WPI Inflation: ગયા મહિને એટલે કે ફેબ્રુઆરી 2023માં, ઓલ ઈન્ડિયા હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (WPI) પર આધારિત ફુગાવો 3.85 ટકા હતો. આ તેના પાછલા મહિના એટલે કે જાન્યુઆરી 2023 કરતાં ઓછું છે. ત્યારે તેનો આંકડો 4.73 ટકા હતો. ફેબ્રુઆરી 2023 માં ફુગાવામાં ઘટાડો મુખ્યત્વે ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, બિન-ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ઉત્પાદનો, ખનિજો, કમ્પ્યુટર્સ, ઇલેક્ટ્રોનિક અને ઓપ્ટિકલ ઉત્પાદનો, રાસાયણિક અને રાસાયણિક ઉત્પાદનો, ઇલેક્ટ્રિકલ ઉપકરણો અને મોટર વાહનો વગેરેના ભાવમાં ઘટાડાને લીધે શક્ય બન્યું છે.
WPI 25 મહિનાના નીચા સ્તરે
ભારત સરકારે મંગળવારે ફેબ્રુઆરી મહિના માટે જથ્થાબંધ ભાવ સૂચકાંકનો ડેટા બહાર પાડ્યો. ડેટા દર્શાવે છે કે જથ્થાબંધ ફુગાવો 25 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે. આ અપેક્ષાઓ સાથે સુસંગત છે. WPI ફૂડ ઈન્ડેક્સ જાન્યુઆરી 2023 માં 171.2 થી વધીને ફેબ્રુઆરી 2023 માં 171.3 થઈ ગયો છે. WPI ખાદ્ય સૂચકાંક પર આધારિત ફુગાવાનો દર જાન્યુઆરી 2023માં 2.95 ટકાથી ઘટીને ફેબ્રુઆરી 2023માં 2.76 ટકા થઈ ગયો છે.
હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ અથવા WPI એ ઉત્પાદનોની કિંમતમાં ફેરફારને માપે છે જે જથ્થાબંધ વેપારી કંપનીઓ જથ્થાબંધ વેચાણ કરે છે અને વેપાર કરે છે. તેમજ CPI ગ્રાહકો દ્વારા ખરીદેલ માલ અને સેવાઓના ભાવને ટ્રેક કરે છે. જ્યારે WPI છૂટક કિંમતો પહેલા ફેક્ટરી ગેટના ભાવને ટ્રેક કરે છે.
ફ્યુલ અને પાવર
ફેબ્રુઆરી 2023માં આ જૂથનો ઇન્ડેક્સ 1.93 ટકા વધીને 158.8 થયો છે જે જાન્યુઆરી 2023માં 155.8 હતો. જાન્યુઆરી 2023ની સરખામણીમાં ફેબ્રુઆરી 2023માં ખનિજ તેલ 2.86 ટકા અને કોલસાના ભાવમાં 0.74 ટકા વધારો થયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર