Home /News /business /Yes Bank: Q3 પરિણામ પછી યસ બેંકના શેર રાખવા, વેચવા કે ખરીદવા? જાણો નિષ્ણાતની સલાહ

Yes Bank: Q3 પરિણામ પછી યસ બેંકના શેર રાખવા, વેચવા કે ખરીદવા? જાણો નિષ્ણાતની સલાહ

યસ બેંક (પ્રતીકાત્મક તસવીર)

Yes Bank Q3 Result: યસ બેન્ક (Yes Bank)નો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો (Net Profit) ત્રીજા ક્વાર્ટરમાં 77% વધીને રૂ.266 કરોડ થયો હતો. જે એક વર્ષ અગાઉ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ.150.7 કરોડ હતો.

મુંબઈ: ખાનગી ક્ષેત્રની ધીરાણકર્તા યસ બેન્ક (Yes Bank)નો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો (Net Profit) ત્રીજા ક્વાર્ટરમાં 77% વધીને રૂ.266 કરોડ થયો હતો. જે એક વર્ષ અગાઉ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ.150.7 કરોડ હતો. બેન્કની ચોખ્ખી વ્યાજ આવક (NII) 31% ઘટીને રૂ.1,764 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ.2,560 કરોડ હતી. દરમિયાન ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ (GNPA) રેશિયો અગાઉના ક્વાર્ટરમાં 15%થી 14.7% સુધી સુધરી ગયો છે. તેવામાં રોકાણકારો મૂંઝવણમાં છે કે બેંકના શેર જાળવી રાખે કે પછી તેને વેચી દે. સોમવારે યસ બેંકનો શેર 0.30 રૂપિયા ઘટીને (-2.18%) 13.45 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

નિષ્ણાતોનો અભિપ્રાય

Emkayના તજજ્ઞોએ તેની એસેટ ગુણવત્તા, સબ-પર રિટર્ન રેશિયો અને બિન તરફેણકારી રિસ્ક-રિવોર્ડ રેશિયો અંગે સતત ચિંતાઓ વચ્ચે રૂ.10ના લક્ષ્યાંકિત ભાવ સાથે યસ બેન્કના શેર પર સેલ રેટિંગ જાળવી રાખ્યું છે.

નિવેદનમાં જણાવ્યા અનુસાર, નિયમનકારી/રોકાણકારના સમર્થન સાથેનું વર્તમાન મેનેજમેન્ટ બેંકની નિષ્ફળતાને ટાળવામાં સક્ષમ છે, અમારું માનવું છે કે યસ બેન્કની નિષ્ફળતા એ એક મુશ્કેલ કાર્ય છે. બેંકનો CET 1 (~11.6%) પણ પીઅર્સમાં પેટા-પર છે.

બેંકે કમાણીના ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, તેની તાજેતરની સ્લિપેજ રૂ.978 કરોડ હતી. જ્યારે રૂ.610 કરોડની રોકડ વસૂલાત અને રૂ.573 કરોડના અપગ્રેડ હતા.

આ પણ વાંચો:  F&Oની એક્સપાયરી પહેલા બજારમાં આવી મોટી ઉથલપાથલ, જાણો શું કહે છે તજજ્ઞો

અન્ય નિષ્ણાતનો અભિપ્રાય

નિર્મલ બેંગએ જણાવ્યા અનુસાર, અમે એલિવેટેડ NPA સ્તરોથી સાવચેત રહીએ છીએ, જે યસ બેંક પરના અમારા નકારાત્મક વલણ માટે આધારિત છે. બેંક એક એઆરસી સ્થાપિત કરવાની પ્રક્રિયામાં છે, જે હાલમાં બેંકના ચોપડામાં રહેલી એનપીએની નોંધપાત્ર રકમ પરનો કબજો લઇ શકે છે. ARC જૂન'22 (1QFY23) ના અંત સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થવાની અપેક્ષા છે. નફાકારકતાના મોરચે જોઇએ તો નબળો દ્રષ્ટિકોણ દર્શાવે છે. નિર્મલ બેંગે રૂ.12.5ના લક્ષ્યાંકિત ભાવ સાથે સ્ટોક પર સેલ રેટિંગ જાળવી રાખ્યું છે.

આ પણ વાંચો: Share Market crash: તાજેતરમાં લિસ્ટ થયેલી કંપનીઓના શેર ઊંધા માથે પટકાયા

આનંદ રાઠીનો અભિપ્રાય

બીજી તરફ અન્ય બ્રોકરેજ આનંદ રાઠી પાસે પણ યસ બેંકના સ્ટોક પર રૂ.12ના લક્ષ્યાંકિત ભાવ સાથે સેલ રેટિંગ છે. કારણ કે બેંકની ઓપરેટિંગ કામગીરી નબળી રહી છે અને નજીકના ગાળાની કમાણી મ્યૂટ રહેવાની ધારણા છે.

(ખાસ નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. અહીં આપવામાં આવેલો અભિપ્રાય  જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણની સલાહ આપવામાં આવતી નથી.)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Share market, Stock tips, Yes Bank

विज्ञापन
विज्ञापन