મુંબઈ: Yes Bankના શેરે રોકાણકારોને ખુશ કરવાની શરૂઆત કરી દીધી છે. ગુરુવારે 16 સપ્ટેમ્બરના રોજ Yes Bankનો શેર 12.60% ભાગ્યો હતો. આ સાથે યસ બેંકનો શેર 14.30 રૂપિયા પર બંધ રહ્યો હતો. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં યસ બેંકના શેરમાં 27.93% તેજી જોવા મળી છે. 8 સપ્ટેમ્બર 2021ના રોજ Yes Bankનો શેર 10.92 રૂપિયા પર બંધ રહ્યો હતો. 11 ડિસેમ્બર 2020ના રોજ Yes Bankનો શેર તેની 52 અઠવાડિયાની સૌથી ઊંચી સપાટી પર હતો.
યસ બેંકના શેરનું 52 અઠવાડિયાનું સૌથી ઊંચું લેવલ 21.83 રૂપિયા છે. હાલ યસ બેંકનો શેર 52 અઠવાડિયાના સૌથી નીચા સ્તરથી 34.82 ટકો ઉપર ગયો છે. બેંકના શેરનું 52 અઠવાડિયાનું સૌથી નીચું લેવલ 10.51 રૂપિયા છે. 23 ઓગસ્ટ 2021ના રોજ યસ બેંકનો શેર 52 અઠવાડિયાના સૌથી નીચલા સ્તરને પર આવી ગયો હતો.
છેલ્લા એક મહિનામાં Yes Bankના શેરમાં 21.08 ટકા તેજી આવી છે, જ્યારે આ દરમિયાન સેન્સેક્સમાં ફક્ત 6.45 ટકા તેજી આવી છે. છેલ્લા એક વર્ષના આંકડા જોઈએ તો Yes bankના શેરમાં 0.49 ટકા તેજી આવી છે. આ દરમિયાન સેન્સેક્સ 50.54 ટકા ઉપર ગયો છે.
ડિશ ટીવી સાથે યસ બેંકનો વિવાદ
Yes Bank અને ડિશ ટીવી વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. CNBC-TV18ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, Yes Bank તરફથી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ડિશ ટીવીમાં કંઈક તો 'શંકાસ્પદ' રોકાણ થયું છે. અમારા ગ્રુપની ટીવી ચેનલે જણાવ્યું કે, યસ બેંકને એવી આશંકા છે કે ડિશ ટીવીમાં અમુક એવા ટ્રાન્ઝેક્શન થયા છે જેની જાણકારી છૂપાવી રાખવામાં આવી છે. Yes Bank આ મામલે ફોરેન્સિક ઓડિટ કરાવવા માંગે છે.
Yes Bankને જે ઇન્વેસ્ટમેન્ટ પર આશંકા છે તે OTT પ્લેટફોર્મ Wathdoમાં ડિશ ટીવીના 1378 કરોડ રૂપિયાના રોકાણને લઈને છે. Yes Bank તરફથી CNBC-TV18ને કહેવામાં આવ્યું કે, જે વસ્તુઓ પહેલાથી જ જાહેર મંચ પર છે તેના વિશે તે કોઈ નિવેદન નહીં આપે.
ઉલ્લેખનીય છે કે યસ બેંકની ડિશ ટીવીમાં ભાગીદારી છે. તાજેતરમં જ બેંકે ડિશ ટીવીના ડાયરેક્ટર અને મેનેજિંગ ડાયરેક્ટરને હટાવવા માટે નોટિસ પાઠવી હતી. આ નોટિસમાં યસ બેંક તરફથી કહેવામાં આવ્યું હતું કે, ડિશ ટીવીનું બોર્ડ કૉર્પોરેટ ગવર્નેન્સનું પાલન નથી કરી રહ્યું.
રોકાણકારોએ શું કરવું?
માર્કેટ નિષ્ણાતોનું માનવું છે કે Yes Bank ભાગ્યે જ આગામી થોડા મહિનામાં 20 રૂપિયાની સપાટીને સ્પર્શી શકે. Yes Bankના શેરે ડિસેમ્બર 2020માં 20 રૂપિયાની સપાટીને સ્પર્શ કરી હતી. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે જ્યાં સુધી Yes Bankમાં ગ્રોથની સંભાવના નથી વધતી ત્યાં સુધી રોકાણ ન કરવું જોઈએ.
Hem Securitiesના એનાલિસ્ટે કહ્યું કે, "એકંદરે યસ બેંકના શેરમાં રોકાણ કરવું જોખમથી ભરેલું છે. તેજી આવવા પર આ શેરમાંથી બહાર નીકળી જવું જોઈએ." Yes Bankના શેરનું રેજિસ્ટેન્સ લેવલ 12 રૂપિયા છે. બજાર નિષ્ણાતો કહી રહ્યા છે કે યસ બેંકનો શેર 20 રૂપિયાના સ્તર પર પરત આવે તે ખૂબ જ મુશ્કેલ છે.
બિઝનેસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિકકરો. ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ ન્યૂઝ માટે અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવીજોવા માટે અહીં ક્લિક કરો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર