Home /News /business /

Year Ender 2021: રૂ. 1 લાખ સુધીમાં મળી રહ્યા છે આ શાનદાર સ્કૂટર્સ, જુઓ યાદી

Year Ender 2021: રૂ. 1 લાખ સુધીમાં મળી રહ્યા છે આ શાનદાર સ્કૂટર્સ, જુઓ યાદી

હોન્ડા એક્ટિવા (પ્રતીકાત્મક તસવીર)

Best scooter under 1 lakh: હાલ અત્યાધુનિક ટેકનોલોજી (Technology), એન્જીન અને આકર્ષક ડિઝાઈન સાથે ઘણા સ્કૂટર બજારમાં ઉપલબ્ધ છે. 

મુંબઈ: વિશ્વભરમાં ટુ-વ્હીલર (Two wheeler) માટે ભારત સૌથી મોટું બજાર છે. દર વર્ષે સ્કૂટર (Scooters)ની માંગમાં વધારો જોવા મળે છે. પરિણામે હવે સ્કૂટર ઉત્પાદનમાં ગ્રાહકો પાસે ભરપૂર વિકલ્પ છે. અત્યાધુનિક ટેકનોલોજી (Technology), એન્જીન અને આકર્ષક ડિઝાઈન સાથે ઘણા સ્કૂટર બજારમાં ઉપલબ્ધ છે. જેથી અહીં રૂ. 1 લાખથી ઓછી કિંમતના શ્રેષ્ઠ સ્કૂટર અંગે જાણકારી આપવામાં આવી છે.

હોન્ડા એક્ટિવા 6જી - Honda Activa 6G

હોન્ડા એક્ટિવા 6G ભારતમાં સૌથી લોકપ્રિય સ્કૂટર પૈકીનું એક છે. આ સ્કૂટરની કિંમત 70,348 રૂપિયાથી શરૂ થાય છે. તે 4 વેરિએન્ટ અને 8 રંગોમાં ઉપલબ્ધ છે. જેમાં ટોચનું વેરિએન્ટ કિંમત 73,600 રૂપિયાથી શરૂ થાય છે. હોન્ડા એક્ટિવા 6Gમાં 109.51CCનું BS6 એન્જિન મળે છે, જે 7.68 BHPની શક્તિ અને 8.79 NMનો ટોર્ક આપે છે. ફ્રન્ટ અને રિયર ડ્રમ બ્રેક સાથે હોન્ડા એક્ટિવા 6G બંને વ્હીલ્સની કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ સાથે આવે છે. આ સ્કૂટરનું વજન 107 કિલો છે અને તેની ફ્યુઅલ ટેન્ક ક્ષમતા 5.3 લિટરની છે.

ટીવીએસ જ્યુપિટર 125 - TVS Jupiter 125

જ્યુપિટરનું નવું 125CC મોડલ ખૂબ જ આકર્ષક છે. આ સ્કૂટરમાં ફ્યુઅલ-ફિલર કેપ મળે છે અને તે આગળના ભાગમાં મૂકવામાં આવે છે. જ્યાં 2-લિટર ગ્લોવ બોક્સ અને મોબાઇલ ચાર્જર પણ છે. જોકે, સૌથી ખાસ વાત 32-લિટર બૂટ સ્પેસના છે. જેમાં 2 ફુલ ફેસ હેલ્મેટ રાખી શકાય છે. આ જગ્યા બનાવવા માટે કંપનીએ ફ્યુલ ટેન્કની સ્થિતિમાં ફેરફાર કર્યા છે.

હવે એન્જિનની વાત કરીએ તો જ્યુપિટરમાં મળતું એન્જીન એકદમ નવું છે. જેમાં 8.3પીએસ અને 10.5એનએમ ટોર્ક આઉટપુટ મળે છે. ટીવીએસના દાવા મુજબ આ એન્જિન શહેર માટે અનુકૂળ બનાવવામાં આવ્યું હતું. જેમાં ઓછું પેટ્રોલ બળે છે.

યામાહા રે ઝેડઆર 125 - Yamaha Ray ZR 125

યામાહા રે ઝેડઆર 125 એ તાજેતરના અપડેટમાં હાઇબ્રિડ સિસ્ટમ સાથે ડેબ્યૂ કર્યું હતું. તે 7 વેરિએન્ટ અને 17 રંગોમાં ઉપલબ્ધ છે. જેમાં ટોચના વેરિએન્ટની કિંમત 85,857 રૂપિયાથી શરૂ થાય છે. યામાહા રે ઝેડઆરમાં 125 CC BS6 એન્જિન મળે છે. જે 8.04 BHPની તાકાત અને 9.7 NMનો ટોર્ક આપે છે. ફ્રન્ટ અને રિયર ડ્રમ બ્રેક મળે છે. આ સાથે યામાહા રે ઝેડઆર 125 બંને વ્હીલ્સની સંયુક્ત બ્રેકિંગ સિસ્ટમ સાથે આવે છે. આ સ્કૂટરનું વજન 99 કિલો છે અને તેની ફ્યુઅલ ટેન્ક ક્ષમતા 5.2 લીટરની છે

આ પણ વાંચો: Used Car Loan: સેકન્ડ હેન્ડ કારની લોન માટે આ રીતે કરો અપ્લાય

સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ 125 - Suzuki Burgman Street 125

સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ 125 અત્યારે બે વેરિયન્ટ અને 5 કલરમાં ઉપલબ્ધ છે. જેમાં ટોપ વેરિએન્ટ કિંમત 89,529 રૂપિયાથી શરૂ થાય છે. સુઝુકી બર્ગમેન સ્ટ્રીટમાં 125 CCનું BS6 એન્જિન મળે છે. જે 8.58 BHPની તાકાત અને 10 NMનો ટોર્ક આપે છે. આ સ્કૂટર ફ્રન્ટ ડિસ્ક અને રિયર ડ્રમ બ્રેક્સ તેમજ સંયુક્ત બ્રેકિંગ સિસ્ટમ સાથે આવે છે. આ સ્કૂટરનું વજન 110 કિલો છે અને તેની ફ્યુઅલ ટેન્ક ક્ષમતા 5.5 લિટરની છે.

આ પણ વાંચો: New Car: દેશમાં સાત લોકો નવી કાર ખરીદવા માટે લાઈનમાં, આ કારણે નથી મળી રહી ડિલિવરી

એપ્રિલિયા સ્ટોર્મ 125 - Aprilia Storm 125

એપ્રિલિયાના ઇન્ડિયા પોર્ટફોલિયોમાં સ્ટોર્મ 125 સૌથી સસ્તું મોડેલ છે. તેમાં SR મોડેલ જેવી ડિઝાઇન અને હાર્ડવેર મળે છે. જો કે, સ્ટોર્મને નોબ્બી વી રબર ટાયર સાથે નાના 12 ઇંચના એલોય વ્હીલ્સ અન્ય મોડેલ કરતા અલગ પાડે છે. આ સ્કૂટરમાં 124.45 CC BS6 એન્જિન મળે છે. જે 9.78 BHPની તાકાત અને 9.6 NMનો ટોર્ક મળે છે. ફ્રન્ટ અને રિયર ડ્રમ બ્રેક્સ અને સંયુક્ત બ્રેકીંગ સિસ્ટમ સાથે આવે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Automobile, Bike, Scooter, Year Ender 2021

આગામી સમાચાર