મુંબઈ: Yes Bankનો શેર છેલ્લા છ મહિનામાં 49% નીચે આવી ગયો છે. 11 ડિસેમ્બર 2019ના રોજ Yes Bankના શેરે પોતાના 52 અઠવાડિયાના સૌથી ઉપરની સપાટી (Yes Bank share 52 week High) સ્પર્શ કરી હતી. આ દરમિયાન લાર્જકેપ (Large cap stocks) અને મીડકેપ બેન્કિંગ શેરો (Mid cap banking stocks)માં તેજી આવી હતી પણ યસ બેંકનો શેર 49% તૂટી ગયો છે. યસ બેંકના શેરની સરખામણી જો BSE ઇન્ડેક્સના શેર સાથે કરવામાં આવે તો આ શેર ખૂબ જ અંડર પરફોર્મર રહ્યો છે.
9 સપ્ટેમ્બરના રોજ Yes Bankનો શેર 10.95 રૂપિયા પર બંધ થયો હતો. બેંકનો શેર પોતાના 12 રૂપિયાની પબ્લિક ઑફર કિંમતથી નીચે ટ્રેડ કરી રહ્યો હતો. Yes Bank તરફથી જુલાઈ 2020માં FPOથી 1500 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતા.
છેલ્લા 9 મહિનામાં BSE Bankexમાં 20 ટકાની રેલી આવી છે. આ દરમિયાન સેન્સેક્સ 27 ટકા ઉપર ગયો છે. જ્યારે મિડકેપ ઇન્ડેક્સ 41 ટકા અને સ્મૉલકેપ ઇન્ડેક્સ 58 ટકા વધ્યો છે. ત્યાં સુધી કે આ દરમિયાન બેન્ચમાર્ક ઇન્ડેક્સ રેકોર્ડ હાઇ પર પહોંચ્યો છે. જ્યારે નિફ્ટી-50 પણ 17,400 રૂપિયાની મહત્ત્વની સપાટી પર પહોંચ્યો હતો. જ્યારે 9 મહિનામાં BSE સેન્સેક્સ 58,500 રૂપિયાની મહત્ત્વની સપાટી પર પહોંચી ગયો હતો.
રોકાણકારો શું કરે?
માર્કેટ નિષ્ણાતોનું માનવું છે કે Yes Bank ભાગ્યે જ આગામી થોડા મહિનામાં 20 રૂપિયાની સપાટીને સ્પર્શી શકે. Yes Bankના શેરે ડિસેમ્બર 2020માં 20 રૂપિયાની સપાટીને સ્પર્શ કરી હતી. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે જ્યાં સુધી Yes Bankમાં ગ્રોથની સંભાવના નથી વધતી ત્યાં સુધી રોકાણ ન કરવું જોઈએ.
Hem Securitiesના એનાલિસ્ટે કહ્યું કે, "એકંદરે યસ બેંકના શેરમાં રોકાણ કરવું જોખમથી ભરેલું છે. તેજી આવવા પર આ શેરમાંથી બહાર નીકળી જવું જોઈએ."
Yes Bankના શેરનું રેજિસ્ટેન્સ લેવલ 12 રૂપિયા છે. બજાર નિષ્ણાતો કહી રહ્યા છે કે યસ બેંકનો શેર 20 રૂપિયાના સ્તર પર પરત આવે તે ખૂબ જ મુશ્કેલ છે.
યસ બેંકે અસેટ રીકંસ્ટ્રક્શન કંપની (ARC) બનાવવા અને સ્ટ્રેસ્ડ અસેટ્સ ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ કર્યો છે. સ્ટ્રેસ્ડ અસેટ્સ ARCને ટ્રાન્સફર કરવાથી Yes Bankને પ્રોવિઝનિંગ માટે ઓછી રકમ રાખવી પડે. રેટિંગ એજન્સી ઇકરાએ કહ્યુ છે કે સ્ટ્રેસ્ડ અસેટ્સ નવી કંપનીને ટ્રાન્સફર કરવાથી યસ બેંકની નેટ બેડ લોન 6% ઓથી થઈ જશે.
ઇકરાએ કહ્યુ કે, "સ્ટ્રેસ્ડ અસેટ્સ ટ્રાન્સફર કરવાથી યસ બેંકનો કેપિટલ રેશિયો નબળો નહીં થાય. યસ બેંકે 10 હજાર કરોડ રૂપિયા એકઠા કરવા માટે શેરહોલ્ડર્સની મંજૂરી મેળવી લીધી છે."
બિઝનેસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિકકરો. ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ ન્યૂઝ માટે અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવીજોવા માટે અહીં ક્લિક કરો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર