Home /News /business /Year Ender 2022: વર્ષ 2022માં પર્સનલ ફાઈનાન્સ સાથે જોડાયેલા 5 ફેરફારો, આ નિયમો કાયમી યાદ રહેશે

Year Ender 2022: વર્ષ 2022માં પર્સનલ ફાઈનાન્સ સાથે જોડાયેલા 5 ફેરફારો, આ નિયમો કાયમી યાદ રહેશે

વર્ષ 2022માં આવેલ 5 બદલાવ

Personal Finance Changes in 2022: ફાઇનાન્સ સંબંધિત ઘણા ફેરફારો દર વર્ષે લાગુ કરવામાં આવે છે. જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થાય છે તેમ તેમ તેનો વિકાસ ઝડપથી વધે છે. હવે દેશમાં નાણાકીય આયોજન અને સંરક્ષણ તરફનો ઝોક વધવા લાગ્યો છે.

  Personal Finance Changes and highlights in 2022: દર વર્ષે ફાઇનાન્સ સંબંધિત ઘણા બદલાવ લાગુ પડતા હોય છે. જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થાય છે તેમ તેમ તેમાં પણ બદલાવ આવતા રહે છે. હવે તો દેશમાં ફાઇનાન્સિયલ પ્લાનિંગ અને સંરક્ષણ અંગે જાગૃતતા વધતી જોવા મળી રહે છે. કોવીડ બાદ લોકો વધુ પડતા વર્ક ફ્રોમ હોમ કરતા જોવા મળી રહ્યા છે. અહીં તમને વર્ષ 2022 સાથે સંકળાયેલા ફાઇનાન્સ સંબંધિત કિસ્સાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

  કાર્ડ ટોકનાઇઝેશન


  ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધતાની સાથે વર્ષ 2019માં આરબીઆઇ દ્વારા કાર્ડ ટોકનાઈઝ કરવાની છૂટ આપવામાં આવી હતી. તેથી કાર્ડ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષીત બનાવી શકાય. આરબીઆઇએ આ લાગુ કરવા માટે 1 ઓક્ટોબરની ડેડલાઈન રાખી હતી. કાર્ડ ટોકનાઈઝેશનથી થર્ડ પાર્ટી કે ઓનલાઇન મર્ચન્ટ તમારી ડીટેલ સેવ કરી શકશે નહિ.

  આ પણ વાંચો:Smart Investment: માર્કેટમાં બંપર કમાણી કરવાનો આ છે સિક્રેટ ફોર્મ્યુલા, નુકસાનમાં પણ થશે જંગી નફો

  NRI ઉપયોગ કરી શકશે BBPSનો


  કોઈ પણ એનઆરઆઈ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમની મદદથી કોઈ બિલ કે એજ્યુકેશન ફી ડાયરેક ભરી શકશે. આ પ્લેટફોર્મમાં 20,000થી વધુ ગ્રાહકો છે કે જેઓ દર મહિને 8 કરોડથી વધુનું ટ્રાન્જેક્શન કરે છે. આ સુવિધાથી સિનિયર સિટિઝનને ઘણો ફાયદો થાય છે કે જેઓ પોતાના NRI વ્યક્તિઓ પર નિર્ભર રહે છે.

  સેન્ટ્રલ બેંકની ડિજિટલ કરંસી


  આરબીઆઇએ 1 ડિસેમ્બર 2022 એ સામાન્ય નાગરિક માટે ડિજિટલ કરંસી લોન્ચ કરી દીધી હતી. જે ફિઝિકલ કેશ જેવું જ છે. ફર્ક એટલો જ છે કે આ કરન્સી તમારે પર્સમાં નહિ પરંતુ ડિજિટલ પર્સમાં રાખવાની હોય છે. જેને આરબીઆઇ માન્યતા પણ આપે છે અને તમે તેને દેશમાં નાણાં તરીકે પણ ઉપયોગમાં લઇ શકો છો.

  આ પણ વાંચો:Business Idea: ગામડે જમીન પડી છે તો પછી આ બિઝનેસ ત્યાંજ સ્થાપી દો, ખાલી જમીન ઉપજાવ બની જશે

  ક્રિપ્ટોકરંસી પર ટેક્સ


  સરકારે ડિજિટલ એસેટ્સ એટલે કે ક્રિપ્ટોકરંસી પર સીધો જ 30% નો ટેક્સ લગાવી દીધો છે. આ ટેક્સ આ વર્ષે 2022ના બજેટમાં જોડવામાં આવ્યો હતો.


  વિદેશી રોકાણ વ્યવસ્થામાં બદલાવ


  ઘણા બદલાવોના અંતે આરબીઆઇએ રિવાઇઝ ODI સિસ્ટમની શરૂઆત પણ કરી. જેમાં પોર્ટફોલિયો સંબંધિત રોકાણ, સ્ટાર્ટઅપ સંબંધિત નિયમ, રાઉન્ડ ટ્રીપીંગના નિયમને રિવાઝ કરવામાં આવ્યા હતા. સર્વિસ સેક્ટરમાં વિદેશી રોકાણના નિયમોને વધુ સ્પષ્ટ કરવામાં આવ્યા. જેનાથી HNI અને કોર્પોરેટ્સને રોકાણ માટે સારી તકો મળશે.
  Published by:Darshit Gangadia
  First published:

  Tags: Business news, Financial Year, Year 2022

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन