Home /News /business /સરકાર આપી રહી છે અમૂલ્ય તક, 25 વર્ષમાં જ બનો કરોડપતિ; જાણો શું છે મામલો
સરકાર આપી રહી છે અમૂલ્ય તક, 25 વર્ષમાં જ બનો કરોડપતિ; જાણો શું છે મામલો
25 વર્ષમાં જ કરોડપતિ બનો
માની લો કે તમે પીપીએફમાં 25 વર્ષ સુધી વાર્ષિક 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરો છો અને વ્યાજ દર 7.1 ટકા છે, તો આ પૂરી સમયગાળાામં તમે કુલ 37,50,000 રૂપિયા જમા કરો છો, અને તમારી જમા મૂડી પર 65,58,015 રૂપિયા વ્યાજ મળે છે. હવે જો જમા રકમ અને વ્યાજની રકમને જોડવામાં આવે, તો તે 1,03,08,015 રૂપિયા થાય છે.
નવી દિલ્હીઃ શું કોઈ પારંપરિક બચત યોજનામાં રોકાણ કરીને કરોડપતિ બની શકાય છે. થોડી વાર માટે તમે વિચારશો કે શું ખરેખર આ શક્ય છે. જો તમે તે લોકોમાંથી છો જેને લાગે છે કે, આવું અશક્ય છે. તેમણે એખવાર પીપીએફ એટલે કે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ વિશે સારી રીતે જાણી લેવું જોઈએ, કારણ કે પીપીએફ લાંબા ગાળામાં મોટી બચત આપવા માટે એક સારી યોજના છે. લાંબાગાળે તગડું વ્યાજ મેળવવા રોકાણકારો પીપીએફનો ઉપયોગ કરે છે. આ એક હાઈ ઈન્ટરેસ્ટ આપનાવી સરકાર સમર્થિત યોજના છે.
આ ખાતામા નાણાકીય વર્ષના અંતમાં વ્યાજ દર જમા કરવામાં આવે છે. હાલ તો પીપીએફ પર 7.10 ટકાના દરથી વ્યાજ મળી રહ્યુ છે. પીપીએફ પર વ્યાજ દર ક્વાટરમાં સંશોઘિત થાય છે. પીપીએફમાં એક નાણાકીય વર્ષમાં ન્યૂનતમ 500 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકાય છે.
માની લો કે તમે પીપીએફમાં 25 વર્ષ સુધી વાર્ષિક 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરો છો અને વ્યાજ દર 7.1 ટકા છે, તો આ પૂરી સમયગાળાામં તમે કુલ 37,50,000 રૂપિયા જમા કરો છો, અને તમારી જમા મૂડી પર 65,58,015 રૂપિયા વ્યાજ મળે છે. હવે જો જમા રકમ અને વ્યાજની રકમને જોડવામાં આવે, તો તે 1,03,08,015 રૂપિયા થાય છે. એટલે કે આ યોજનાના માધ્યમથી દર મહિને 12,500 રૂપિયા જમા કરીને 25 વર્ષમાં કરોડપિત બની શકાય છે. યાદ રાખો કે વળતરમાં બદલાવ થઈ શકે છે.
પીપીએફ પર મળે છે ટેક્સ ફ્રી રિટર્ન
પીપીએફ ખાતાધારક ટેક્સ ફ્રી વ્યાજ કમાઈ શકેછે. જ્યારે તમે 15માં વર્ષ કે તેના પછી રૂપિયા નીકાળો છો, તો તમને ટેક્સ ફ્રી રિટર્ન મળે છે. પગારદાર કર્મચારીઓ આવકવેરા કાયદો, 1961ની કલમ 80સી હેઠળ ટેક્સ છૂટ મેળવી શકે છે.
PFF ખાતું પોસ્ટ ઓફિસ કે બેંકમાં ખોલાવી શકાય છે. પીપીએફ ખાતામાં ખાતાધારકને ખાતું ખોલવાના વર્ષને છોડીને, યોજનાના 5 વર્ષો પછી એક નાણાકીય વર્ષમાં 1 વાર નિકાસની અનુમતિ છે અને તેનો લોક-ઈન પીરિયજ 15 વર્ષ હોય છે.
આંશિક ઉપાડની સુવિધા
આમાં ખાતાધારક મેચ્યોરિટી પહેલા રૂપિયાનો આંશિક ઉપાડ કરી શકે છે. 7માં વર્ષથી આંશિક ઉપાડની પરવાનગી મળે છે અને 15 વર્ષ પછી પૂરી રકમ નીકાળી શકાય છે. પીપીએફની પરિપક્વતા મુદ્દત 15 વર્ષ છે, પરંતુ રોકાણકાર તેની ઈચ્છા અનુસાર, 5 વર્ષ સુધી બે વાર આ સુવિધા મેળવી શકે છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર