યસ બેંકને ચોથા ક્વાર્ટરમાં 3,787.75 કરોડ રૂપિયાનું નુકસાન થયું

યસ બેંકને ચોથા ક્વાર્ટરમાં 3,787.75 કરોડ રૂપિયાનું નુકસાન થયું
યસ બેંકના માર્ચ ક્વાર્ટરના પરિણામ ખૂબ જ નબળા જોવા મળી રહ્યા છે

યસ બેંકના માર્ચ ક્વાર્ટરના પરિણામ ખૂબ જ નબળા જોવા મળી રહ્યા છે

  • Share this:
નવી દિલ્હી : ખાનગી ક્ષેત્રની યસ બેંક અત્યારે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે. યસ બેંકના માર્ચ ક્વાર્ટરના પરિણામ ખૂબ જ નબળા જોવા મળી રહ્યા છે. યસ બેંકે શેર બજારને આપેલ સૂચના અનુસાર નાણાકીય વર્ષ 2021ના ચોથા ક્વાર્ટરમાં બેંકને રૂ. 3,787.75 કરોડ નુકસાન થયું છે.

બેંક અનુસાર લોન લોસ પ્રોવિઝનિંગ અને નેટ ઈન્ટરેસ્ટ આવક ઘટવાને કારણે બેંકને નુકસાન ભોગવવું પડ્યું છે. એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં યસ બેંકને રૂ. 3,668.33 કરોડનું નુકસાન થયું હતું. માર્ચ ક્વાર્ટરમાં બેંકના વ્યાજની આવક 22.5% ઘટતા રૂ. 986.7 કરોડ થઈ. એક વર્ષ પહેલા માર્ચ ક્વાર્ટરમાં વ્યાજની આવક રૂ. 1,273.70 કરોડ હતી.આ પણ વાંચો - રિલાયન્સનું મિશન ઓક્સિજન : મુકેશ અને નીતા અંબાણીએ સંભાળી કમાન, 24 ટેન્કર્સ એરલિફ્ટ કર્યા

માર્ચ ક્વાર્ટર દરમ્યાન બેંક ડિપોઝીટમાં વધારો

માર્ચ ક્વાર્ટર દરમ્યાન બેંક ડિપોઝીટમાં વધારો થયો છે. બેંકની ડિપોઝીટ ચોથા ક્વાર્ટરમાં 54.7% વધીને રૂ. 1.62 લાખ કરોડ થઈ છે. વાર્ષિક ધોરણે બેંકની લોન 2.7% ઘટીને રૂ. 1.66 લાખ કરોડ થઈ છે. વાર્ષિક ધોરણો અનુસાર આ સમય દરમ્યાન બેંકનું નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 0.30% ઘટીને 1.6% પર આવી ગયું છે.

બેંકની નેટ ઇન્ટરેસ્ટ આવક રૂ. 986.7 કરોડ છે

યસ બેન્કના પરિણામ ખૂબ જ નબળા જોવા મળી રહ્યા છે. જાણકારોના મત મુજબ બેંકને રૂ. 1,076.5 કરોડનું નુકસાન થઈ શકે છે, પરંતુ રૂ. 3,787.75 કરોડનું નુકસાન થયું છે. CNBC TV18ના પોલ અનુસાર બેન્કની નેટ ઈન્ટટરેસ્ટ આવક રૂ. 1,937.8 કરોડ થઈ શકી હોત, પરંતુ માત્ર રૂ. 986.7 કરોડની આવક થઈ છે.
Published by:News18 Gujarati
First published:May 01, 2021, 21:26 pm

ટૉપ ન્યૂઝ