાઈકો સાથે થશે મુકાબલો

Jawaની Yezdi Scrambler બાઈકનો મુકાબલો રોયલ એનફિલ્ડની ક્લાસિક 350, Metro 350, Yezdi Scrambler, Honda H’ness CB350 અને CB350RS જેવી બાઈક્સ સાથે થશે.
Published by:News18 Gujarati
First published:March 31, 2021, 15:34 pm

ટૉપ ન્યૂઝ