આ કંપની આપી રહી છે 10 હજાર રૂપિયાની ગિફ્ટ, આ રીતે ઉઠાવો ફાયદો

News18 Gujarati
Updated: April 5, 2018, 4:08 PM IST
આ કંપની આપી રહી છે 10 હજાર રૂપિયાની ગિફ્ટ, આ રીતે ઉઠાવો ફાયદો

  • Share this:
Xiaomiએ ભારતમાં નવો પ્રોગ્રામ Mi Gift Card શરૂ કર્યું છે. આ પ્રોગ્રામથી યૂઝર્સ પોતાના મિત્રોને 10 હજાર રૂપિયા સુધીની ગિફ્ટ આપી શકે છે. Mi Gift Card 100 રૂપિયાથી 10 હજાર રૂપિયા સુધીનું છે. એક સાથે મેક્સિમમ 10 ગિફ્ટ કાર્ડનો ફાયદો ઉઠાવી શકો છો. જેમાં બર્થ ડે, એનિવર્સરી અને વેડિંગ જેવા અવસર પર કાર્ડ આપી શકો છો.

આ રીતે ખરીદો Mi Gift Card
સૌથી પહેલા તમારે mi.com પર પોતાના અકાઉન્ટમાં જઈ લોગ ઈન કરો. જે બાદ હોમપેઝ પર Mi Gift Card ઓપ્શન જોવા મળશે. જ્યાંથી તમે ગિફ્ટ કાર્ડ સિલિક્ટ કરી શકો છો.

ગિફ્ટ કાર્ડ સિલેક્ટ કર્યા બાદ તમને તમારૂ ઇ-મેલ એડ્રેસ, કાર્ડની વેલ્યૂ અને ડિલેવરી શેડ્યૂલ કરવું પડશે. જે બાદ તમારે ક્રેડિટ, ડેબિટ અથવા નેટ બેકિંગના માધ્મથી પેમેન્ટ કરવાનું રહેશે. જણાવી દયે કે કાર્ડની ડિટેલ કસ્ટમરના ઇમેલ પર મોકલવામાં આવશે.

કેવી રીતે યૂઝ કરી શકો છો Mi Gift Card
જો તમારી પાસે Mi Gift Card છે તો તમારે સૌથી પહેલા MI.કોમ પર જઈને અકાઉન્ટ સેટિંગમાં જવું પડશે. જે બાદ MI અકાઉન્ટમાં ADD પર ક્લિક કરીને 16 ડિજિટનો ગિફ્ટ કાર્ડ નંબર લખવો પડશે. બાદમાં તમને ઇમેલ પર 6 ડિજિટનો પિન નંબર મળશે.ખરીદી કરતા સમયે ‘use gift card’નો ઓપ્શન મળશે. જેમાં તમારે કાર્ડની રાશી રો રીડીમ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે કાર્ડ ખરીદ્યા તે કાર્ડની વેલિડિટી માત્ર 12 મહીનાની જ હોય છે.

mi
Xiaomi
First published: April 5, 2018, 4:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading