Xiaomiએ લોન્ચ કરી જબરદસ્ત એપ, મિનિટોમાં મેળવી શકો છો લાખોની લોન

News18 Gujarati
Updated: October 1, 2018, 11:04 AM IST
Xiaomiએ લોન્ચ કરી જબરદસ્ત એપ, મિનિટોમાં મેળવી શકો છો લાખોની લોન
આ એપની મદદથી તમે રિયલ-ટાઇમમાં એક હજારથી એક લાખ સુધી લોન મેળશે.

  • Share this:
જો તમે શિયોમીનો ફોન યૂઝ કરી રહ્યા છો અને તમારો ફોન MIUI પર ચાલે છે તો તમારા માટે ખુશખબરી છે. તમારે પૈસાની જરૂરીયાત છે તો તમે માત્ર થોડી મિનિટોમાં લોન મળેવી શકો છો. શિયોમીએ આ વર્ષે મે મહિનામાં ભારતમા તેમની લેટેસ્ટ લોન સર્વિસ Mi Credit લોન્ચ કરી હતી.

આવી રીતે કામ કરે છે Mi Credit ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન
જો તમે 18 વર્ષથી વધુ ઉંમરના છો તો તમે બસ એક ક્લિક કરી લોન મેળવી શકો છો. કંપનીના અનુસાર લોન એપ્લાઇ કરીને રિયલ-ટાઇમમાં બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઇ જાય છે. આ લોન પર તમારે દર મહિને 1.8 ટકા વ્યાજ દર આપવો પડશે.

જો તમે લેન લેવા માંગો છો તો સૌથી પહેલા આ ચેક કરો કે તમારો શિઓમી ફોન MIUI પર ચાલે છે અથવા નહીં, ત્યારબાદ Mi ક્રેડિટ એપ્લિકેશન ડાઉનલોડ કરો.

એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા પછી, તમે એપ્લિકેશનમાં પ્રવેશ કરો. આ પછી જરૂરી દસ્તાવેજો એપ્લિકેશન અપલોડ કરો અને લોનની રકમ, લોનનો સમયગાળો અને લોન પાછા લેવાનો સમય પસંદ કરો.

તમારા બેંક એકાઉન્ટમાં એડ અને વેરિફાઇ કર્યા બાદ, તમને લોન મળશે. આ લોન માટે તમે Mi ક્રેડિટ એપ્લિકેશન પર નેટ બેન્કિંગ અથવા ડેબિટ કાર્ડથી ચૂકવણી કરી શકો છો.આ એપ્લિકેશન માત્ર વાઇટલેટેસ્ટ MIUI યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનને એમઆઈ કોમ્યુનિટી પેઇઝથી ડાઉનલોડ કરી શકાય છે. ઉપરાંત તમે micredit-in@xiaomi.com પર કંપનીને ઇમેઇલ પણ મોકલી શકો છો. ઇમેઇલના સબ્જેક્ટમાં તમારે "વ્હીટલિસ્ટ" લખવું પડશે અને મેસેજમાં તમારો નંબર આપવો પડશે. બાદમાં કંપની તમારો સંપર્ક કરશે.

હજાર રૂપિયાથી લઇને એક લાખ સુધી મળશે લોન
શિઓમીએ ઇન્સ્ટન્ટ લોન સેવા માટે ભારતના KreditBee કંપની સાથે ભાગીદારી છે. તેમાં લોન રકમની મર્યાદા 1,000 રૂપિયાથી 1,00,000 રૂપિયા સુધી રાખવામાં આવી છે. ત્યાં એવું માનવામાં આવે છે કે કંપની આનાથી પણ આગળ વધી શકે છે.
First published: October 1, 2018, 11:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading