ડિસેમ્બરમાં દેશનો મોંઘવારી દર 22 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે.
WPI Inflation: ડિસેમ્બરમાં ખાદ્ય પદાર્થોનો જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 2.17 ટકા પર આવી ગયો છે. તેમજ પ્રાથમિક વસ્તુઓનો જથ્થાબંધ મોંઘવારી દર નવેમ્બરમાં 5.52 ટકાથી ઘટીને 2.38 ટકા પર આવી ગયો છે.
WPI Inflation: મોંઘવારીને લઈને સારા સમાચાર આવ્યા છે. ડિસેમ્બરમાં દેશનો મોંઘવારી દર 22 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે. અગાઉ રિટેલ મોંઘવારી દરમાં પણ ઘટાડો થયો હતો. ડિસેમ્બર 2022માં મોંઘવારી દર ઘટીને 4.95 ટકા પર આવી ગયો છે. જથ્થાબંધ મોંઘવારી દર 5 ટકાથી નીચે આવવાથી મોટી રાહત મળશે. ગયા મહિને એટલે કે નવેમ્બરમાં તે 5.85 ટકા હતો. જથ્થાબંધ ફુગાવાના દરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓના જથ્થાબંધ ભાવમાં ઘટાડો છે.
ડિસેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાના દર હેઠળ ખાદ્યપદાર્થોના ફુગાવાના દરમાં ઘટાડો થયો છે. ત્યારે ઊર્જા અને પાવર સેગમેન્ટમાં ફુગાવાના દરમાં વધારો થયો છે. ખાદ્ય ફુગાવો ડિસેમ્બરમાં ઘટીને 0.65 ટકા પર આવી ગયો છે, જે નવેમ્બર 2022માં 2.17 ટકા હતો. તેમજ મુખ્ય વસ્તુઓના ફુગાવાના દરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને તે ડિસેમ્બરમાં ઘટીને 2.38 ટકા પર આવી ગયો છે. નવેમ્બરમાં તે 5.52 ટકા હતો.
ડિસેમ્બર 2022માં જથ્થાબંધ ઉત્પાદિત ઉત્પાદનોની કિંમતો પણ નીચે આવી ગઈ છે. ઉત્પાદનોનો ફુગાવાનો દર જે નવેમ્બર 2022માં 3.59 ટકા હતો તે ડિસેમ્બરમાં ઘટીને 3.37 ટકા થયો છે. ઉર્જા અને ઈંધણ ક્ષેત્રમાં ફુગાવાના દરમાં વધારો નોંધવામાં આવ્યો છે. ડિસેમ્બરમાં તે 18.09 ટકા પર પહોંચી ગયો છે. છેલ્લા મહિનામાં એટલે કે નવેમ્બર 2022માં તે 17.35 ટકા હતો.
ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો પણ ઘટ્યો
જથ્થાબંધ મોંઘવારી દરની જેમ ડિસેમ્બર 2022માં રિટેલ ફુગાવાનો દર પણ નીચે આવ્યો છે. ડિસેમ્બર 2022માં રિટેલ ફુગાવાનો દર ઘટીને 5.72 ટકા રહ્યો જે એક વર્ષના નીચલા સ્તરે આવી ગયો હતો. નવેમ્બરમાં તે 5.88 ટકા હતો. ભલે ડિસેમ્બર 2022માં રિટેલ ફુગાવામાં ઘટાડો થયો હોય, તે હજુ પણ ડિસેમ્બર 2021 કરતાં વધુ છે. ડિસેમ્બર 2021માં રિટેલ ફુગાવાનો દર 5.66 ટકા હતો.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર