બજારમાં હાહાકાર : નાના રોકાણકારોએ યસ બેંકના શેરમાં રોકાણ કરવું કે નહીં?

બજારમાં હાહાકાર : નાના રોકાણકારોએ યસ બેંકના શેરમાં રોકાણ કરવું કે નહીં?
પ્રતિકાત્મક તસવીર

યસ બેંકના રિસ્ટ્રક્ચરિંગના આયોજન વિશે માહિતી મળ્યા બાદ યસ બેંકનો શેર નીચલા (Yes Bank Share Price) સ્તરથી 400 ટકા ઉપર પહોંચી ગયો છે.

 • Share this:
  મુંબઈ : કેબિનેટ તરફથી યસ બેંકને રિસ્ટ્રક્ચરિંગની (Restructure of Yes Bank) મંજૂરી આપી દેવામાં આવી છે. જેનાથી રોકાણકારોને (Investor) બેંક ચાલુ જ રહેશે તેવી આશા બંધાઈ છે. આની અસર બેંકના શેર (Yes Bank Share)ની કિંમત પર પણ જોવા મળી રહી છે. યસ બેંકના રિસ્ટ્રક્ચરિંગના આયોજન વિશે માહિતી મળ્યા બાદ યસ બેંકનો શેર નીચલા (Yes Bank Share Price) સ્તરથી 400 ટકા ઉપર પહોંચી ગયો છે. છ માર્ચના રોજ યસ બેંકનો શેર ઘટીને 5.55 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જે આ શેરનું સૌથી નીચલું સ્તર છે. તો શું હવે બેંકનો ખરાબ તબક્કો પૂરો થયો છે અને રોકાણકારોએ પ્રોફિટ બુક (Profit booking in Yes Bank) કરવો જોઈએ?

  બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગને પહેલા જ કહ્યું હતું કે શેરોમાં રેલીનો કોઈ મતલબ નથી. કારણ કે યસ બેંકમાં ખૂબ જ ઓછા વેલ્યૂએશન સાથે રોકાણ થઈ રહ્યું છે. નજીકના દિવસોમાં યસ બેંકને શેરોમાં રિકવરી મુશ્કેલ છે. મોટાભાગના રોકાણકારોનું માનવું છે કે આ શોર્ટ ટર્મ બાઉન્સ બેક છે અને આ વધારે સમય સુધી ચાલુ નહીં રહે.  આ પણ વાંચો : કોરોના વાયરસને પગલે વૈશ્વિક મંદીની આશંકા, શેર બજારમાં હાહાકાર

  Turtle Star PMS serviceના કો-પાઉન્ડર સુનીલ શાહનું કહેવું છે કે, "એવા સંકેત મળ્યા છે કે એસબીઆઈના રોકાણ બાદ યસ બેંકમાં થોડા રાહતના સંકેત નજરે પડી રહ્યા છે. જોકે, એનપીએ અને નબળી બેલેન્સ શીટને કારણે સારા સંકેત ચાલુ જ રહેશે તે કહેવું મુશ્કેલ છે." તેમણે કહ્યું કે યસ બેંકને શેરમાં જે તેજી જોવા મળી છે તે બહુ લાંબા સમય સુધી નહીં રહે.

  આ પણ વાંચો : SBIએ કરોડો ગ્રાહકોને આપી મોટી ભેટ, બચત ખાતામાં નહી રાખવું પડે મિનિમમ બેલેન્સ

  એક મોટા બ્રોકરેજ ફર્મના એનાલિસ્ટે કહ્યું કે, "યસ બેંકના શેરોમાં રોકાણ કરતા પહેલા તેમાં સ્થિરતા આવે તે જરૂરી છે."

   

  SBI 7250 કરોડ રૂપિયા રોકશે

  ભારતીય સ્ટેટ બેંક (SBI)ને સંકટમાં આવેલી યસ બેંકમાં 7250 કરોડ રૂપિયા રોકવાની મંજૂરી મળી ગઈ છે. દેશની સૌથી મોટી સરકારી બેંકે ગઇકાલે આ અંગેની જાણકારી આપી હતી. એસબીઆઈ તરફથી બીએસઈને જણાવવામાં આવ્યું કે કેન્દ્રીય બોર્ડની કાર્યકારી સમિતિએ 11મી માર્ચના રોજ યોજાયેલી બેઠકમાં 10 રૂપિયા પ્રતિ શેર દીઠ યસ બેંકના 725 કરોડ શેર ખરીદવાની મંજૂરી મળી છે. હજુ આ સોદા અંગે અમુક મંજૂરી મળવાની બાકી છે. જોકે, આ સોદા બાદ યસ બેંકમાં એસબીઆઈની ભાગીદારી 49 ટકાથી ઉપર નહીં જાય. નોંધનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગત અઠવાડિયે યસ બેંક મામલે એક મુસદ્દાની જાહેરાત કરી હતી.
  First published:March 13, 2020, 14:03 pm

  टॉप स्टोरीज