Gold Price Today: 10 ગ્રામ સોનાના ભાવમાં આજે થયો ફેરફાર, ફટાફટ ચેક કરો Gold કેટલું સસ્તું થયું

પ્રતીકાત્મક તસવીર

Gold Silver Rates, 8 October: મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનું રેકોર્ડ હાઈથી 9300 રૂપિયા નીચે ટ્રેડ થઈ રહ્યું છે, જાણો ચાંદીનો ભાવ

  • Share this:
    Gold-Silver Latest Price, 08 October 2021: સોના અને ચાંદીના ભાવમાં હાલના સમયમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. એવામાં જો ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સારી તક છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારબાદ સોનું રેકોર્ડ હાઇથી 9300 રૂપિયા સુધી સસ્તું થઈ ગયું છે. આજે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. MCX પર આજે ડિસેમ્બર ડિલીવરીવાળા સોનાના ભાવમાં 0.14 ટકાની તેજી જોવા મળી છે. બીજી તરફ, ચાંદીની કિંમતમાં 0.48 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

    જાણો શું છે સોના અને ચાંદીની કિંમત (Gold Silver Price)

    ડિસેમ્બર ડિલીવરીવાળા સોનાની કિંમત આજે 0.14 ટકાની તેજી સાથે 46,892 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. બીજી તરફ આજના કારોબારમાં ચાંદી 0.48 ટકા ફસડાઈ છે. આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 60,963 રૂપિયા છે.

    રેકોર્ડ હાઈથી 9300 રૂપિયા સસ્તું સોનું

    વર્ષ 2020ની વાત કરીએ તો ગયા વર્ષે સમાન અવધિમાં MCX પર 10 ગ્રામ સોનાના ભાવ 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા હતા. આજે સોનું ડિસેમ્બર વાયદો MCX પર 46,892 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે, એટલે કે હજુ પણ લગભગ 9300 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ (Gold & Silver Rates in Gujarat)

    ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, શુક્રવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad Gold Price) 48,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat Gold Price) 48,090 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara Gold Price) 48,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 61,200 રૂપિયા છે.

    આ પણ વાંચો, ITR Filling: SBI ગ્રાહકો હવે ફ્રીમાં ભરી શકશે ઈન્કમ ટેક્સ રિટર્ન, જાણો શું છે પ્રોસેસ

    Goldનો ભાવ મિસ્ડ કોલ કરીને જાણો

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, Explained: ક્રિપ્ટોકરન્સીમાં કરેલા રોકાણને આવી રીતે રાખો સુરક્ષિત, સરળ ટિપ્સ મોટું નુકસાન અટકાવશે

    સોનાની શુદ્ધતા આવી રીતે ચેક કરો

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: