YES Bank crisis: રાણા કપૂરની પુત્રી રોશનીને મુંબઈ એરપોર્ટ ઉપર લંડન જવાથી રોકી

ફાઈલ તસવીર

યસ બેન્ક કેસમાં રાણા કપૂર, તેની પત્ની અને ત્રણ પુત્રીઓ સામે લુકઆઉટ નોટિસ રજૂ કરવામાં આવી છે. જેના કારણે તેમને ભારત છોડીને ક્યાય જવા માટેની મંજૂરી નથી. બીજી તરફ રવિવાર સાંજે કેન્દ્રી તપાસ એજન્સી CBIએ રાણા કપૂર અને DHFLના પ્રમોટર કપિલ વાધવાની સામે તપાસ શરૂ કરી છે.

  • Share this:
    મુંબઈઃ યસ બેન્ક કેસમાં (Yes Bank Crisis) રાણા કપૂરની પુત્રી રોશની કપૂરને મુંબઈ એરપોર્ટ ઉપર (Mumbai Airport)રોકવામાં આવી હતી. રોશની કૂપર (Roshni kapoor) બ્રિટિશ એરવેઝ થી (British Airways) લંડન જઈ રહી હતી. પ્રવર્તન નિદેશાલય (ED)એ ગત શુક્રવારે જ રાણા કપૂરના મુંબઈ સ્થિત આવાસ ઉપર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ તેની સતત 20 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. રવિવારે 11 માર્ચ સુધી ઈડીના રિમાન્ડ હેઠળ મોકલવામાં આવ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે, યસ બેન્ક કેસમાં રાણા કપૂર, તેની પત્ની અને ત્રણ પુત્રીઓ સામે લુકઆઉટ નોટિસ રજૂ કરવામાં આવી છે. જેના કારણે તેમને ભારત છોડીને ક્યાય જવા માટેની મંજૂરી નથી. બીજી તરફ રવિવાર સાંજે કેન્દ્રી તપાસ એજન્સી CBIએ રાણા કપૂર અને DHFLના પ્રમોટર કપિલ વાધવાની સામે તપાસ શરૂ કરી છે.

    આ પણ વાંચોઃ-44 પેન્ટિંગ્સ, અનેક શેલ કંપનીઓ, રૂ. 2000 કરોડનું રોકાણ, Yes Bankના રાણા કપૂરના ઘરમાંથી EDને શું શું મળ્યું?

    ઉલ્લેખનીય છે કે, રવિવારે સવારે યસ બેન્કના પૂર્વ પ્રમોટર અને સંસ્થાપક રાણા કપૂરને મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ 11 માર્ચ સુધી પોતાની કસ્ડટીમાં લીધા છે. પ્રવર્તન નિદેશાલય આ કેસની તપાસ રાણા કપૂર અને તેની પરિવાર દ્વારા 600 કરોડ રૂપિયાની લેવડદેવડ અંગે કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે કપૂર પરિવારની એક કંપનીએ દિવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ 600 કરોડ રૂપિયા પોતાના હિતોની સુરક્ષા માટે લીધા હતા.

    આ પણ વાંચોઃ-સાઉથ આફ્રિકા વન ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, પંડ્યા-ભુવનેશ્વરની વાપસી, શુભમન ગીલ ટીમમાં સામેલ

    આ પણ વાંચોઃ-દુબઈના યુવરાજ કેન્સર પીડિત ભારતીય બાળકની વ્હારે આવ્યા, કર્યું એવું કે ચારે બાજું થવા લાગી ચર્ચા

    DHFL સામે પહેલાથી જ ચાલી રહી છે તપાસ
    મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કપૂર પરિવારની માલિકાના હકવાળી કંપની DoITઅર્બન વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડમાં આ રકમ DHFLથી એક એવા સમયે લીધા હતા. જ્યારે યસ બેન્ક DHFLને 3000 કરોડ રૂપિયાથી વધારેની લોન આપી હતી. જોકે પહેલાથી નાણાંકિય અનિયમિતતાના કારણે DHFLની તપાસ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે DHFL દ્વારા લોનના ડિફોલ્ટ થઈ ગયા પછી જ યશ બેન્કે આને NPAની તપાસ ન કરી.
    Published by:ankit patel
    First published: