Home /News /business /

Year end Car Sale: ડિસેમ્બરમાં Tata Motors, Maruti Suzukiથી લઈને અનેક કંપનીઓ આપી રહી છે મોટું ડિસ્કાઉન્ટ

Year end Car Sale: ડિસેમ્બરમાં Tata Motors, Maruti Suzukiથી લઈને અનેક કંપનીઓ આપી રહી છે મોટું ડિસ્કાઉન્ટ

ટાટા મોટર્સ

Year-end Car Sale: જો તમે નવી કાર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો અનેક કાર કંપનીઓ હાલ ડિસ્કાઉન્ટ ઑફર કરી રહી છે.

    મુંબઈ: 2021ના વર્ષનો અંતિમ મહિનો ચાલી રહ્યો છે ત્યારે દેશની સૌથી મોટી કાર નિર્માતા Maruti Suzukiથી લઈને Tata Motors, Honda અને હ્યુન્ડાઈ તરફથી પોતાની કાર્સ પર એન્ડ ઑફ ધ યર અને ડિસ્કાઉન્ટ (Discount)ની જાહેરાત કરી છે. અનેક નિર્માતા કંપનીઓએ કહ્યુ છે કે તેઓ ચીપની અછતને પગલે જાન્યુઆરી 2020થી વાહનોની કિંમતમાં વધારો (Car price hike) કરવાની યોજના બનાવી રહી છે. ચીપની અછતને પગલે માંગ હોવા છતાં ઉત્પાદન ઓછું થઈ ગયું છે. જો તમે હાલ કાર ખરીદી (Buy new car) કરવા માંગો છો તો તમારા માટે એક સારો મોકો છો. અહીં અમે અમુક ડીલ અને ડિસ્કાઉન્ટની માહિતી આપી રહ્યા છીએ. આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

    આ મહિને વેન્યૂ, ક્રેટા, અલ્કાઝર, એલ્ટ્રોઝ, ટક્સન અને કોના ઈવી મૉડલ પર હજુ સુધી કોઈ ઑફર નથી આવી. આ ઉપરાંત તમે નીચેની ગાડી પર બચત કરી શકો છો.

    Hyundai

    - Santro અને i20 કાર 40,000 રૂપિયાના લાભ સાથે ઉપલબ્ધ છે.

    - Grand i10 Nios અને Aura પર 50,000 રૂપિયા સુધીની છૂટ.

    - ઑફરમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બેનિફિટ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.

    - CNG વેરિઅન્ટ પર હાલ કોઈ કેશ ડિસ્કાઉન્ટ નથી.

    Tata Motors

    આ મહિને ટાટા પંચ અને ટાટા અલ્ટ્રોઝ વેરિઅન્ટ પર કોઈ ઑફર નથી. બીજી કાર્સ પર નીચે પ્રમાણે ઑફર મળી રહી છે:

    - ડાર્ક એડિશન મૉડલને બાદ કરતા હેરિયરના તમામ વેરિઅન્ટ પર 40,000 રૂપિયાનું એક્સેચન્જ ડિસ્કાઉન્ટ અને 25,000 હજાર રૂપિયા સુધીનો કોર્પોરેટ ડિસ્કાઉન્ટ.

    - સફારીની ગોલ્ડ એડિશનના બાદ કરતા તમામ વેરિઅન્ટ્સ પર 40,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ.

    - Tigor પર 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 15,000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને 10,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.

    - Nexon પર 15,000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને 10,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Nexon EV પર XZ+ Lux, XZ+ એરિઅન્ટ પર એક સાથે 15,000 અને 10,000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

    Maruti Suzuki

    મારુતિ સુઝુકીની કાર્સ પર પણ અમુક આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણો તેની નેક્સા રેન્જની કાર્સ પર તમને કેટલું ડિસ્કાઉન્ટ મળશે:

    - મારુતિ ઇગ્નિસ પર આ મહિને 5,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 10,000 રૂપિયાનુ એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને 2,500 રૂપિયાની કોર્પોરેટ છૂટ મળે છે.

    - Baleno પર 15,000 રૂપિયાનું કેસ ડિસ્કાઉન્ટ, 10,000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને બોનસ અને 3,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળશે.

    - મારુતિ Ciaz પર 10,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 25,000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને 5,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

    - મારુતિ સુઝુકીના પ્રમુખ મૉડલ S-Cross પર 20,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 25,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5,000 રૂપિયાની કોર્પોરેટ છૂટ આપવામાં આવી રહી છે.

    - આ ઉપરાંત Alto, WagonR, Swift, Dezire, S-Presso પર પણ 10,000-30,000 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

    આ પણ વાંચો: Tata Motors પહેલી જાન્યુઆરીથી વાહનોની કિંમતમાં કરશે વધારો

    Honda

    - Honda Amaze પર 15,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, 5,000 રૂપિયાનું લૉયલ્ટી બોનસ, 6,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 4,000 રૂપિયાનું કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

    - હોન્ડા સિટી (4th generation) પર 22,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, 5,000 રૂપિયાનું લૉયલ્ટી બોનસ અને 9,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે.

    - હોન્ડા Jazz પર 35,147 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, 10,000 રુપિયા સુધીનું કેસ ડિસ્કાઉન્ટ, અથવા 12,147 રૂપિયા સુધી FOC એક્સેસરીઝ ઉપરાંત 5,000 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ અને 5,000 રૂપિયાનું લોયલ્ટી બોનસ સામેલ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: December, Honda, Maruti suzuki, Tata motors, કાર

    આગામી સમાચાર