મોટા સમાચાર! કોર્ટે રાણા કપૂરને 11 માર્ચ સુધી EDની રિમાન્ડમાં મોકલ્યા

EDએ કોર્ટ પાસે રાણા કપૂરના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, કોર્ટ માત્ર 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

EDએ કોર્ટ પાસે રાણા કપૂરના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, કોર્ટ માત્ર 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

 • Share this:
  નવી દિલ્હી : મુંબઈ સેશન કોર્ટે યસ બેંક (Yes Bank)ના ફાઉન્ડર રાણા કપૂર (Rana Kapoor)ના ત્રણ દિવસ માટે ઇન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ (ED)ને રિમાન્ડ આપ્યા. ઈડીએ રાણા કપૂરના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે મની લૉન્ડ્રિંગ કેસમાં રાણા કપૂરના રિમાન્ડ આપ્યા છે. નોંધનીય છે કે, ઈડીએ શનિવાર મોડી રાત્રે રાણા કપૂરની ધરપકડ કરી હતી. મુંબઈ સ્થિત ઈડી કાર્યાલયમાં શનિવારે રાણા કપૂરની લગભગ 20 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ પહેલા યસ બેંકના મામલામાં ઈડીએ બેંકના પૂર્વ પ્રમોટર અને સંસ્થાપક રાણા કપૂરના ઘરે દરાડાં પાડ્યા હતા.

  શું છે મામલો?

  યસ બેંકની નાણાકીય સ્થિતિને જોતાં ગુરુવારે RBIએ આદેશ આપ્યો હતો કે 3 એપ્રિલ 2020 સુધી કોઈ પણ ડિપોઝિટર પોતાના ખાતામાંથી 50,000 રૂપિયાથી વધુની રકમ ઉપાડી નહીં શકે. ત્યારબાદ ડિપોઝિટરોમાં અફરા-તફરીનો માહોલ પણ જોવા મળ્યો. જોકે, શુક્રવાર સાંજે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ એક પ્રેસ કૉન્ફરનસમાં ડિપોઝિટોરને આશ્વાસન આપ્યું કે યસ બેંકમાં તેમના પૈસા બિલકુલ સુરક્ષિત છે. તેના માટે તેમણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.  RBIએ રાણા કપૂરને ઑગસ્ટ 2018માં પદ છોડવા માટે કહ્યું હતું

  ઈડીએ બેંકના સંસ્થાપક અને આ સંકટ સામે આવ્યા પહેલા બોર્ડ એક્ઝિટ કરી ચૂકેલા બેંકના પૂર્વ સીઈઓ રાણા કપૂરની વિરુદ્ધ મની લૉન્ડ્રિંગનો કેસ નોંધ્યો છે. રાણા કપૂરના ઘર સહિત અનેક ઠેકાણાઓ પર છેલ્લા 12 કલાકથી દરોડાં ચાલુ છે. નોંધનીય છે કે RBIએ રાણા કપૂરને ઑગસ્ટ 2018માં પદ છોડવા માટે કહ્યું હતું. ત્યારબાદ તેમને 31 જાન્યુઆરી 2019ના રોજ પોતાનું પદ છોડવું પડ્યું. શુક્રવારે તપાસ એજન્સીએ રાણાની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી દીધી હતી. ત્યારબાદ શનિવારે રાણા મુંબઈમાં ઈડી ઓફિસ પહોંચ્યા. રાણા કપૂર સાથે ઈડીની ટીમ શનિવાર મોડી રાત સુધી પૂછપરછ કરી રહી હતી.

  આ પણ વાંચો, Yes Bankના ગ્રાહકો માટે રાહતના સમાચાર! હવે ATMથી રૂપિયા ઉપાડી શકાશે

  બેંકના ગવર્નન્સ પર લાંબા સમયથી સવાલ ઊભા થઈ રહ્યા હતા

  ગત થોડા દિવસોમાં યસ બેંકના સંચાલન અંગે સવાલ ઉઠતા રહ્યા છે. આ કારણે જ બેંકની માર્કેટ કેપિટલાઇઝેશન (Market Capitalization)માં સતત ઘટાડો જોવામાં આવ્યો છે.

  કૉર્પોરેટ ક્ષેત્રમાં રાણા કપૂરનું નેટવર્ક ખૂબ જ મજબૂત હોવાનું માનવામાં આવે છે. બેંકને અનેક મહત્વપૂર્ણ ડીલ અપાવવા માટે કપૂરે અગત્યનો રોલ ભજવ્યો હતો. કપૂરે એવી કંપનીઓને નાણાકીય મદદ પૂરી પાડી હતી જેમને અન્ય લોકો રૂપિયા આપતા ડરતા હતા. પરંતુ ક્યારેક માસ્ટર સ્ટ્રોક ગણાતું આ પગલું હાલ બેંક માટે સૌથી મોટી આફત બની ગયું છે.

  આ પણ વાંચો, જો Yes Bank ડૂબી તો આપના ખાતામાં જમા કેટલા પૈસા સુરિક્ષત રહેશે? જાણો RBIનો નિયમ
  Published by:Mrunal Bhojak
  First published: