Home /News /business /500 રૂપિયાનું રોકાણ અને 1 કરોડનું વળતર, ક્યારેય નહિ જોઈ હોય આવી ગજબની સ્કીમ
500 રૂપિયાનું રોકાણ અને 1 કરોડનું વળતર, ક્યારેય નહિ જોઈ હોય આવી ગજબની સ્કીમ
ppf એકાઉન્ટ
આ યોજનામાં તમારે દર મહિને માત્ર 417 રૂપિયા જમા કરશો તો મેચ્યોરિટી પર તમને 1 કરોડ રૂપિયા મળશે. સરકારીન આ યોજના સામાન્ય લોકો માટે બહુ જ કામની છે. આ યોજનામાં રોકાણકારો રોકાણ કરીને કરોડપતિ બની શકે છે. આવો જાણીએ આ યોજના વિશે.
નવી દિલ્હીઃ જો તમે ભવિષ્યમાં તમારા માટે એક સારુ ફંડ તૈયાર કરવા માંગો છો તો સૌથી સારો વિકલ્પ છે બચત કરવી. બચત માટે સરકારની તરફથી ધણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાં રોકાણ કરીને તમે તમારા ફંડને તેજીથી વધારી શકો છો. આજે અમે તમને સરકારની આવી જ એક યોજના વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમે દર મહિને માત્ર કેટલાક રૂપિયા બચાવીને મોટુ ફંડ જમા કરાવી શકો છો.
દર મહિને માત્ર 417 રૂપિયા જમા કરો
આ યોજનામાં તમારે દર મહિને માત્ર 417 રૂપિયા જમા કરશો તો મેચ્યોરિટી પર તમને 1 કરોડ રૂપિયા મળશે. સરકારીન આ યોજના સામાન્ય લોકો માટે બહુ જ કામની છે. આ યોજનામાં રોકાણકારો રોકાણ કરીને કરોડપતિ બની શકે છે. આવો જાણીએ આ યોજના વિશે.
આ યોજનાનું નામ પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ છે. પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ તે લોકોને કરોડપતિ બનવામાં મદદ કરે છે, જો કોઈ પણ પ્રકારના જોખમ વગર રોકાણ કરવા માંગે છે.
મળે છે 7.1 ટકા વ્યાજ
પીપીએફ એકાઉન્ટને કોઈ પણ પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે. વર્તમાન સમયમાં પોસ્ટ ઓફિસની આ યોજના પર 7.1 ટકા વ્યાજ મળે છે, કેન્દ્ર સરકાર દરેક ક્વાટરમાં પીપીએફના વ્યાજ દરોને રિવાઈઝ કરે છે. આમાં રોકાણ કરનારાઓને સરકારની તરફથી તેમની રકમ પર સુરક્ષા પણ મળે છે. આવો જાણીએ, તેની મદદથી તમે કેવી રીતે કરોડપતિ બની શકો છો.
વર્તમાન સમયમાં 7.1 ટકાના વ્યાજ દરના આધાર પર 25 વર્ષના રોકાણથી તમે 1.03 કરોડ રૂપિયા એકઠા કરી શકો છો. પરંતુ તમે આ ખાતામાં વાર્ષિક 1. 5 લાખ રૂપિયાથી વધારે રૂપિયા રોકી શકતા નથી. તેનમાં રોકાણથી મળનારા વ્યાજ અને મેચ્યોરિટીની રકમ પર ટેક્સ છૂટની સુવિધ મળ છે. જાણકારી અનુસાર, પીપીએફ એકાઉન્ટને કોઈ પણ સરકારી કે પ્રાઈવેટ બેંકમાં ખોલાવી શકાય છે.
સરળતાથી લઈ શકશો લોન
પીપીએફ એકાઉન્ટ ખોલવા પર તમને ધણા પ્રકારની લોન પણ મળી જાય છે. પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબસાઈટ પરથી જાણકારી પણ મેળવી શકો છો. તમારે તમે વાત પર પણ ધ્યાન આપવું પડશે કે આ યોગ્યતા એકાઉન્ટ ખોલવાના 5 વર્ષ સુધી જ ઉપલબ્ધ હશે. લોન લેવા માટે સબસ્ક્રાઈબર્સને ફોર્મ ડીની સાથે તેની પાસબુક લઈ જવી પડશે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર