Home /News /business /

Yes Bank મામલામાં સીબીઆઈએ તપાસનો વ્યાપ વધાર્યો, અનેક સ્થળોએ દરોડાં

Yes Bank મામલામાં સીબીઆઈએ તપાસનો વ્યાપ વધાર્યો, અનેક સ્થળોએ દરોડાં

ફાઇલ તસવીર

CBIએ દિલ્હી અને મુંબઈમાં DHFLના અનેક ઠેકાણાઓ પર દરોડાં પાડ્યા છે, મોટા ઘટસ્ફોટની શક્યતા

    મુંબઈ/નવી દિલ્હી : કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (CBI)એ Yes Bank મામલામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને મુંબઈમાં DHFLના અનેક ઠેકાણાઓ પર દરોડાં પાડ્યા છે. CNN News18ના સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ, અધિકારીઓએ મુંબઈ અને દિલ્હીના અનેક ઠેકાણાંઓ પર દરોડાં પાડ્યા છે. અત્યાર સુધીની મળતી જાણકારી મુજબ, સીબીઆઈએ ઓછામાં ઓછા સાત સ્થળોએ દરોડાંની કાર્યવાહી હાથ ધરી છે. દરોડાંના મોટાભાગના સ્થળો મુંબઈમાં સ્થિત છે.

    CBIના સૂત્રોએ જાણકારી આપી કે જ્યારે દરોડાં પૂરા થઈ જશે ત્યારબાદ તેઓ મીડિયાને આ અંગે જાણકારી આપશે. CBIની આર્થિક અપરાધ શાખાએ 7 માર્ચે Yes Bankના સંસ્થાપક રાણા કપૂર (Rana Kapoor), દોહિત અર્બન વેન્ચર્સ (રાણા કપૂર પરિવાર સાથે જોડાયેલી કંપની), કપિલ વધાવન (દેવાસ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના અધ્યક્ષ) અને અન્યની વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરોધ હેઠળ એફઆઈઆર નોંધી હતી.



    આ પણ વાંચો, Yes Bank Crisis:રાણા કપૂર ગયા વર્ષે લંડન ભાગી ગયા હતા, મોદી સરકારે આવી રીતે લાલચ આપી બોલાવ્યા

    CBIએ યસ બેંકના સહ-સંસ્થાપક રાણા કપૂર, દીવાન હાઉસિંગ (ડીએચએફએલ) અને ડીઓઆઈટી અર્બન વેન્ચર્સ કંપનીની વિરુદ્ધ અપરાધિક કાવતરું, છેતરપિંડી અને ભ્રષ્ટાચારના આરોપમાં કેસ નોંધ્યો છે. અધિકારીઓએ રવિવારે આ અંગેની જાણકારી આપી. રાણા કપૂર હાલમાં ઇન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટની કસ્ટડીમાં છે.

    આ પણ વાંચો, પ્રિયંકાએ રાણા કપૂરને 2 કરોડમાં વેચી હતી રાજીવ ગાંધીની પેઇન્ટિંગ, બીજેપી અને કૉંગ્રેસ આમને-સામને
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Rana Kapoor, Yes Bank, આરબીઆઇ, એસબીઆઇ, સીબીઆઇ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन