નવી દિલ્હી: પૂર્વ નાણા મંત્રી પી. ચિદંબરમે જીડીપીના આંકડાઓને લઈ નીતિ આયોગ પર નિશાન સાધ્યું છે. સરકારે બુધવારે જીડીપીના નવા આંકડા જાહેર કર્યા, જેમાં યૂપીએ સરકારના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન જીડીપીમાં વૃદ્ધિદરના આંકડાને ઘટાડી દીધા. ચિદંબરમે આંકડા જાહેર કરનારી નીતિ આયોગ પર હુમલો કરતા કહ્યું કે આ બેકાર સંસ્થાને બંધ કરી દેવી જોઈએ.
ચિદંબરમે નીતિ આયોગના આંકડાને ખરાબ પ્રકારની મજાક ગણાવતાં કહ્યું કે, નીતિ આયોગનો સંશોધિત જીડીપી આંકડો મૂળે એક જોક છે. એક ખૂબ જ ખરાબ જોક. આવું જાણી જોઈને કરવામાં આવ્યું છે. આ આંકડા કોઈ સન્માનિત પગલાને ઠેસ પહોંચાડવા માટે જાહેર કરવામાં આવ્યા છે.
Niti Aayog's revised GDP numbers are a joke. They are a bad joke.
સરકારે આંકડાઓને 2004-05ના આધાર વર્ષને બદલે 2011-12ના આધાર વર્ષના હિસાબે સંશોધિત કર્યા છે, જેથી અર્થવ્યવસ્થાની સારી વાસ્તવિક તસવીર સામે આવી શકે.
સીએસઓના આંકડાઓ મુજબ, 2010-11માં અર્થવ્યવસ્થાની વૃદ્ધિદર 8.5 ટકા રહી હતી. જ્યારે આ પહેલા 10.3 ટકા વૃદ્ધિનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેની જાહેરાત કરી છે. જેમાં વધુ સેક્ટર સામેલ કરવામાં આવ્યા છે, જેથી જીડીપીની ગણતરી યોગ્ય રીતે થાય અને દેશની સામે સાચો આંકડો આવે.
સરકારે 2004-05ના બદલે જીડીપીનું વર્ષ બદલીને 2011-12 કર્યું છે. રાજીવકુમારે આ દરમિયાન કહ્યું કે આવું કહેવું ખોટું હશે કે નવી સીરીઝના કારણે વધુ જીડીપી ગ્રોથ થયો છે. તેમના મુજબ 2004-05 અને 2011-12ના બેઝ યર બદલવા પર એક કમિટીએ જીડીપીમાં 3 લાખ કરોડનું અંતર બતાવ્યું હતું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર