દિલ્હી: યશ બેંક (Yes Bank)ના રોકણકારો માટે સપ્તાહની શરૂઆત સારી રહી નથી. ગયા સપ્તાહે રોકાણકારો (investors)ને સારું રિટર્ન (return) મળ્યું હતું. યશ બેંકે એક જ સપ્તાહમાં 10 ટકા રિટર્ન આપ્યું હતું, પરંતુ આજે શરૂઆત નબળી રહી છે. આજે યશ બેંકનો શેર 3.06 ટકા ગગડી 14.20 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. ઇન્ટ્રા ડેમાં યશ બેંકના શેર લપસી (share price) 13.90 રુપિયા સુધી આવી ગયા હતા.
બેંકના જૂન ત્રિમાસિક (Quarterly) પરિણામ મજબૂત રહ્યા છે, પરંતુ શેર પ્રાઇઝ પર તેની કોઇ અસર જોવા મળી રહી નથી. યશ બેંકનું નેટ પ્રોફિટ જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન 50 ટકા વધીને 311 કરોડ રૂપિયા રહ્યો છે. બેડ લોનની પ્રોવિઝનિંગ ઘટતા અને ઇનકમ ગ્રોથ વધવાથી કંપનીના પ્રોફિટને સપોર્ટ મળ્યો છે. જ્યારે બેંકની નેટ ઇન્ટરેસ્ટ ઇનકમ વાર્ષિક આધારે 32 ટકા વધીને 1850 કરોડ રૂપિયા રહી છે. આ દરમિયાન બેંકનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઘટીને 2.4 ટકા રહ્યું છે.
યશ બેંકના પરિણામો પર બેંકના એમડી પ્રશાંત કુમારે જણાવ્યું કે, અમારા સ્લિપેજમાં ઘટાડો થયો છે. ગયા વર્ષેની સરખામણીએ આ ત્રિમાસિક ગાળામાં 50 ટકા છે. ગયા વર્ષે આ ત્રિમાસિક ગાળામાં 2000 કરોડ રૂપિયા સ્લિપેજ હતા, જે જૂન ત્રિમાસિકમાં 1000 કરોડ છે.
પ્રશાંત કુમારે જણાવ્યું કે, જો પ્રોફિટની વાત કરવામાં આવે તો વાર્ષિક આધારે 50 ટકા વધ્યો છે. માર્ચ 2022ના ત્રિમાસિક ગાળામાં પ્રોફિટની જૂન ત્રિમાસિક ગાળા સાથે સરખામણી કરવી યોગ્ય નથી. કેમ કે, છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન આવક વધુ રહે છે.
યશ બેંકના એમડી પ્રશાંત કુમારે કહ્યું કે, આ વર્ષે અમે રિકન્સ્ટ્રક્શનના તબક્કામાંથી નીકળી ગયા છે. હવે બેંક વૃદ્ધિના માર્ગે છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે ટેક્નોલોજી અને એચઆર સાથે લોન એક્વિજીશન ચેનલ પર ફોકસ રહેશે. પરિણામોની ત્રિમાસિક સરખામણીને જગ્યાએ વાર્ષિક સરખામણી કરશો તો જણાશે કે બેંક પાટા પર પરત ફરી રહી છે.
યશ બેંકના શેરોમાં લાંબા સમયથી ફસાયેલા રોકાણકારોના મનમાં સવાલ છે કે, શું તેમાં તેજી આવશે કે વેચીને નીકળી જવું જોઇએ? ઇન્ક્રીડ ઇક્વિટીસના માર્કેટ નિષ્ણાત અનુસાર, યશ બેંકના શેર છેલ્લા ઘણા સમયથી એક મર્યાદિત રેન્જમાં વેપાર કરી રહ્યા છે. તેનો ટોપ લોસ 10 રૂપિયા છે અને આગળ તે 16.50 રૂપિયા સુધી જઇ શકે છે. અત્યારની સ્થિતિને જોતાં હાલ રોકાણકારો રોકાઇ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર